Subscribe Us

Header Ads

કોરોના વાયરસના મૃત્યુદર બાબતે કોઈ જ સ્પષ્ટતા થઈ શકી નથી, જાણો શું છે આ મૃત્યુ દરનું ગણિત

કોરોના વાયરસના મૃત્યુદર બાબતે કોઈ જ સ્પષ્ટતા થઈ શકી નથી – જાણો શું છે આ મૃત્યુ દરનું ગણિત, કોરોના વાયરસ બાબતે તમને ઘણી બધી માહિતી હશે પણ કદાચ આ બાબતોનો તમને જરા પણ ખ્યાલ નહીં હોય

image source

અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 2.92 લાખ સુધી પહોંચી ગઈ છે અને સંક્રમીતોની સંખ્યા 4.26 મિલિયન થઈ ગઈ છે. ચીનની બહાર કોરોના વાયરસના સૌથી મોટા હોટ-સ્પોટ, અમેરિકા, સ્પેન, ઇટાલી અને ફ્રાન્સ બન્યા છે. આ વાયરસથી મૃત્યુ પામનારાઓમાં વયસ્ક લોકોની સંખ્યા વધારે છે.

image source

પણ પ્રશ્ન એ ઉભો થાય છે કે કોરોનાથી સંક્રમિત થનારા લોકોમાં કેટલા લોકોનું મૃત્યુ થઈ રહ્યું છે. સંશોધનકર્તાઓનું માનવું છે કે કોરોના વયારસથી સંક્રમિત દરેક હજાર વ્યક્તિમાંથી 9 વ્યક્તિઓનું મૃત્યુ થવાની શંકા છે. પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ કોઈ વ્યક્તિનું મૃત્યુ થવા અથવા તેના બચી જવા બધું જ અલગ અલગ પરિબળો પર આધાર રાખે છે. આ પરિબળોમાં સંક્રમિત વ્યક્તીની ઉંમર, તેની જાતિ, તેનું સામાન્ય સ્વાસ્થ્ય અને તે જે દેશમાં રહે છે ત્યાંના સ્વાસ્થ્ય તંત્રનો સમાવેશ થાય છે.

મૃત્યુ દર કાઢવો કેટલો અઘરો છે ?

image source

કોરોના વાયરસના સંક્રમણ બાદ કેટલા લોકોનું મૃત્યુ થાય છે, તે શોધવું ઘણું મુશ્કેલ છે. તેવા કિસ્સામાં હંમેશા એવું થાય છે કે વાયરસથી સંક્રમિત થયેલા લોકોના વધારે મામલા સ્વાસ્થ્ય તંત્રની નજરથી દૂર રહે છે. કારણ કે સંક્રમિત થનારા લોકોમાં લક્ષણો ઘણા સામાન્ય હોય છે જેના કારણે તેઓ ડોક્ટર પાસે નથી જતાં. સમગ્ર વિશ્વમાં આ સમયે કોરોના વાયરસ સાથે જોડાયેલા મૃત્યુ દર અલગ અલગ દર્શાવવામાં આવી રહ્યા છે. પણ તેના માટે વાયરસનો અલગ અલગ પ્રકાર જવાબદાર નથી.

image source

એમ્પીરિયલ કોલેજના સંશોધન પ્રમાણે, કોરોના વાયરથી થતાં અલગ અલગ મૃત્યુદર એટલા માટે સામે આવ્યા છે કારણ કે અલગ-અલગ દેશોના સ્વાસ્થ્ય તંત્રોની સરળતાથી નજરમાં ન આવનારા મામલા વિષે જાણકારી મેળવવાની જે જવાબદારી છે તેને અલગ અલગ રીતે નિભાવવામાં આવે છે. તેવામાં સંક્રમિત થનારા બધા જ લોકોની ગણતરી થતી નથી, માટે તેના કારણે જે મૃત્યુ થાય છે, તે વાસ્તવિક મૃત્યુદર કરતાં વધારે હોય છે. કારણ કે મૃત્યુ દર કાઢવા માટે મરનારા લોકોની કુલ સંખ્યાને સંક્રમિત થનારા લોકોની કુલ સંખ્યા સાથે વિભાજિત કરવામાં આવે છે.

