Subscribe Us

Header Ads

જાણો મધર્સ ડેની શરૂઆત ક્યારે કેવી રીતે થઇ..

મધર્સ ડે 10 મે ના રોજ એટલે કે આજે છે તો, જાણો મધર્સ ડે ની ક્યારે અને કેવી રીતે શરૂઆત થઈ

મધર્સ ડે એ પરિવારની માતા તેમ જ માતૃત્વ, માતૃત્વનું જોડાણ (બોન્ડિંગ) અને સમાજમાં માતાઓના પ્રભાવને માન આપતો ઉજવણીનો એક દિવસછે. તે વિશ્વના ઘણા ભાગોમાં વિવિધ દિવસોમાં ઉજવવામાં આવે છે, મોટે ભાગે માર્ચ અથવા મે મહિનામાં આ દિવસ ઉજવવામાં આવતો હોય છે.

image source

દર વર્ષની જેમ આ વર્ષે પણ મધર્સ ડે મે ના બીજા રવિવારે છે, એટલે કે 10 મે ના રોજ તેની ઉજવણી કરવામાં આવશે. ઘણા લોકો કહેશે કે આ મધર્સ ડે તો પશ્ચિમી રિવાજ છે પણ શું માનું ગૌરવ કરવા માટે આપણને દેશ-ભાષા અને સંસ્કૃતિના બંધનો નડી શકે ખરા! આવો તપાસીએ મધર્સ ડે નો ઈતિહાસ..

‘મધર્સ ડે’ નો ઈતિહાસ

image source

ઈતિહાસની તવારીખ તપાસીએ તો આન્ના મારીયા રેવીસ જાર્વીસ નામની અમેરીકન મહિલાએ સૌપ્રથમ ઈ.સ. 1850 માં મધર્સ વર્ક ક્લબ ની સ્થાપના કરી હતી જેનુ મુખ્ય ધ્યેય તે વિસ્તારના ગરીબ લોકોને સહાય કરવાનું અને લોકોને સ્વચ્છતા પ્રત્યે સભાન કરવાનું હતુ. એ સમયે અચાનક ફાટી નીકળેલા યુધ્ધમાં આન્ના અને તેના સહયોગીઓએ ઘાયલ સૈનિકોને મદદ કરી અને સારવાર અપાવી. આ નૂતન કાર્ય તેમણે દેશ કે સીમાડા ધ્યાનમાં લીધા વગર યુધ્ધમાં ઘાયલ તમામ સૈનિકોને સમાન ગણી ને કર્યુ અને માનવતાની મિસાલ કાયમ કરી..!

image source

શાંતિ અને માનવતાનો આ સંદેશ તેમણે યુધ્ધ પૂરુ થયા પછી પણ જીવનપર્યંત જાળવી રાખ્યો. આન્ના મારીયાનું 12 મે 1907ના અવસાન થયુ એ પછી તેની જ પુત્રી અન્ના જાર્વીસે પોતાની માતા અને તેના સત્કર્મોને જીવંત રાખતા વિશ્વભરની માતાઓને આ દિવસે વર્ષમાં એક વખત ગૌરવ અપાવવા રુપે મધર્સ ડે ઉજવવાનું એલાન કર્યુ. શરુઆતમાં માત્ર થોડા ગામ સુધી સીમિત રહેલ આ ઉજવણી થોડા સમયમાં રાસ્ટ્રપતિ વુડ્રો વિલ્સને મે માસ ના બીજા રવિવારને ‘મધર્સ ડે ‘ તરીકે ઉજવવાનું અને તે દિવસે રાષ્ટ્રીય અવકાશ(રજા)નું એલાન કરતા રાષ્ટ્રીય તહેવાર સમાન બની ગયુ.

ભારતમાં મહારાષ્ટ્ર માં પાઠારે પ્રભુ સમાજ દ્વારા માતાનું મહિમા ગાન કરતો એક માતૃત્વ દિવસ ચોક્કસ ઉજવાય છે પણ તેની પાછળનો ઉદ્દેશ્ય મોર્ડન મધર્સ ડે થી થોડો જૂદો છે. આથી ભારતના લોકો પણ આજના ડીજીટલ યુગ માં અમેરીકાને અનુસરી મધર્સ ડે દર વર્ષે મે માસના બીજા રવિવાર ના રોજ ઉજવે છે.

‘મધર્સ ડે’ પર શું કરવું જોઈએ

image source

લોકડાઉનને કારણે લોકો તેમના ઘરોમાં જ બંધ છે. આવી સ્થિતિમાં, લોકો પાસે આ દિવસને યાદગાર બનાવવા માટે પૂરતો સમય પણ છે. મધર્સ ડે પર તમે તમારી માતા સાથે અદ્ભુત અને અમૂલ્ય એવી ઘણી કિંમતી ક્ષણ પસાર કરી શકો છો. તેમના કામમાં તમે તેમને મદદ કરી શકો છો. જો તમે ઇચ્છો તો તમે તમારી માતા માટે ઘરે હોમ મેડ કેક પણ બનાવી શકો છો. ઉપરાંત, તમે ઘરે માતાને તમારા હાથથી શુભેચ્છા કાર્ડ બનાવીને આશ્ચર્યચકિત પણ કરી શકો છો. તમે તમારી માતાને ટેક્સ્ટ કરીને, કોલિંગ કરીને, વિડીયો કોલિંગ દ્વારા તેમનું અભિવાદન કરી શકો છો.

કેટલાક મમળાવવા લાયક અવતરણો:-

“ શિશુનો જન્મ એ માતાનો પણ પુનઃજન્મ છે કારણકે આ પહેલા તે માત્ર ‘સ્ત્રી ‘હતી…! ‘માતા’ એ તેનો અત્યંત નાવીન્યપૂર્ણ અવતાર છે.” – રજનીશજી ‘ ઓશો ‘

image source

“ જગત માં માત્ર એક જ બાળક સૌથી સુંદર છે અને દરેક માતા પાસે તે છે. …!” – એક ચીની કહેવત

જ્યારે એક રોટલી ના ચાર ટૂક્ડા હોય અને ખાવા વાળા પાંચ હોય ત્યારે જે સૌથી પહેલા બોલે કે મને ભૂખ નથી તે વ્યક્તિ એટલે મા …! – ટેનેવા જોર્ડન

“ હાલરડુ એ એક એવી પ્રક્રિયા છે કે જે માતાને મનુષ્ય થી સંત નો દરજ્જો આપે છે. “ -જેમ્સ ફેંટન

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/mothers-day/

Post a comment

0 Comments