Subscribe Us

Header Ads

કોરોના સામેની લાંબી લડતમાં તમારી આ ટેવો તમને બચાવશે સંક્રમણથી, જાણો અને ઇગ્નોર કર્યા વગર કરો ફોલો

કોરોના સામેની લાંબી લડતમાં તમારી આ ટેવો તમને બચાવશે સંક્રમણથી.

બહારથી ઘરે આવ્યા બાદ આ બાબતનું રાખો ખાસ ધ્યાન નહીંતર જોખમમાં મુકશો આખા પરિવારનું જીવન

image source

આજે સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી તેની ચરમસીમા પર છે અને હજુ પણ કેટલી વધારે વણસશે તેનો કોઈ જ અંદાજો હાલ કરી શકાય તેમ નથી. બીજી બાજુ તેની કોઈ રસી કે દવા પણ શોધાઈ નથી જેથી કરીને આપણને એ સાંત્વના મળે કે કોરોનાની બિમારી નાબુદ થઈ જશે. પણ બધેથી એક જ સૂર સાંભળવા મળી રહ્યો છે અને તે એ છે કે લાંબા સમય સુધી આપણે કોરોના વયારસની બિમારી સાથે જ જીવવું પડશે.

image source

અને કેટલાક ચોક્કસ નિયમોનું પાલન કરીને આપણી જાતને બચાવી રાખવાની રહેશે. પછી તે શારીરિક સ્વચ્છતા હોય, સામાજીક સ્વચ્છતા હોય કે પછી સોશિયલ ડિસ્ટન્સીંગ હોય વિવિધ પ્રકારના સંક્રમણને અટકાવતા નિયમોનું પાલન આપણે કરવું પડશે. આપણી જ ભલાઈ ખાતર. અને તેને ધ્યાનમાં રાખીને અમે તમારા માટે કેટલીક ટીપ્સ લઈને આવ્યા છે.

image source

સામાન્ય રીતે તમે જ્યારે ઘરેથી કામ કરી રહ્યા હોવ ત્યારે તમારે બહાર જવાનું વધારે થતું નથી હોતું પણ ક્યારેક ક્યારેક તમારે બહાર જવાની જરૂર પડે જ છે. કરિયાણું ખરીદવા, દવા ખરીદવા, દૂધ ખરીદવા, પેટ્રોલ પુરાવવા વિગેરે, અને બીજી બાજુ દેશ માટે લોકડાઉનને વધારે સમય ચાલુ રાખવું પણ શક્ય નથી માટે થોડા સમયમાં તેને ખોલવામાં પણ આવશે અને ઉપર તમને જણાવ્યું તે પ્રમાણે સંક્રમણ હજુ પણ ફેલાવાનું ચાલુ છે તેવા સંજોગોમાં તમે જ્યારે બહાર જાઓ છો ત્યારે ઘરની બહારથી ઘરની અંદર તમારા વસ્ત્રોમાં, ખરીદેલી વસ્તુઓમાં, તમારા જૂતામાં તમારા શરીર પર વિવિધ પ્રકારના જર્મ્સ પણ તમારી સાથે આવે છે. તો તેને દૂર કરવા માટે તમે નીચે જણાવેલી ટીપ્સ ફોલો કરી શકો છો.

વ્યક્તિગત સ્વચ્છતા જાળવો

image source

જ્યારે પણ તમે બહારથી ઘરે પાછા આવો તો તમારા હાથને તમારી કોણી સુધીના ભાગને બરાબર સ્વચ્છ કરવાનું જરા પણ ન ભુલવું. તેના માટે તમે પાણી અને સાબુનો ઉપયોગ કરી શકો છો અને જો તે શક્ય ન હોય તો તમે આલ્કોહોલ બેઝ્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરી શકો છો. બને ત્યાં સુધી સાબુનો જ ઉપોયગ કરવો અને ઘરમાં પ્રવેશતાની સાથે જ કરવો.અને સાથે સાથે ઘરના અન્ય સભ્યો સાથે પણ તેમજ કરાવવાનો આગ્રહ રાખો. તેમજ બહારથી ઘરમાં પ્રવેશ્યા બાદ તમે જ્યાં સુધી હાથ ન ધુઓ ત્યાં સુધી તમારે ઘરની કોઈ વસ્તુઓ પણ અડવી જોઈએ નહીં.

