Subscribe Us

Header Ads

જાણો બોલિવૂડ સ્ટાર્સની આ જાણી-અજાણી વાતો, જેમાં કોઇ છે એકદમ ડરપોક, તો કોઇ છે એકદમ એક્ટિવ પર્સન

પ્રખ્યાત બોલીવૂડ સ્ટાર્સના 10 એકરારનામા બની શકે કે તેમાંના કેટલાકથી તમને આઘાત લાગે

બોલીવૂડ સ્ટાર્સ જે કંઈ પણ કરે છે તે બધું જ હંમેશા સ્પોટલાઇટમા આવી જાય છે. વાસ્તમાં તો તેઓ પોતાના અંગત જીવનની વિગતોને પણ લીક થતી બચાવી શકતા નથી. ઘણીવાર તેઓ પોતાની કેટલીક બાબતો ગુપ્ત રાખવા માગે છે તેમ છતાં તેઓ ક્યારેક નિખાલસ થઈને કેટલાક એકરાર કરી બેસતા હોય છે.

આજના આ લેખમાં અમે તમને દસ બોલીવૂડ હસ્તીઓના રહસ્યમય કન્ફેશન્સ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. આજનો આ લેખ વાંચીને તમને કેટલાકના કન્ફેશન્સ, ગંદા, અનકન્ફર્ટેબલ અથવા તો રસપ્રદ લાગશે પણ એટલું તો આપણે માનવું જ જોઈએ કે તેઓ પ્રામાણીક છે. અને કોઈ સ્ટાર્સને નીખાલસ થતો જોવો તે ખરેખર સામાન્ય વાત નથી. તો ચાલો જાણીએ તેમના કન્ફેશન્સ વિષે

1. કરીના કપૂર ખાન

image source

આપણો સામાન્ય ખ્યાલ એવો હોય છે કે સેલીબ્રીટીઝ ક્યારેય પોતાના કપડાં રીપીટ નથી કરતા પણ કરીનાએ જણાવ્યું છે કે તેણી પોતાના જીન્સને એક મહીના સુધી ધોતી નથી. તેણીએ એમ જણાવ્યું કે તેને પહેરેલા જીન્સને પ્લેનની મુસાફરીમાં ફરી પહેરવું કમ્ફર્ટેબલ રહે છે.

2. રનબીર કપૂર

image source

રનબીર કપૂરે એક વાર સ્વીકાર્યું હતું કે તેણે પ્રેમમાં દગો દીધો છે અને તેવું તેણે પોતાની અપરિપક્વતા, બિનઅનુભવીપણા અને અમુક સંજોગોમાં પોતાનો ફાયદો ઉઠાવવામાં આવતો હોવાનું લાગતા તેણે તેમ કર્યું હતું.

3. રીતીક રોશન

image source

રીતીક રોશન બોલીવૂડનો એકર ડીઝાયરેબલ મેન છે પણ હવે એ કંઈ રહસ્ય રહ્યું નથી કે બાળપણમાં તે બોલતા હકલાતો હતો. રીતીકની તેના બાળપણના મિત્રો મજાક ઉડાવતા હતા. તેણે જણાવ્યું હતું કે તેના હકલાવાના કારણે તેનું બાળપણ જાણે નરક બની ગયું હતું.

4. સોનમ કપૂર

image source

સોનમના બોડી શેપ વિષે કેટલીક ટીપ્પણીઓ કરવામાં આવી હતી ત્યારે તેણીએ નીખાલસ પણે પોતાની બોડી બિકીની માટે યોગ્ય નથી તેવું જણાવ્યું હતું જો કે પાછળથી તેણે બેવકૂફીયાં અને વિરે દી વેડિંગમાં બીકીની પહેરી હતી.

5. ગોવિંદા

image source

તેના લગ્નેત્તર સંબંધ વિષે જ્યારે તેને પુછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે કેટલીક બાબતો ગુપ્ત રહે તે જ યોગ્ય છે. આમ કહી તેણે પોતાના લગ્નેત્તર સંબંધ હતાં તે તો સ્વિકારી જ લીધું હતું.

6. આલિયા ભટ્ટ

image source

આલિયા ભટ્ટે જણાવ્યું હતું કે તેણીને અંધારાથી બીક લાગે છે અને તે લાઇટ ચાલુ રાખીને સુવે છે.

7. સિદ્ધાર્થ મલ્હોત્રા

image source

એક ઇન્ટર્વ્યૂમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે આલિયા ભટ્ટને કીસ કરવી એ વાસ્તમાં બોરીંગ હતું કારણ કે તે ખુબ જ ટેક્નિકલ હતું અમારે અમારા હોઠના એન્ગલ પર ખુબ ધ્યાન આપવું પડતું હતું. જો કે તેણે કહ્યું હતું કે તે દીપીકા પદુકોણને કીસ કરવાનું એન્જોય કરશે.

8. કલ્કી કોચલીન

image source

કલ્કી કોચલીને ખુલાસો કર્યો હતો કે તેણીનું પણ બાળપણમાં શારીરિક શોષણ થયું હતું અને તે ઘણા લાંબા સમય સુધી ચૂપ રહી હતી.

9. વિદ્યા બાલન

image source

વિદ્યા બાલને એક એવોર્ડ ફંક્શનમાં સ્વિકાર્યું હતું કે તેણે ખારમાં પોતાનું નવું ઘર લીધું ત્યારે રજીસ્ટર કરતી વખતે અધીકારીઓને લાંચ આપી હતી. તેણીએ એ પણ કહ્યું હતું કે તેણી તેમ ફરી ક્યારેય નહીં કરે.

10. ચિત્રાંગદા સિંઘ

image source

ચિત્રાંગદા સિંઘે કન્ફેસ કર્યું હતું કે તેણી જ્યારે દીલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેની શારીરિક છેડતી કરવામાં આવી હતી.

તો જાણી લીધું તમે કે તેઓ પણ આપણા જેટલા જ સામાન્ય છે !

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/bollywood-ane-temni-aadato/

Post a comment

0 Comments