Subscribe Us

Header Ads

શું તમે જાણો છો કોરોનાના દર્દીઓ જ્યારે વેન્ટીલેટર પરથી બહાર આવે છે ત્યારે કેવી થાય છે હાલત?

ચીનના વુહાન શહેર માંથી નીકળીને કોરોના વાયરસ સંક્રમણએ આખી દુનિયામાં આતંક મચાવી રહ્યો છે. ત્યારે જોવા જેવી વાત એ છે કે, હજી સુધી કોરોના વાયરસ સંક્રમણની કોઈ દવા કે પછી રસી અહિયાં સુધી કે કોઈ અસરદાર ટ્રીટમેન્ટ પણ શોધવામાં સફળ થયા નથી. જેના લીધે થઈને દુનિયાભરના ડોક્ટર્સ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓમાં જોવા મળતા લક્ષણો મુજબ સારવાર આપી રહ્યા છે.

image source

કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓમાં જોવા મળી આવતા લક્ષણોમાંથી એક લક્ષણ છે શ્વાસ લેવામાં તકલીફ પડવી. કોરોના વાયરસના આ લક્ષણના નિવારણના રૂપમાં ડોક્ટર્સ વેન્ટીલેટરનો ઉપયોગ કરે છે. વેન્ટીલેટર મેક મીકેનીકલ મશીન છે, જે દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોય તેવા દર્દીઓમાં ફેફસા ફુલાવવામાં મદદ કરવાનું કામ કરે છે.

કોરોના વાયરસ દર્દીના ફેફસા પર કેવી રીતે હુમલો કરે છે.?

image source

કોરોના વાયરસ, આપણા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે સૌપ્રથમ કોરોના વાયરસનો સામનો વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ સાથે થાય છે. મહત્તમ કેસોમાં વ્યક્તિની રોગ પ્રતિકારક આ કોરોના વાયરસને શરીરમાં પ્રવેશતાની સાથે જ તેનો નાશ કરીને આગળ વધતો અટકાવે છે, તેમ છતાં જયારે કોરોના વાયરસનું આક્રમણ ખુબ વધારે પ્રમાણમાં કરે છે ત્યારે શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારે આક્રમક થવું પડે છે.

image source

ફેફસામાં પ્રવેશી ગયેલ કોરોના વાયરસનો અંત કરવા માટે વધારે અકર્મક થવું શરીરના ફેફસા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જયારે શરીરની રોગ પ્રતિકારક શક્તિ ફેફસામાં પ્રવેશી ગયેલ કોરોના વાયરસનો અંત કરે છે ત્યારે ફેફસામાં નાના તંતુઓ જેવી ઓક્સિજન પૂરું પાડતી લાખોની સંખ્યામાં શ્વસન વાહિનીઓમાં સોજો આવી જાય છે. જેના લીધે શરીરમાં યોગ્ય પ્રમાણમાં ઓક્સીજન પહોચાડવામાં તકલીફ પડવા લાગે છે અને કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે છે.

વેન્ટીલેટર કેવી રીતે કાર્ય કરે છે.?

image source

કોરોના વાયરસથી સંક્રમિત દર્દીના ફેફસા નબળા થઈ જવાના કારણે ફેફસા આવી પરિસ્થિતિમાં વધારે હવા ભરી શકવા માટે સક્ષમ હોતા નથી એટલા માટે દર્દીના શરીરને વેન્ટીલેટર પર રાખીને શ્વાસ લેવામાં મદદ કરવામાં આવે છે. વેન્ટીલેટરને દર્દીના મોઢાં મારફતે ગળા સુધી લઈ જવામાં આવે છે અને વેન્ટીલેટર કુત્રિમ ફુગ્ગાની મદદથી બળપૂર્વક ફેફસાને ફુલાવવામાં આવે છે જેના કારણે દર્દીનું શરીર પોતાની જરૂરી ક્રિયાઓને યથાવત રીતે શરુ રાખી શકે. મોટાભાગે વેન્ટીલેટર કોમાની પરિસ્થિતિમાં પહોચી ગયેલ દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

image source

કેટલાક ડોક્ટર્સના મત મુજબ, દર્દીના ફેફસા આ રીતે કૃત્રિમ ફુગ્ગા દ્વારા હવા ભરાવવા માટે સક્ષમ હોતા નથી. જયારે આવું થયા છે ત્યારે ફેફસા પોતાની પ્રાકૃતિક સ્થિતી સ્થાપકતા ગુમાવી દે છે. એટલા માટે જયારે વેન્ટીલેટર દર્દી પરથી દુર કરવામાં આવે છે તો દર્દી તરત જ મૃત્યુ પામે છે. તેમ છતાં જે દર્દીઓના જીવ બચી જાય છે તેઓના ફેફસા પણ ખુબ જ નબળા પડી જાય છે. આ દર્દીઓના ફેફસા એટલા બધા નબળા થઈ જાય છે કે, રોજીંદી ક્રિયાઓ જેવી કે, બોલવું, ચાલવું, ખોરાક ઉતારવો, સ્નાન કરવું જેવા સામાન્ય કામ પણ આ દર્દીઓ કરી શકવા સક્ષમ હોતા નથી અને તેઓનું જીવન પથારીવશ બની જાય છે.

વેન્ટીલેટરનું ઉત્પાદનને તો પહોચી શકીશું પણ આ સમસ્યાને કેવી રીતે ઉકેલાશે.?

image source

આખી દુનિયામાં કોરોના વાયરસ સંક્રમણની મહામારી ચાલી રહી હોવાના કારણે દુનિયાની મોટાભાગની હોસ્પિટલમાં વેન્ટીલેટરની મોટા પ્રમાણમાં અછત જોવા મળી રહી હતી. જેના પરિણામ સ્વરૂપ ઓટો સેક્ટરની કેટલીક કંપનીઓએ મોટાપાયે વેન્ટીલેટરનું પ્રોડકશન શરુ કરી દીધું છે ત્યારે ડોક્ટર્સને હવે આ વાતનો ભય સતાવી રહ્યો છે કે, વેન્ટીલેટરની અછતને તો પહોચી શકીશું પણ વેન્ટીલેટર પર રાખવામાં આવેલ દર્દીઓનો મૃત્યુ દર કેવી રીતે ઘટશે. ઉપરાંત જે દર્દીઓના જીવ બચી જાય છે તેવા દર્દીઓના સ્નાયુઓમાં હમેશા માટે આવી જતી નબળાઈને કેવી રીતે દુર કરી શકાશે. આવો એક ખુબ જ મહત્વનો પ્રશ્ન બની ગયો છે પણ તેનો કોઈ ઉપાય હજી મળી શક્યો નથી.

source : vtvgujarati

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/ventilator/

Post a comment

0 Comments