Subscribe Us

Header Ads

સિંઘમ સાથે પરણવા આ અભિનેત્રીએ કર્યો હતો આપધાતનો પ્રયાસ, પણ પછી લગ્ન પહેલા જ થઇ ગયુ બધુ ડામાડોળ

સિંઘમનું એક ખાસ ઇન્ટરવ્યૂ: આખરે કઈ અભિનેત્રીએ સિંઘમ માટે જીવ આપવાની કોશિશ કરી હતી, અને કેમ?

અજય દેવગને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 3 દાયકા દરમિયાન ઘણી બધી હિટ ફિલ્મો આપી છે. આજે એ સૌથી વધારે હિટ અભિનેતાઓમાંથી એક ગણાય છે. ફિલ્મમાં જેમની હાજરી જ ફિલ્મના હિટ થવાની ગેરંટી બની જાય એવા અભિનેતા છે અજય દેવગન.અત્યારે તો અજય દેવગન એકદમ ગંભીર સ્વભાવના બની ગયા છે પણ એક સમય એવો પણ હતો જ્યારે એ એકસાથે ત્રણ ત્રણ અભિનેત્રીઓને એકસાથે ડેટ કરી રહ્યા હતા.અને આ વાત એટલી બધી વધી ગઈ કે એક અભિનેત્રી સાથે એમનું મીડિયા પર યુદ્ધ શરૂ થઈ ગયું હતું.

image source

અને પછી આવ્યું ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી વિસ્ફોટક ઇન્ટરવ્યૂ માનું એક 90ના દશકામાં ફિલ્મોની સાથે સાથે અજય દેવગનના લવ અફેર પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા.ખાસ કરીને અજય દેવગન અને રવીના ટંડનની લવ સ્ટોરી બહુ જ કોન્ટ્રોવર્સીયલ રહી હતી.એટલે સુધી કે અજય દેવગને એક ઇન્ટરવ્યૂમાં રવીના ટંડનને જૂઠી અને બેવફા પણ કહી દીધું હતું.અજયે કહ્યું હતું કે ” જો દુનિયામાં રવીના ટંડન છેલ્લી અભિનેત્રી હશે તો પણ તે રવીના સાથે ફિલ્મોમાં કામ કરવા તૈયાર નહિ થાય.રવીના ટંડનનો અજય દેવગન પણ આરોપ હતો કે અજય દેવગન એમને ડેટ કરી રહ્યા હતા પણ કરિશ્મા કપૂર માટે એમને રવીના સાથે વિશ્વાસઘાત કર્યો હતો. એ સમયે અજય દેવગન બન્ને અભિનેત્રીઓ સાથે અલગ અલગ ફિલ્મમાં કામ કરી રહ્યા હતા.

image source

અજય દેવગને પણ પોતાના પર લગાવેલા આરોપોનો એક ઇન્ટરવ્યૂમાં જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે રવીનાને સારવારની જરૂર છે. જો હું મારી જાત પર ઉતરી આવીશ તો હું એટલા રહસ્ય ખોલીશ કે રવીના કોઈને મોઢું બતાવવા લાયક પણ નહીં રહે.રવીનાનું અફેર 1994ની સુપરહિટ ફિલ્મ દિલવાલેની શૂટિંગ દરમિયાન શરૂ થયું હતું. બંનેના અફેરના સમાચારની ખૂબ ચર્ચા થઈ હતી.પણ એ અફેર લાંબા સમય સુધી ન ટકી શક્યું.