સંક્રમણના કારણે થતાં મૃત્યુ

image source

કોઈ વ્યક્તિના સંક્રમિત થયા બાદ તેના ઠીક થવા અથવા સંક્રમણના કારણે મૃત્યુ થવામાં સમય લાગે છે. જો તમે પણ બધા જ એવા મામલાને સામેલ કરો કે જેમાં લક્ષણો પણ જોવા નથી મળ્યા તો તમે મૃત્યુ દર ઓછો આંકશો કારણ કે તમારા અંદાજામાં મરનારાની તે સંખ્યા નહીં હોય જેમનું મૃત્યુ વાસ્તવમાં આ વાયરસના કારણે થયું હોય.

વૈજ્ઞાનિક આ બધા જ પ્રશ્નો સાથે જોડાયેલા પુરાવાઓને ભેગા કરીને મૃત્યુ દર કાઢવા માટે એક પ્રસાસ કરી રહ્યા છે. ઉદહારણ તરીકે, વૈજ્ઞાનિક એક ફ્લાઇટથી પોતાના દેશમાં પાછા ફરનાર લોકો પર નજર રાખીને તેમાંથી બીમાર પડનારા લોકોની સંખ્યાના આધાર પર દર કાઢી શકે છે.

image source

વૈજ્ઞાનિક એક નાનકડા સમૂહ, જેમ કે ફ્લાઈટથી પાછા આવનારા લોકોન સમૂહ પર ધ્યાન કેન્દ્રીત કરીને તેમાં હાજર વાયરસથી સંક્રમિત થનારા લોકોનો દર કાઢશે. પણ આ પ્રકારના પ્રયાસો દ્વારા મળતા પુરાવામાં જો સામાન્ય ફેરફાર પણ થશે તો કોરોના વાયરસ સાથે જોડાયેલા પરિદ્રશ્યને બદલવામાં મોટી ભૂમિકા ભજવે છે.

જો તમે માત્ર ચીનના ખૂબે પ્રાંતના આંકડા કાઢશો, જ્યાં મૃત્યુ દર ચીનના બાકીના વિસ્તારોની સંરખામણીએ ક્યાંય વધારે હતો, તો તમને કોરોના વાયરસનો મૃત્યુદર ખૂબ જ વિનાશક લાગશે. તેવામાં વૈજ્ઞાનિક મૃત્યુ દરના મામલામાં સંભવિત આંકડાઓ આપે છે. પણ તેનાથી આખી વાત સ્પષ્ટ નથી થતી કારણ કે અહીં એક પણ મુખ્ય મૃત્યુ દર નથી.

સામાન્ય માણસને કેટલું જોખમ હોઈ શકે છે ?

image source

કોરોના વાયરસના કારણે વૃદ્ધો, પહેલેથી જ બીમાર લોકો તેમજ પુરુષોને મૃત્યુનું જોખમ વધારે છે. ચીનના 44000 કેસીસના પ્રથમ વિશ્લેષણ વખતે સામે આવ્યું છે કે કોરોના વાયરસથી વડીલો એટલે કે વૃદ્ધોનો મૃત્યુ દર મધ્યમ ઉંમરના લોકોની સરખામણીએ દસ ગણો વધારે હતો.

30 વર્ષથી ઓછી ઉંમરના લોકોના કોરોના વાયરસથી મૃત્યુ પામવાનો દર સૌથી ઓછો હતો. આવા 4500 કેસમાં માત્ર 8 જ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. તો બીજી બાજુ પુરુષોનો મૃત્યુદર મહિલાઓની સરખામણીએ વધારે હતો. આ બધા જ પરિબળો એકબીજા સાથે મળીને કામ કરે છે. અને દરેક ભૌગોલિક ક્ષેત્રમાં દરેક પ્રકારની વ્યક્તિને કેટલું જોખમ છે, તે બાબતે હજું પણ ચોક્કસ જાણકારી મેળવી શકાઈ નથી.

Source : Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/mrutyudar-babateaa/

Post a comment

0 Comments