Subscribe Us

Header Ads

જોઇ લો નાનપણથી લઇને અત્યાર સુધીની ઋષિ કપૂરની આ તસવીરો, જેમને તમે ક્યારે નહિં ભૂલી શકો

આ તસ્વીરોમાં છુપાયેલી છે રિશી કપૂરની અમૂલ્ય યાદો, ક્યારેક લતાજીના હાથમાં તો ક્યારેક બાળકો સાથે જોવા મળ્યા.

એવરગ્રીન રિશી કપૂરના જવાથી બોલિવૂડમાં ક્યારેય ભરપાઈ ન થાય તેવી ખોટ પડી છે. ‘મેરા નામ જોકર’માં પોતાના પિતાના નાનપણની ભૂમિકા ભજવીને એક્ટિંગ કરિયર શરૂ કરનાર રિશી કપૂર છેલ્લીવાર ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ ‘ધ બૉડી’માં જોવા મળ્યાં હતાં. કેન્સર સામે ઝઝૂમતા રિશી કપૂર કેમેરાની આગળ તથા સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહ્યાં હતાં.

લતાજીના ખોળામાં નાના બાળરૂપે

image source

આ તસવીર શો મેન રાજકપૂરના એક ફેમિલી ફંક્શનની છે. અભિનેતા ઋષિ કપૂરે એક એવો ફોટો ચાહકો સાથે શેર કર્યો છે, જેને જોઈ ને લાગી રહ્યું છે કે, તેમના માટે આ તસ્વીર ખૂબ જ મહત્વપૂર્ણ (અમૂલ્ય) છે. જે બ્લેક એન્ડ વ્હાઇટમાં બેહદ સુંદર દેખાઈ રહ્યો છે. આ ફોટો ત્યાર નો છે જ્યારે તેઓ બે કે ત્રણ મહિના હતા. સ્વર કોકિલા લતા મંગેશકરે રિશી કપૂરને પોતાના ખોળામાં લઈ રાખ્યા છે. આ ફોટોને શેર કરતી વખતે રિશી કપૂર ખૂબ ભાવુક દેખાઈ રહ્યા હતા અને ફોટો શેર કરતી વખતે તેઓએ એક કેપ્શન પણ લખ્યું હતું.

image source

તેમાં રિશીએ લખ્યું હતું કે, ‘નમસ્તે લતા જી. તમારા આશીર્વાદથી જુઓ, મને મારો બે કે ત્રણ મહિનાનો એક ફોટો મળ્યો છે. તમારા આશીર્વાદ હંમેશા મારા પર રહ્યા છે. તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. શું હું આ ફોટોને ટ્વિટર પર મૂકીને દુનિયાને એ જણાવી શકું કે? આ મારા માટે એક અમૂલ્ય તસ્વીર છે!’

આ તસવીર થોડાં સમય પહેલાં રિશી કપૂરે ટ્વીટ કરી હતી.

હોળીના રંગમાં રિશી

image source

બોલિવૂડમાં આર. કે. સ્ટૂડિયોની હોળી હંમેશાં લોકપ્રિય રહી હતી. રાજકપૂર મોટાપાયે હોળીનું આયોજન કરતા હતાં. રિશી કપૂરની આ નાનપણની તસવીર તે સમયની છે. જેમાં તેઓ ગુલાલથી રંગાયેલા છે.

પ્રાણની સાથે ચર્ચા

image source

રાજ કપૂરની ફિલ્મમાં પ્રાણની ખાસ ભૂમિકા રહેતી હતી. પ્રાણ તથા રાજ કપૂરની મિત્રતા જગજાહેર હતી. માસ્ટર ચિંટુ અને પ્રાણ એકબીજા સાથે વાત કરતા હતા એ સમયની આ એક સુંદર તસ્વીર. ‘બોબી’ ફિલ્મમાં પ્રાણે જ રિશી કપૂરના પિતાની ભૂમિકા ભજવી હતી.

રણધીર કપૂર-રિશી કપૂર

image source

ભાઈ રણધીર કપૂરની સાથે રિશી કપૂરની એક લાજવાબ તસ્વીર. બંને વચ્ચે પહેલેથી જ ખાસ સંબંધ રહ્યો હતો.

નાનપણની મજાક મસ્તીનો સમય

image source

કપૂર ફેમીલીના એક બર્થડે સેલિબ્રેશનમાં ભાઈઓ તથા મિત્રો સાથે રિશી કપૂરની મોજ મસ્તી કરતી એક અલભ્ય તસ્વીર. જેમાં તેઓ કોલ્ડ ડ્રિન્ક પીતાં જોવા મળી રહ્યા છે.

