Subscribe Us

Header Ads

જોઇ લો તસવીરોમાં મામી એશ કરતા ભાણી નવ્યા કેટલી છે સ્ટાઇલિશ…

મામી કરતા ઓછી નથી તેમની ભાણી.:

image source

બોલીવુડની સૌથી ખુબસુરત અભિનેત્રીઓ માંથી એક ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) કેટલી ફેશનેબલ અને સ્ટાઈલીશ છે એ વાત આપણે બધા જાણીએ છીએ. પરંતુ શું આપ જાણો છો કે, ઐશ્વર્યા રાય બચ્ચનની ભાણી એટલે કે નવ્યા નવેલી નંદા (Navya Naveli Nanda) એમનાથી પણ એક ડગ આગળ છે. જી હા, શ્વેતા બચ્ચન નંદાની દીકરી નવ્યા તાજેતરમાં જ ન્યુયોર્કની એક કોલેજ માંથી ગ્રેજ્યુએટ પુર્ણ કર્યું છે. એક બાજુ જયારે આખું બચ્ચન પરિવાર તેની આ ખુશીનો ઉત્સવ મનાવી રહ્યા હતા ત્યારે અમારી નજર નવ્યા નવેલી નંદાની ફેશન સેંસ પર પડી, જે ખરેખરમાં તેમની જેમ જ અત્યંત ખુબસુરત છે.

માતા પાસેથી વારસામાં મળી છે ફેશન.:

image source

આ વાતમાં કોઈ શક નથી કે, નવ્યા નવેલી નંદાને ફેશન પોતાની માતા શ્વેતા બચ્ચન નંદા પાસેથી વારસામાં મળી છે. નવ્યા નવેલી નંદાએ જયારે જયારે પણ કોઈ ફંકશન કે પછી લગ્ન સમારોહમાં પોતાની હાજરી નોંધાવી છે, ત્યારે ત્યારે તેમની શાનદાર સ્ટાઈલ અને ફેશન સેંસએ ક્યારેય પણ આપણને નિરાશ નથી કર્યા. આવામાં આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ નવ્યા નવેલી નંદાના કેટલાક સ્ટાઈલીશ લુક્સ…

એમરલ્ડ ગ્રીન સિક્વન્સ સાડી.:

image source

આકાશ અંબાણી અને શ્લોકા મહેતા અંબાણીની સગાઈમાં પ્રસિદ્ધ ડિઝાઈનર અબુ જાની સંદીપ ખોસલા દ્વારા ડીઝાઇન કરવામાં આવેલ એમરલ્ડ ગ્રીન સિક્વન્સ સાડી પહેરીને નવ્યા નવેલી નંદાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. એમરલ્ડ ગ્રીન સાડીની સાથે સટલ મેકઅપની સાથે મેચિંગ ગોલ્ડન જ્વેલરીની સાથે નવ્યા નવેલી નંદાનો આ લુક એકદમ પરફેક્ટ જોવા મળી રહ્યો હતો.

મિડનાઈટ બ્લુ વન શોલ્ડર ડ્રેસ.:

image source

સામાન્ય દિવસોમાં નવ્યા નવેલી નંદા મોટાભાગે પોતાની માતા શ્વેતા બચ્ચન નંદાની જેમ જ પેરેલર જીન્સ પહેરીને પોતાનો દિવસ વિતાવવાનું પસંદ કરે છે. જો કે, એનો મતલબ એવો બિલકુલ નથી કે, નવ્યા નવેલી નંદા ફેશન ટ્રેન્ડસને ફોલો નથી કરી રહી. મિડનાઈટ બ્લુ વન શોલ્ડર ડ્રેસ નવ્યા નવેલી નંદાની લેટેસ્ટ ફેશન ટ્રેન્ડસનો ભાગ છે.

વાઈટ એન્ડ રેડ કોમ્બો.:

image source

પ્રિન્ટેડ પેરેલલ પેંટ અને વાઈટ બ્રાલેટ ટોપની સાથે રેડ ડેનીમ શર્ટમાં નવ્યા નવેલી નંદાનો આ લુક દરેક વ્યક્તિના દિલ જીતી રહ્યું છે. નવ્યા નવેલી નંદાએ પોતાના લુકને ખુબ જ સિમ્પલ રાખ્યો છે જેમાં નવ્યા નવેલી નંદાની ખુબસુરતી જોતા જ ગમી જાય એમ છે.

વેસ્ટર્ન લુકમાં નહી, એથનિક લુકમાં પણ છે કમાલ.:

image source

નવ્યા નવેલી નંદા પોતાની મામી ઐશ્વર્યા રાય બચ્ચન ની જેમ આ વાત સારી રીતે જાણે છે કે પોતાના લુકમાં દેશી ટ્વિસ્ટ કેવી રીતે એડ કરવાનો છે. જી હા, વાઈટ લહેંગા નવ્યા નવેલી નંદાની સુંદરતામાં ચાર ચાંદ લગાવવાનું કામ ખુબ સારી રીતે કરી રહ્યા છે. આ વાઈટ લહેંગાની સાથે જ મીનીમલ મેકઅપની સાથે સ્મોકી આઈઝ અને ખુલ્લા વાળમાં નવ્યા નવેલી નંદાનો લુક કમ્પ્લીટ કરી રહ્યા છે.

source : onlyhindinewstoday

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/navya-naveli-nanda/

Post a comment

0 Comments