Subscribe Us

Header Ads

આજની પોઝિટિવ સ્ટોરી: આયુર્વેદની મદદથી 213માંથી 203 કોરોના પોઝિટિવ દર્દીને નેગેટિવ કર્યા, મહેન્દ્રસિંહ સરવૈયાએ આયુર્વેદની મદદથી કરી આ કમાલ

31 વર્ષના આયુર્વેદ વૈદ્યરાજે આગ્રહપૂર્વક અમદાવાદ પોસ્ટિંગ માગ્યુઃં આયુર્વેદની મદદથી 213માંથી 203 કોરોના પોઝિટિવ દર્દીને નેગેટિવ કર્યાઃ વાત મહેન્દ્રસિંહ સરવૈયાએ આયુર્વેદની મદદથી કરેલી કમાલની..

આલેખનઃ રમેશ તન્ના

31 વર્ષના મહેન્દ્રસિંહ નવરાજસિંહ સરવૈયા તળાજાના કલાલમાં આયુર્વેદ મેડિકલ ઓફિસર છે. અમદાવાદમાં કોરોના વાયરસનો કેર વધતો હતો ત્યારે તેમણે સામેથી અમદાવાદ પોસ્ટિંગ માગ્યું. બીજો કોઈ હોય તો પોતાની સલામતી ઈચ્છીને અમદાવાદથી આઘો રહે, આ ભાઈ સામેથી અમદાવાદ આવ્યા. માંડ માંડ માનસિક કાઉન્સિલર તરીકે અમદાવાદની સમરસ હોસ્ટેલમાં ઊભી કરાયેલી હોસ્પિટલમાં પ્રવેશ મળ્યો.

image source

તેમને શ્રદ્ધા હતી કે આયુર્વેદ પાસે કોરોના પોઝિટિવને નેગેટિવમાં ફેરવવાની શક્તિ છે, છે અને છે જ. તેમણે દર્દીઓ સાથે સંવાદ અને ચર્ચા શરૂ કરી. તેમણે જોયું કે શરદી-તાવ-ઉઘરસ અને કોરોનાથી પીડાતા દર્દીને જમવાનું ઓછું આપવું જોઈએ અને અમુક વાનગી તો ના જ આપવી જોઈએ. તેમણે ત્રણ-ત્રણ વખત ગરમ પાણી આપવાનો પ્રારંભ કર્યો. એ પછી આયુષ મંત્રાલયના માર્ગદર્શિકા સાથે પોતાનો અનુભવ ભેળવ્યો. ટેબલેટ, ઉકાળો વગેરે આપવા લાગ્યા.

image source

માત્ર સાત દિવસમાં ચમત્કાર થયો અને 213માંથી 203 દર્દી પોઝિટિવમાંથી નેગેટિવ થયા. ગુજરાતનાં આરોગ્ય સચિવ જંયતિ રવિએ પણ મીડિયા બ્રિફિંગમાં તેનો ઉલ્લેખ કરેલો. વૈદ્યરાજ સરવૈયા કહે છે કે (વધારે પડતો) ડર, (બીમારી મટવા ના દે તેવો) ડાયટ, (અસરકારક ના બનતી) ડ્રગ્સને કારણે જ કોરોનામાં (મોટી સંખ્યામાં) ડેથ થઈ રહ્યાં છે. આ ચાર ડી એકબીજા સાથે સંકળાયેલા છે. તેઓ આયુર્વેદની શક્તિની, શાસ્ત્રોમાં આ પ્રકારના રોગના ઉલ્લેખોની અને તેના ઈલાજની વિગતવાર વાત કરતાં કહે છે કે જો કેરલ આયુર્વેદની મદદથી કોરોનાને રોકી શકતું હોય તો ગુજરાતે શા માટે એમ ના કરવું જોઈએ.

image source

તેઓ તો વિશ્વાસ સાથે એમ પણ કહે છે કે જો આયુર્વેદવાળાઓને કોરોનાની ગંભીર સ્થિતિવાળા દર્દીઓ અપાય તો આયુર્વેદની શક્તિનો અંદાજ આવી શકે. 213માંથી 203 પોઝિટિવ દર્દીને નેગેટિવ બનાવનારા સરવૈયા સાહેબ કહે છે કે આ તો આયુર્વેદની પાંચ ટકા શક્તિ પણ સાબિત નથી થઈ.

તેઓ કહે છે કે લોકોએ કોરોના પોઝિટિવથી બચવા માટે આયુર્વેદનો મહત્તમ ઉપયોગ કરવા જેવો છે. જો નિયમિત રીતે આયુર્વેદનો ઉપયોગ કરાશે તો લોકો કોરોના પોઝિટિવથી ઓકસો ટકા બચી જશે..

(તેમનો સંપર્ક નંબર 9824871648 છે.)

(તળાજા પોલીસને ઉકાળો બનાવવા માટેની પડીકીનું વિતરણ કરતા મહેન્દ્રસિંહ સરવૈયા)

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/aaj-ni-positive-story/

Post a comment

0 Comments