Subscribe Us

Header Ads

બોલિવૂડ અભિનેત્રીઓ ઘરે બેસીને બનાવે છે જાત-જાતના વિડીયો, જેમાં શિલ્પા શેટ્ટીનો વિડીયો તો જોવો જ રહ્યો

કોરોનાને કારણે સમગ્ર વિશ્વમાં ગભરાટ ફેલાયો છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો મરી પણ રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસ રોગચાળાને કારણે લોકડાઉનની જાહેરાત વધારીને 17 મે સુધી કરવામાં આવી છે. આ સ્થિતિમાં બોલિવૂડના ખ્યાતનામ લોકો પણ સામાન્ય લોકોની જેમ જ તેમના ઘરે કેદ છે. આ સમય દરમિયાન સેલેબ્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

તાપસી પન્નુ:-

image source

તાપસી પન્નુ એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે તેલુગુ, તમિલ અને હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. તેને ફિલ્મફેર એવોર્ડ મળેલો છે અને તે 2018 થી ફોર્બ્સ ઇન્ડિયાની સેલિબ્રિટી 100 ની સૂચિમાં સામેલ છે. તેનો જન્મ 1 ઓગસ્ટ 1987 (ઉંમર 32 વર્ષ) નવી દિલ્હીમાં થયો હતો.

તાપસીનો આ ફોટો એની મમ્મીને મોકલે છે તેણીની ડરી જાય છે કે તેને શૂટ કરવામાં આવે છે. આ એક ફાઇટ સિક્વન્સ માટે શૂટિંગ કરતી વખતે મેકઅપ દ્વારા બનાવવામાં આવ્યો હતો. ઘણી ફિલ્મોના શૂટિંગ વખતે મને આવો મેકઅપ કરવામાં આવે છે, તો હવે મને લાગે છે કે હવે હું જાતે આ એવો મેકઅપ કરી શકું છું. કાશ હું આવું ઘણા દાયકાઓ પહેલા જાણતી હોત તો, શાળા માટે વહેલી સવારે જાગવાનું અવગણી શકત. આ પોસ્ટને લાખો લાઇક્સ અને ઘણી કમેન્ટ્સ મળી છે. દિયા મિર્ઝા એ એક ઇમોજી મોકલ્યું છે. તો અન્ય એક યુઝર્સે લખ્યું છે મેમ તમને કોણે માર્યું..

સોનમ કપૂર:-

image source

સોનમ કપૂર આહુજા એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે. તે જાણીતા અભિનેતા અનિલ કપૂરની પુત્રી છે. તેનો જન્મ 9 જૂન 1985 માં મુંબઈના ચેમ્બુર ખાતે થયો હતો. તેણીને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે, અને 2012–2016 સુધીમાં, તે તેની આવક અને લોકપ્રિયતાના આધારે ફોર્બ્સ ઇન્ડિયાની સેલિબ્રિટી 100 ની સૂચિમાં સામેલ થઈ છે. તેની પ્રેમ રતન ધન પાયો, નીરજા, સંજુ, જોયા ફેક્ટર, પેડમેન, સાંવરિયા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

તાજેતરમાં જ સોનમ દ્વારા મુકાયેલી આ પોસ્ટના કેપશનમાં તેણે લખ્યું છે કે, સ્નેપશોટ્સ ઓફ ક્વોરન્ટાઇન. આ ફોટોઝમાં સોનમ અને આનંદ આહુજા આ લોકડાઉનના સમયનો ઉત્તમ ઉપયોગ કરી રહેલા જોવા મળે છે.

મલાઈકા અરોરા:-

image source

મલાઇકા અરોરા એક ભારતીય અભિનેત્રી, નૃત્યાંગના, મોડેલ, વીજે અને ટેલિવિઝન વ્યક્તિત્વ છે, જે હિન્દી સિનેમા દરમ્યાન તેના સર્વાંગી કામ માટે જાણીતી છે. તેનો જન્મ 23 ઓક્ટોમ્બર 1973 માં (ઉંમર 46 વર્ષ) મુંબઈ ના થાણે માં થયો હતો. તેણે 2008 માં ફિલ્મ નિર્માતા તરીકેની શરૂઆત કરી હતી, જેમાં પૂર્વ પતિ અરબાઝ ખાન સાથે દબંગ ફિલ્મ સિરીઝની રચના કરનારી અરબાઝ ખાન પ્રોડક્શન નામની કંપનીની સ્થાપના થઈ હતી. તેમનો હાલમાં એક પુત્ર અરહાન ખાન છે. તેમજ તે હમણાં અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં હોય એમ જાણવામાં મળ્યું છે.

મલાઈકા અરોરા તેની ફિટનેસને લઈને હંમેશા ચર્ચામાં હોય છે. તે હંમેશા તેના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહેતી હોય છે. તાજેતરમાં જ મુકેલી આ પોસ્ટ માં તે એક બિલાડી ના ફોટો સાથે છે. કેપ્સનમાં તે લખે છે કે હું વિચારું છું કે અમે જોડિયા છે. આગળ એવો પ્રશ્ન પણ કરે છે તમારી પાળેલી બિલાડી મને કેમ કોપી કરી રહી છે?

શિલ્પા શેટ્ટી:-

image source

શિલ્પા શેટ્ટી કુંદ્રા એક ભારતીય અભિનેત્રી, ઉદ્યોગપતિ અને ભૂતપૂર્વ મોડેલ છે. તેનો જન્મ 8 જૂન 1975માં (ઉંમર 44વર્ષ) મેંગ્લોર ખાતે થયો હતો. શિલ્પા શેટ્ટીએ બોક્સ ઓફિસ પર હીટ થ્રિલર બાઝીગર ફિલ્મ દ્વારા સ્ક્રીન ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેણે બે ફિલ્મફેર એવોર્ડ્સના નામાંકન મેળવ્યા હતા, જેમાં એક શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તરીકેનો સમાવેશ થાય છે. તેમજ જાણીતા ટીવી શો સુપર ડાન્સર, નચ બલિયે માં જજની ભૂમિકામાં જોવા મળી હતી. શિલ્પા અને રાજ કુંદ્રા ને બાળકો છે પુત્ર વિઆન અને પુત્રી સમિશા.

શિલ્પા શેટ્ટી હંમેશાથી તેના ડાન્સ, ફિટનેસ અને યોગા માટે ચર્ચામાં રહેલી છે. હમણાં તે આ લોકડાઉનના સમય પતિ અને બાળકો સાથે ખૂબ સરસ રીતે મોજ મસ્તીમાં સમય પસાર કરી રહી છે. તાજેતરમાં તેણે એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં તે આ સમયે સ્વચ્છતા વિશેના મહત્વ પર ધ્યાન દોરે છે. તેમજ કોઈપણ કાર્ય કરતા પહેલા સેનેટાઈઝરનો ઉપયોગ કરવા કહી રહી છે. વિડીયો માં શાકભાજી નો ઉપયોગ કર્યા પહેલા હાથ અને બાદમાં શાકભાજી ને સ્વચ્છ કરવામાં જણાવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/bollywood-abhinetrio/

Post a comment

0 Comments