Subscribe Us

Header Ads

લોકડાઉનમાં પ્રેમીને મળવા પ્રેમિકા દિલ્હીથી ગઇ બેગુસરાય, પણ મળ્યા પછી જે થયુ તે…

લોકડાઉન 2.0: પ્રેમીને મળવા માટે દિલ્હીથી બેગુસરાય પહોંચી પ્રેમિકા, વહીવટીતંત્રએ બંનેને કર્યા ક્વોરન્ટાઇન

સમગ્ર ભારતમાં લાગુ લોકડાઉનને કારણે, એક તરફ લગ્ન સમારોહને ગ્રહણ લાગ્યું છે તો, ત્યારે એકબીજા પર મરવા માટે પણ તૈયાર થયેલા પ્રેમીઓના પ્રેમ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વાત એમ છે કે નજીક રહેતા હોવા છતાં પ્રેમી યુગલોને એકબીજાથી દૂર રહેવાની ફરજ પડી રહી છે. બે જુદા જુદા સમુદાયના પ્રેમી યુગલની આ કહાનીમાં, પ્રેમિકા દિલ્હીથી આવી અને પ્રેમીને મળી હોવાને કારણે જિલ્લા પ્રશાસને બંનેને ક્વોરન્ટાઇન કરી દીધા છે. જ્યાં બંનેને એકબીજાની યાદમાં ઠંડા નિસાસા ભરવાની ફરજ પડી રહી છે.

image source

દિલ્હીથી આવી યુવતી

હકીકતમાં, બેગુસરાયના બખરી પોલીસ સ્ટેશન વિસ્તારના અકહામાં રહેતા સુમન યાદવને ગામના અન્ય સમુદાયની એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો અને ધીરે ધીરે બંનેનો પ્રેમ વધવા પણ લાગ્યો.

image source

પરિવારને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે યુવતીના પરિજનોએ યુવતીને તેમના સંબંધીને ત્યાં દિલ્હી મોકલી દીધી હતી. આ સમય દરમિયાન, યુવક પણ દિલ્હીની બાજુમાં હરિયાણામાં રહી મજૂર તરીકે કામ કરતો હતો, પરંતુ કોરોના વાયરસના લોકડાઉન પહેલા જ તે પાછો તેના ઘરે આવી ગયો હતો. કોરોનાની અટકાયત પછી, જ્યારે યુવતીના પરિવારજનોને દિલ્હીમાં કામ મળવાનું બંધ થઈ જતા, તેમને અનાજ પાણીની સમસ્યા આવી ગઈ હતી. કોઈક રીતે યોજના ઘડી આખું કુટુંબ જુગાડથી પાછા તેમના ગામ બેગુસરાય રહેવા આવી ગયું હતું.

image source

ફોન પર વાત કર્યા પછી એકબીજા સાથે મુલાકાત પણ કરી હતી. વાત કર્યા બાદ યુવતીએ તેના પ્રેમી સુમન યાદવને ફોન પર જ તેના આગમન વિશેની માહિતી આપી દીધી હતી. આ પછી, બંનેને એક તક મળતા જ તેઓ એક દિવસ એકબીજાને મળ્યા. આ પછી, યુવતીના પરિવારના સભ્યોએ સ્થાનિક વહીવટને જાણ કરી દીધી હતી. ત્યારબાદ વહીવટીતંત્રે પ્રેમી દંપતીને પકડીને તેમને બખરી સ્થિત આવેલી શાળામાં બનાવેલા ક્વોરેન્ટાઇન સેન્ટરમાં મૂકી દીધા. યુવક અને યુવતી બંનેનું કહેવું છે કે તેઓ બંને એકબીજા વિના જીવી શકતા નથી. આ બંને કોરોના વાયરસની સમાપ્ત થયા બાદ લગ્ન કરવાની વાત પણ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)



source https://www.jentilal.com/premine-malva-mate/

Post a comment

0 Comments