image source

આ ઉપરાંત સામાન્ય સરફેસ જેમ કે લિફ્ટનું બટન, દરવાજાના હેન્ડલ વિગેરેને પણ બને ત્યાં સુધી અડવાનું ન રાખો. અને તેમ છતાં જો તમારે આવી વસ્તુઓને અડવી પડે તો તમારે યાદ રાખવાનું છે કે તમારે તમારા હાથને તમારા ચહેરા પર ન અડાડવો. અને તેમ કરતાં પહેલાં હાથ ધોઈ લેવા. બીજી વાત એ કે તમારે હંમેશા બહાર નીકળતી વખતે તમારી સાથે ટીશ્યુ પેપર રાખવા જોઈએ. જેથી કરીને તમે છીંક ખાઓ કે ઉધરસ ખાઓ તે વકતે તેનો ઉપયોગ કરી શકો અને તેને તરત કચરાપેટીમાં નાખી પણ શકો આ ઉપરાંત આ ટીશ્યુ પેપરથી તમે લીફ્ટનું બટન તેમજ દરવાજાનો હાથો વિગેરે અડી શકો છો.

ખાસ વસ્તુઓ માટે ચોક્કસ જગ્યા નક્કી કરો

image source

તમારું પર્સ, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ, ઘર, બાઈક, કારની ચાવીઓ, ખરીદી કરવા માટે વપરાતી થેલી વિગેરે માટે ચોક્કસ જગ્યા નક્કી કરી લેવી. આ વસ્તુઓને તમારે ઘરની બીજી વસ્તુઓ કરતા અલગ જ રાખવી જોઈએ. તેને તમારે અડવી નહીં કે ઘરના સભ્યોને અડવા પણ ન દેવી. જરૂર પડે ત્યારે જ તેને અડવાનું રાખો. જ્યારે પણ આ વસ્તુઓને અડો ત્યાર બાદ તમારા હાથ ચોક્કસ સાફ કરો. કરિયાણા, શાક, દવા વિગેરેના પેકેટને ફેંકવા માટે અલગ કચરાપેટી રાખો. તમે જે કાપડની થેલી ખરીદી માટે વાપરતા હોવ તેનો ઉપયોગ કર્યા બાદ દરેક વાર તેને ધોઈ લેવી.

સરફેસને આ રીતે કરો સ્વચ્છ

image source

બહારથી આવ્યા બાદ તમારા હાથ ધોઈ લીધા બાદ, બજારમાંથી લાવેલી બધી જ વસ્તુઓને ધોઈ લેવી. કરિયાણાના પેકેટ જો પ્લાસ્ટિકના હોય તો તેને ધોયા બાદ ઉપયોગ કરવો. શાકભાજી તેમજ ફ્રૂટને વહેતા પાણીમાં અથવા તો ખાવાના સોડાવાળા પાણીમાં ધોવાનું રાખો. તમારા પર્સ તેમજ વોલેટને ચોક્કસ જગ્યાએ જ મુકો પણ તે પહેલાં તેને વ્યવસ્થિત રીતે લુછી લો. ત્યાર બાદ ફરી તમારા હાથને સ્વચ્છ કરી લો.

આ રીતે વસ્તુઓને કરો જર્મ-ફ્રી

image source

બહારથી આવ્યા બાદ તમે તમારી ચાવીઓ, દરવાજાના હેન્ડલ, પર્સ વિગેરેને જર્મ ફ્રી કરી શકો છો. તેના માટે તમારે માઇલ્ડ લિક્વિડ ડીટર્જન્ટનું પાણી બનાવી લેવું. અને તેમાં એક ચોખ્ખો ગાભો ડુબાડીને તેને નીચોવીને તેનાથી આ વસ્તુઓ સાફ કરી લેવી. આ ઉપરાંત તમે તેને ડેટોલ, બ્લીચ કે પછી સોડાના પાણીથી પણ સાફ કરી શકો છો તેનાથી તેના પરના જર્મ્સ મરી જાય છે.

image source

તમારે આ બધી જ ટીપ્સને લાંબા સમય માટે તમારી ટેવમાં બદલી નાખવાની જરૂર છે. કારણ કે તેમ કરવાથી જ તમે વૈશ્વિક મહામારી એવા કોરોના વાયરસથી તમને ખુદને તેમજ તમારા પરિવારને બચાવી શકશો.

source : cleanipedia

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/precautions-to-take-after-coming-home-from-outside/

Post a comment

0 Comments