જાણીતા વિલનની વચ્ચે હેન્ડસમ હીરો રિશી કપૂર

image source

ખૂંખાર વિલનની વચ્ચે ચોકલેટી બોય. રિશી કપૂરની ઈમેજ લવર બોય કે ચોકલેટી હીરોની હતી. તેઓ એક્શન ફિલ્મ બહુ ઓછી કરતાં હતાં. પ્રેમ ચોપરા, પ્રાણ તથા અમરીશ પુરીની સાથે રિશી કપૂરની આ હટકે તસ્વીર.

લગ્નના સંગીતમાં નુસરત સાહબ

image source

20 જાન્યુઆરી, 1980ના રોજ રિશી કપૂરની સંગીત સેરેમનીમાં પાકિસ્તાનના જાણીતા સિંગર નુસરત ફતેહ અલી ખાને પર્ફોર્મ કર્યું હતું. ભારતમાં આ તેમનું પહેલું પર્ફોર્મન્સ હતું. જેમાં તેઓ પોતે મ્યુઝિક સાથે તાલ મિલાવતા જોવા મળી રહ્યા છે. આ તસવીર રિશી કપૂરેએ સમયે ટ્વિટ કરી હતી.

શૂટિંગ સમયે તેમનો અંદાજ

image source

પિતા રાજ કપૂરની અંતિમ ફિલ્મ ‘હિના’ના શૂટિંગ દરમિયાનની આ તસવીરમાં જુઓ તેમનો રંગીલો અંદાજ. જેમાં તેઓ તેમના હાથે ચાકડા પર માટલી બનાવી રહેલા જોવા મળે છે.

ડેબ્યૂ ફિલ્મનો બિહાઈન્ડ ધ સીન

image source

‘મેરા નામ જોકર’ ફિલ્મની આ તસવીર છે. ફિલ્મમાં રિશી કપૂરને ટીચર પ્રત્યે લગાવ થયો હતો. ટીચર સિમી ગરેવાલે મનોજ કુમાર સાથે લગ્ન કર્યાં હોય છે. આ તસ્વીર માં તેઓ ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે.

બાકી રહેલી ફિલ્મ

‘કન્યાદાન’ ફિલ્મના શૂટિંગ સમયે અનુ અગ્રવાલ તથા દિવ્યા ભારતીની સાથે રિશી કપૂરની આ અદ્ભૂત તસ્વીર. જોકે, 19 વર્ષની ઉંમરમાં દિવ્યાનું નિધન થયું હતું અને આ ફિલ્મ પૂરી થઈ શકી નહોતી.

સંજય દત્ત સાથે રિશી કપૂર

image source

‘સાહિબા’ ફિલ્મના શૂટિંગ સમયે સંજંય દત્ત તથા રિશી કપૂર એકસાથે સમય પસાર કરી રહ્યા હતા એ સમયની એક તસ્વીર.

વેવાઈ નવાબ પટૌડી સાથે રિશી કપૂરSometimes, Rishi Kapoor was seen in Lataji's lap, sometimes he ...

ક્રિકેટર નવાબ પટૌડીની સાથે રિશી કપૂરની આ એક શાનદાર અને યાદગાર તસ્વીર. રિશી કપૂરની ભત્રીજી કરીનાએ પટૌડીના દીકરા સૈફ અલી ખાનસાથે લગ્ન કર્યાં છે.

ડિરેક્ટર તરીકે ચિંટુ ઉર્ફે રિશી કપૂરBollywood News In Hindi : Rishi Kapoor Death News In Pictures ...

1999માં આવેલી ફિલ્મ ‘આ અબ લૌટ ચલે’ રિશીએ એકમાત્ર ડિરેક્ટ કરેલી ફિલ્મ છે. ફિલ્મમાં ઐશ્વર્યા રાય તથા અક્ષય ખન્ના લીડ રોલમાં હતાં. ફિલ્મ નહોતી ચાલી પણ મ્યૂઝિક બધાને પસંદ આવ્યું હતું. આર કે બેનર હેઠળ બનેલી આ અંતિમ ફિલ્મ છે.

પિતા તથા અશોક કુમાર સાથે લગ્નમાં

રિશી કપૂરના લગ્નની તસવીર, જેમાં રાજ કપૂર, કૃષ્ણા રાજ કપૂર તથા દાદા મુનિ એટલે કે અશોક કુમાર જોવા મળે છે. આ તસવીર એક પ્રેમની ખૂબ જ યાદગાર લાગણી દર્શાવી રહી છે.

image source

અંતે તો કોઈ પણ હોય માત્ર નિર્જીવ તસ્વીર બની યાદમાં રહી જાય છે. પરંતુ તસ્વીર જોતા જ એ વીતેલા સમયની અમૂલ્ય યાદ પળભર માટે સજીવન બની આપણને સુખની એકાદ ક્ષણ જરૂર આપી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/rishi-kapoor/

Post a Comment

0 Comments