Subscribe Us

Header Ads

કરિના સૈફથી કંટાળી ગઇ છે આ બાબતથી, કારણકે…

બોલીવૂડ સ્ટાર્સ સતત ગ્લેમરમાં જીવતા લોકો છે. સામાન્ય લોકોને તેમની હંમેશા તે જ બાજુ દેખાય છે. પણ તેઓ પણ મૂળે સામાન્ય માણસો જ હોય છે. જ્યાં સુધી સૌશિયલ મિડિયા અસ્તિત્વમાં નોહતું આવ્યું ત્યાં સુધી સ્ટાર્સની માત્ર એક જ બાજુ લોકોના જોવામાં આવતી અને આપણા જેવા સામાન્ય માણસોના મનમાં પણ તેમની એક એવા જ પ્રકારની છાપ બની જતી કે તેઓ ખાસ હોય છે, સ્પેશિયલ હોય છે. પણ હવે આપણને સમજાઈ ગયું છે કે તેઓ પણ પોતાના પ્રોફેશનલ જીવનને બાદ કરતાં એક સામાન્ય મનુષ્ય જ છે. તેમની પણ કેટલીક સાહજીક આદતો છે, તો કેટલીક કુઆદતો પણ છે.

image source

બોલીવૂડનું નવાબી કપલ એટલે કે કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન, આ બન્નેએ જ્યારે લગ્ન કર્યા ત્યારે સમગ્ર મિડિયામાં એક ગરમાવો ફેલાઈ ગયો હતો. અને તેમણે જે સાદાઈથી લગ્ન કર્યા, માત્ર થોડાંક જ લોકોની હાજરીમાં, તેના કારણે પણ તેઓ ઘણા ચર્ચામાં રહ્યા હતા. પણ આજે આ કપલ બોલીવૂડનું હોટ કપલ છે. તેઓ અવારનવાર સોશિયલ મિડિયા પર પોતાની તસ્વીરો શેર કરતા રહે છે. આ ઉપરાંત તે પોતાની બેસ્ટ ફ્રેન્ડ્સ સાથે પણ અવારનવાર જોવા મળે છે.

image source

થોડા સમય પહેલાં તેણીએ પોતાની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરા કે જે મલાઈકા અરોરાની નાની બહેન છે તેણી સાથેની એક એક્સરસાઇઝ કરતી વિડિયો શેર કરી હતી. જેમાં તે બન્ને હેવી વર્કાઉટ કરતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે અમૃતા અને કરીના ઘણા લાંબા સમયથી એકબીજાની ગાઢ બહેનપણીઓ છે. અને માટે જ કરીનાના ચેટ શો પર અમૃતાને પણ આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ચેટ શોમાં કરીનાએ અમૃતાને સૈફની એક ખરાબ આદત વિષે પણ જણાવ્યું હતું. અને તેણીએ તેવું પણ કહ્યું હતું કે સૈફની તે આદતથી તે સતત પરેશાન રહ્યા કરે છે.

image source

વાસ્તવમાં સૈફને ફૂટ મસાજ કરાવવું ખૂબ પસંદ છે. અને દુનિયામાં જ્યાં પણ જાય ત્યાં તે પગ લાંબા કરાવીને ફુટ મસાજ લેવાનો એક પણ મોકો ચૂકતો નથી. પછી તે પ્લેન હોય, હોટેલ હોય, એરપોર્ટ હોય કે કોઈ પણ સ્થળ હોય. અને સૈફની આ આદતથી જ કરીના હંમેશા પરેશાન રહ્યા કરે છે. જો કે કોઈ સરસ મજાનું ફૂટ મસાજ કરી આપે તો આખા દીવસનો થાક ઉતરી જાય તેમાં કોઈ જ શંકા નથી. એમાં સૈફનો પણ શું વાક કાઢી શકાય.

image source

આ ઉપરાંત અમૃતા સાથેની આ ચેટમાં કરીનાની સ્ટેપ ડોટર એટલે કે સૈફ અને અમૃતા સિંહની દીકરી નવોદીતા બોલીવૂડ સ્ટાર સારા અલિ ખાન વિષે પણ વાત થઈ હતી. જ્યારે કરીનાને એવું પુછવામાં આવ્યું કે તે સારાને ડેટીંગ બાબતે શું સલાહ આપશે ? ત્યારે તેણીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે ક્યારેય પોતાની પહેલી ફીલ્મના હીરોને ડેટ ન કરવું. જો કે તેણીએ એ પણ સ્પષ્ટતા કરી છે કે તેણીએ આ સલાહ એક મિત્ર તરીકે આપી છે.

image source

હાલ તો સમગ્ર દેશમાં કોરના વાયરસની મહામારીના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા 31મી મે સુધી લોકડાઉનને ત્રીજીવાર લંબાવવામાં આવ્યું છે જો કે આ લોકડાઉનમાં કેટલીક છૂટછાટો મળી શકે તેમ છે. અને આ લોકડાઉન દરમિયાન બોલીવૂડની ફીલ્મોના શૂટિંગ પણ અટકી પડ્યા છે અને સ્ટાર્સ પોતાના પ્રિયજનો સાથે ક્વોલોટી ટાઇમ સ્પેન્ટ કરતાં જોવા મળ્યા છે. પણ જેવું લોકડાઉન ખુલશે કે તરત જ બધા પોતાના કામે વળગી જશે. કરીના હવે પછી આમીર ખાન અભિનિત ફિલ્મ લાલ સિંઘ ચઢ્ઢામાં જોવા મળશે આ ઉપરાંત તે કરણ જોહરની મહાત્વાકાંક્ષી ફિલ્મ તખ્તમાં પણ મહત્ત્વની ભુમિકા કરતી જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/kareena-saif-2/

Post a comment

0 Comments