Subscribe Us

Header Ads

શું તમે પણ આ પ્રકારની ગેરમાન્યતાઓ પર કરો છો વિશ્વાસ?

છોકરીઓને માસિક દરમિયાન મંદિરમાં ન જવું જોઇએ, સાંજના સમયે ઘરમાંથી બહાર કચરો ફેંકવો ન જોઇએ સહીતની અનેક પ્રકારની ગેરમાન્યતાઓ ફેલાયેલી હોય છે. પરંતુ ઘણા ઓછા લોકો આ પાછળના યોગ્ય તાર્કિક જવાબ જાણતા હોય છે.

image source

આપણે વૃક્ષોને પવિત્ર માની તેની પૂજા કરીએ છીએ પરંતુ રાતના સમયે પીપળાના ઝાડ નજીક ન જવાની વડીલો દ્ધારા સલાહ આપવામાં આવે છે. તેની પાછળનું કારણ એવું છે કે રાતના સમયે પીપળાનું વૃક્ષ ઓક્સિજન શોષે છે અને કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. જેને કારણે રાત્રે પીપળાના વૃક્ષ પાસે જવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. જેથી લોકો રાત્રે પીપળાના વૃક્ષ પાસે જવાની મનાઇ કરતા હોય છે.

image source

આપણામાં ઘણા લોકો ખરાબ નજરોથી બચવા માટે દુકાન, ઘર, વાહનો પર લિંબુ-મરચા લગાવતા હોય છે. આ પાછળ કોઇ અંધશ્રદ્ધાનું કારણ નથી પરંતુ વૈજ્ઞાનિક કારણ છે. હકીકતમાં લિંબુ-મરચામાં જે કોટન દોરો વપરાય છે તે લિંબુ અને મરચના એસેન્સને શોશે છે અને તેની સ્મેલથી જીવજંતુ અને જીવાત દૂર રહે છે જેથી જૂના જમાનામાં લોકો જીવાતને દૂર રાખવા માટે ઘોડાગાડી કે બળદગાડામાં લિંબુ મરચા બાંધતા હતા.

image source

ઘણા ઘરોમાં એવી માન્યતા છે કે સાંજના સમયે ઘરનો કચરો બહાર ફેંકવો જોઇએ નહી. વાસ્તવમાં અગાઉના સમયમાં લાઇટો ન હોવાના કારણે અંધારુ રહેતુ હતું જેથી કોઇ કામની વસ્તુ કચરા સાથે જતી ના રહે આ માટે આ પ્રકારનો નિયમ હતો.

પિરિયડ્સ દરમિયાન છોકરીઓએ મંદિરમાં જવું જોઇએ નહી ઉપરાંત આ સમય દરમિયાન ઘરની કોઇ વસ્તુને અડકવાથી પાપ લાગે છે. આ માન્યતાને કારણે મહિલાઓને માસિક દરમિયાન રસોડામાં આવા દેવાથી નથી અને મંદિરમાં પણ પ્રવેશ મળતો નથી પરંતુ આ નિયમ સતત ઘરકામમાં વ્યસ્ત રહેતી મહિલાઓને થોડો સમય આરામ દેવા માટે બનાવવામાં આવ્યો હતો.

image source

સ્મશાને ગયા પછી ઘરે આવીને સ્નાન કરવાની આપણે ત્યાં પરંપરા છે. જોકે, આ પાછળનું વૈજ્ઞાનિક કારણ છે કે કોઇ મૃતદેહને બાળવામાં આવે ત્યારે તેના શરીરમાંથી અનેક હાનિકારક જીવજંતુઓ નીકળે છે જે તમને નુકસાન પહોંચાડી શકે છે માટે સ્મશાનમાં ગયા બાદ સ્નાન કરવાની પરંપરા રહી છે.

સૂર્યાસ્ત પછી નખ કાપવાથી પાપ લાગે છે પરંતુ તેની પાછળ તથ્ય એ છે કે સૂર્યાસ્ત સમયે પહેલાના સમયમાં ઓછા પ્રકાશના કારણે હાથમાં લાગી જવાની શક્યતા વધુ રહેતી હતી આ માટે આ માન્યતા ચાલી આવે છે.

image source

જ્યારે પણ તમે કોઇ સારા કામ માટે બહાર નીકળો ત્યારે વડીલો તમને દહી ખાંડ ખવડાવે છે. આ પાછળ એવું કારણ છે કે દહીંની પ્રકૃત્તિ ઠંડી હોય છે જેથી તે શરીરના મગજ સહિતના ભાગને ઠંડા કરે છે. તેમજ ખાંડમાં કાર્બોહાઇડ્રેડ હોવાથી શરીરને જરૂરી ઉર્જા મળી રહે છે. જે બંને આ સફળતા માટે ખૂબ જરુરી છે.

ઘરના વડીલો હંમેશા તમને ગ્રહણમાં ઘરની બહાર ન નીકળવાની સલાહ આપે છે. કેમ કે પહેલાના સમયમાં એવા કોઈ સાધનો ન હોવાથી સૂર્યના નુકસાનકર્તા કિરણોથી આંખને બચાવવા માટે ગ્રહણ સમયને બહાર નીકળવાની વાતને ધર્મ સાથે જોડીને મનાઈ ફરમાવવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/andhshradhdha/

Post a comment

0 Comments