image source

એ જ સમયે અજય અને કરિશ્મા કપૂરની ફિલ્મ જીગરનું શૂટિંગ ચાલી રહ્યું હતું. અને અજયે રવીનાને છોડીને કરિશ્માનો હાથ પકડી લીધો.કહેવામાં આવે છે કે અજયના આમ જતા રહેવાથી રવીના ડિપ્રેશનમાં જતી રહી હતી. એટલી હદ સુધી એ ડિપ્રેસ હતી કે એમને આપઘાત કરવાની કોશિશ પણ કરી હતી.રવીનાના કહેવા પ્રમાણે અજય દેવગન એમને ડેટ કરી રહ્યા હતા પણ કરિશ્મા કપૂર માટે અજયે રવીના સાથે વિશ્વાસઘાત કર્યો. રવીનાની વાત માનીએ તો અજયે ઘણી ફિલ્મોમાંથી રવીનાને કઢાવી હતી અને કરિશ્માએ રવીનાને રિપ્લેસ કરી હતી.અજય દેવગને રવીના ટંડન ના આક્ષેપો સાંભળ્યા પછી ફિલ્મફેર મેગેઝીનના જુલાઈ 1994 એડિશનમાં પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.

image source

અજયે આ ઇન્ટરવ્યૂ દરમીયામ એટલે સુધી કહી દીધું હતું કે રવીનાએ કોઈ સારા મનોચિકિત્સક પાસે જવું જોઈએ. અન્ય દેવગને સીધું જ કહી દીધું કે રવીનાને સારવારની જરૂર છે.ના એ મારી ક્યારેય મિત્ર હતી,ના મેં એને ક્યારેય કોઈ પ્રેમ કર્યો હતો. બધું જ એને જાતે જ ઈમેજીન કરી લીધું છે. અને હું મારા આ અપમાનને ક્યારેય નહીં ભૂલું. અજય દેવગનની વાત માનીએ તો રવીના એમની ફેમેલી ફ્રેન્ડ હતી એટલે એમને ઘરે આવવા પર કોઈ રોકી નહોતું શકતું. એ હંમેશા અજય સાથે વાત કરવાનો પ્રયત્ન કરતી હતી પણ અજયે ક્યારેય એની સાથે વાત નથી કરી.

image source

અજય દેવગને કહ્યું હતું કે રવીના ટંડન દ્વારા આપઘાત કરવાની કોશિશ ફક્ત પબ્લિસિટી માટે જ હતી. રવીના બસ થોડી લાઈમલાઈટ ઇચ્છતી હતી જે એમને મળી ગઈ. અજય દેવગને આગળ જણાવ્યું કે બધા જ જાણે છે કે રવીના જન્મથી જ જૂઠી છે. એટલે એના નાના નાના સ્ટેટમેન્ટ મને જરાય સેડ નથી કરતા. પણ આ વખતે એને હદ વટાવી દીધી છે.

image source

રવીનાની વાત સાંભળીએ તો અજયે રવીનાને ઘણી ફિલ્મોમાંથી કઢાવી છે. અને કરિશ્માએ રવીનાને રિપ્લેસ કરી છે. પણ અજય દેવગને એમના ઇન્ટરવ્યૂમાં ચોખ્ખું જ કહ્યું હતું કે એમને પ્રોડ્યુસરને હીરો બદલવા માટે કહ્યું હતું કારણ કે એ રવીના સાથે કામ નહોતા કરવા માંગતા.એ એમનું મોઢું જોવું પણ સહન નહોતા કરી શકતા. અજય દેવગને કહ્યું હતું કે જો દુનિયાની છેલ્લી હિરોઇન રવીના ટંડન હશે તો પણ એ એની સાથે કામ નહીં કરે.

image source

અજય દેવગને વધુ માં કહ્યું હતું કે રવીના પત્રો અંગે પણ જૂઠું બોલી રહી છે. રવીના અજયના નામ પર પોતાને જાતે જ પત્ર લખતી હતી. જો એનામાં હિંમત હોય તો એ પત્રો પબ્લિશ કરીને બતાવે. હું પણ એના ઇમજીનેશન ને વાંચવા માંગુ છું. અમારા પરિવાર એકબીજાને થોડા વર્ષોથી ઓળખતા હતા. એ અમારા ઘરે આવતી હતી. કારણકે એ મારી બહેનની ફ્રેન્ડ હતી. મેં એને ક્યારેય પ્રેમનું કોઈ વચન નથી આપ્યું. ફિલ્મો સિવાય મેં ક્યારેય રવીના ટંડન સાથે એક ફોટો પણ નથી પડાવ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/ajay-devgan/

Post a comment

0 Comments