Subscribe Us

Header Ads

10.05.2020 – ટૈરો રાશિફળ : રવિવારનો દિવસ કઈ રાશિ માટે આરામથી થશે પસાર અને કઈ રાશિના જાતકો થશે પરેશાન… જાણો અહીં

ટૈરો રાશિફળ : રવિવારનો દિવસ કઈ રાશિ માટે આરામથી થશે પસાર અને કઈ રાશિના જાતકો થશે પરેશાન… જાણો અહીં

મેષ – Four of Pentacles

આજે તમને શારીરિક ઊર્જાનો અભાવ અનુભવાઈ શકે છે. લાંબા સમયથી ચાલતા સંજોગોમાં પરિવર્તન આવશે, જેના કારણે મનમાં ઉદાસી અનુભવી શકો છો. પરિવર્તન એ જીવનનો નિયમ છે કંઈપણ સારું અથવા ખરાબ કાયમી નથી હોતુ આ વિચાર મનમાં રાખો અને ભગવાનને યાદ કરી પ્રાર્થના કરો.

વૃષભ – Eight of Swords

જો તમે તમારા કામથી સંતુષ્ટ નથી તો પછી તે કામ કરો જેમાં તમે ખુશ રહો છો. આજે તમારા માટે થોડો સમય કાઢવાની ખાતરી કરો અને તમારા જીવનનો માર્ગ તેમજ લક્ષ્ય નક્કી કરો. તમે ઘણું બધુ મેળવ્યું છે તો તમારી કુશળતાથી અન્યને માર્ગદર્શન આપો. તમારામાં બીજાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની ક્ષમતા છે. તમારી પોતાની જવાબદારીથી ભાગશો ત્યાં સુધી જીવનમાં અસંતોષની લાગણી રહેશે.

મિથુન – The Devil

પરિસ્થિતિ શું છે તે મહત્વનું નથી તમે તમારી મહેનત પર વિશ્વાસ રાખો, તે તમારા માટે વરદાન સાબિત થશે. તમારી આજુબાજુની અનુકૂળ પરિસ્થિતી અને જીવનના વરદાનને ઓળખો. તમને જીવનમાં પ્રગતિ કરવાની ઘણી તકો મળી રહી છે. તેમને જવા ન દો. તમારી ક્ષમતા અને તમારા માટે કાર્ય પર વિશ્વાસ કરો. તમારા અસ્તિત્વને ઓળખો.

કર્ક – The Moon

આજે તમારી રચનાત્મકતાને નવી દિશા આપવાનો દિવસ છે. તેનાથી તમારા માટે નવી તકો ઊભી થશે. આજે તમને ગમતી હોય તેવી સર્જનાત્મક પ્રવૃત્તિ કરો. જેમકે લેખન, ચિત્રકામ, નૃત્ય, રસોઈ વગેરે. તેનાથી મનમાં સંતોષ અને પ્રસન્નતાની લાગણી વધશે. આ યોગ્ય વ્યક્તિને દાન કરો.

સિંહ – Justice

આજનાં દિવસે તમારે કેટલાક નવા કાર્ય માટે અને નવા ફેરફારો માટે તૈયાર રહેવું પડશે. કંઈક અણધાર્યું થઈ શકે છે. તમને કેટલાક પડકારોનો સામનો પણ કરવો પડી શકે છે. તમારા માટે સારી બાબત એ છે કે આ પડકારોનો સામનો કરવામાં પરીવાર કે મિત્રો મદદ કરી શકે છે. આ દિવસ તમને ઘણું બધુ શીખવાડશે.

કન્યા – The Star

આજના દિવસે ગુસ્સો કરવાથી તમને નુકસાન થઈ શકે છે. તમને કેટલાક લોકોની વાત ખરાબ લાગશે અથવા કેટલાક લોકો તમારી વાતનો ખોટો અર્થ કાઢી શકે છે. તમારે અહંકારને દૂર કરી કામ કરવાની જરૂર છે. શક્ય છે કે તમારો ઝઘડો કોઈ સાથે થઈ જાય.

તુલા – Six of Pentacles

આજે તમારા દિલ અને દિમાગમાં વચ્ચે ઘર્ષણ થઈ શકે છે. કેટલીક બાબતોમાં તમે થોડી મૂંઝવણમાં મુકાઈ શકો છો. તમને આવક વધારવાની તક મળી શકે છે. જેઓ બેરોજગાર છે તેમને નોકરીની સારી ઓફર મળી શકે છે. નોકરી બદલવા માંગતા લોકો માટે પણ સમય અનુકૂળ રહેશે.

વૃશ્ચિક – Four of Swords

સમયનો સારો ઉપયોગ કરવા માટેનો આજનો દિવસ છે. તમને લાગશે કે કેટલીક વસ્તુઓ તમને વિચલિત કરી રહી છે. આજે તમે તમારા સ્વાસ્થ્યની સાથે સાથે વ્યવસાયિક જીવન પર પણ સંપૂર્ણ ધ્યાન આપવાનો પ્રયાસ કરી શકો છો. વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું.

ધન – Queen of Coins

આર્થિક બાબતોના નિર્ણય કરવા માટે આજનો દિવસ ખાસ બની શકે છે. લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને તમે તમારા કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત રહેશો. અંગત જીવનમાં પણ તમને જીવનસાથી સાથે ખુશીની ક્ષણો માણવાની તક મળી શકે છે.

મકર – Knight of Wands

આજે તમારી યોજનાને કુશળતાથી પાર પાડવા માટેનો દિવસ છે. આ માટે તમને ઘણી પ્રશંસા મળી શકે છે. તમને અચાનક એવા સમાચાર મળી શકે છે જે તમારો દિવસ સફળ બનાવી દેશે. જો તમે કોઈપણ પ્રકારના પૂર્વગ્રહોથી ઘેરાયા વિના કોઈ કાર્ય કરશો તો તમને સારા પરિણામો મળશે. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે.

કુંભ – Ace of Cups

આજે તમારી જવાબદારી પ્રત્યે સમર્પણ બતાવવાનો દિવસ છે. તો જ તમને લાભ થશે. તમારી વાતો અને શૈલીમાં સ્પષ્ટ રહો. આજે કોઈપણ પ્રકારની મુંજવણમાં રહેવાનો દિવસ નથી. આજે કોઈ સંબંધ કે કોઈ બાબતમાં તમને નિરાશા મળવાના સંકેતો મળી રહ્યા છે. પરંતુ તેને તમારા પર હાવિ થવા ન દો.

મીન – The Tower

આજનો દિવસ તમારા માટે વ્યસ્તતા સાથે આવ્યો છે. આજે તમે ભવિષ્ય માટેની યોજનાઓ ઘડી શકો છો. લોકો તમને સાંભળશે, તમને સમજી શકશે અને તમારા વિચારોની પ્રશંસા કરશે. આજે કેટલીક વાતો તમને પરેશાન કરી શકે છે. તેનાથી બચવા ભૂતકાળને ભુલી વર્તમાન વિશે વિચારો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/tarot-card-rashifal-10-05-20201/

Post a comment

0 Comments