Subscribe Us

Header Ads

ધોનીનો લોકડાઉન દરમિયાનનો આ નવો લુક સોશિયલ મીડિયા પર થઇ રહ્યો છે જોરદાર વાયરલ, જોઇ લો તમે પણ

ફાર્મ હાઉસ પર તેની લાડલી પુત્રી જીવા સાથે 38 વર્ષનો ધોની, તેની ઉંમર કરતા ઘણો મોટો દેખાઈ રહ્યો છે, જો કે અત્યારનો આ સમય આઈપીએલનો છે, પરંતુ કોરોના વાયરસ (Covid 19) રોગચાળાને લીધે, આ લીગ મુલતવી રાખવામાં આવી છે અને ક્રિકેટ ચાહકો કે જે ધોનીને મેચ રમતો જોવા માંગતા હતા તે અત્યારે થઈ શક્યું નહીં.

કોરોના વાયરસના રોગચાળાને કારણે, બધા ભારતીય ક્રિકેટર્સ હમણાં તેમના ઘરમાં જ બંધ છે અને ધોની પણ તે જ રીતે તેના પરિવાર સાથે પોતાનો સમય વિતાવી રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વર્લ્ડ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ તેમના રાંચીના ફોર્મ હાઉસમાં આનંદ લઇ રહ્યો છે. રવિવારે મહેન્દ્રસિંહ ધોની પોતાના ફોર્મ હાઉસમાં બુલેટ ચલાવતા જોવા મળ્યો હતો.

ખરેખર, ધોનીનો આ મનોહર વીડિયો કોઈ અન્ય એ નહીં પણ પત્ની સાક્ષી ધોની દ્વારા શેર કરવામાં આવ્યો છે. સાક્ષીએ તેના ઇન્સ્ટાગ્રામ પર ચાર વીડિયો શેર કર્યા છે જેમાં એમએસ ધોની ફાર્મ હાઉસમાં બુલેટ ચલાવતો જોવા મળે છે અને તેની પાછળ તેમની પુત્રી જીવા બેઠી છે. વીડિયોમાં ધોનીના ફાર્મ હાઉસનો ખૂબ જ સુંદર નજારો જોવા મળી રહ્યો છે. એમએસ ધોની તેની બુલેટ ચલાવી રહ્યો છે, ત્યારે તેના કૂતરા પણ વીડિયોમાં જોવા મળી રહ્યા છે.

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ધોની તેની પ્રિય પુત્રી જીવા સાથે ખૂબ આનંદપૂર્વક મોજ મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. પ્રથમ તો બંને રેસ લગાવે છે અને પછી ધોની બોલ ફેંકે છે જે તેનો કૂતરો ઉપાડેને લાવે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ધોની તેની પુત્રી જીવાને પેટ ડોગને કેવી રીતે ટ્રેનિંગ આપવી તે કહી રહ્યા છે.

ધોનીનો વાયરલ થયેલો વીડિયો તેના ફાર્મ હાઉસનો છે જે ખૂબ જ શાનદાર છે. આ દિવસોમાં ધોની અવારનવાર સોશિયલ મીડિયા પર તેના વીડિયો શેર કરે છે. ધોનીનું ફોર્મ હાઉસ સાત એકર વિસ્તારમાં ફેલાયેલું છે. અહીં ધોનીએ જીમ અને તેની તાલીમ માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરી છે. આપને જણાવી દઇએ કે ધોનીએ 2019 વનડે વર્લ્ડ કપ સેમિફાઇનલ પછી કોઈ મેચ રમી નથી. એટલે જ દરેક લોકો તેના મેદાન પર ઉતરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ધોની સોશિયલ મીડિયા પર બહુ સક્રિય રહેતો નથી. આવી સ્થિતિમાં, તેમના પ્રશંસકોને સરળતાથી તેમના અપડેટ્સ મળતા નથી. તેની પત્ની સાક્ષી ધોની સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ રહે છે અને તે ઘણીવાર ધોની અને જીવાના વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે. સાક્ષીની પોસ્ટ પરથી ચાહકો ધોની વિશે અપડેટ્સ મેળવતા રહે છે.

image source

આ વીડિયોમાં ધોની એક નવા જ લુકમાં જોવા મળી રહ્યો છે. તેના વાળ ઘણા ટૂંકા દેખાઈ રહ્યા છે, પરંતુ તેની દાઢી ઘણી વધારે લાંબી દેખાય છે. તેની દાઢીના તમામ વાળ સફેદ દેખાઈ રહ્યા છે અને 38 વર્ષીય ધોની તેની ઉંમર કરતા ઘણો મોટો દેખાઈ રહ્યો છે. હંમેશા ક્લીન શેવમાં જોવા મળતો ધોનીનો આ લુક લોકોને થોડો આઘાતજનક લાગે છે.

તમને એ પણ જણાવી દઈએ કે ધોની બાઇકનો ઘણો જૂનો ચાહક છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટનનું ગેરેજ એક્સઓટિક્સ, વિંટેજ મોટરસાયકલો અને કેટલીક સુપરબાઇક્સથી ભરેલું છે. ધોની હંમેશા મોટરસાયકલ ચલાવવાનો શોખીન રહ્યો છે. ઘણી વાર ક્રિકેટ મેદાન પર ધોની મેચ બાદ સાથી ક્રિકેટરોને સવારી આપતો જોવા મળ્યો છે. સમાચારો અનુસાર ધોની પાસે એકથી વધુ એક ચઢિયાતી લગભગ 100 થી વધુ શક્તિશાળી બાઇકો છે. આમાં તેમના ગેરેજમાં Kawasaki Ninja H2, Confederate Hellcat, BSA and a Norton Vintage bike જેવી આશ્ચર્યજનક બાઇક સામેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/ms-dhoni/

Post a comment

0 Comments