Subscribe Us

Header Ads

કરિશ્માથી લઇને બોલિવૂડની આ એક્ટ્રેર્સ છે સિંગલ મધર, શું તમને ખબર છે આ લિસ્ટમાં કોણ-કોણ છે?

Mother’s day 2020 Special: સિંગલ મધરની મિશાલ છે બૉલીવુડની આ કેટલીક જાણીતી અભિનેત્રીઓ

કહેવામાં આવે છે કે ઈશ્વર માંના રૂપમાં ખાસ આપણા માટે આ ધરતી પર ઉપસ્થિત હોય છે. આપણી વાતને સમજવાથી લઈને, અવ્યકત અને અજાણી સંવેદનાઓની સહભાગી બનવા માટે જ તેણે માં નું સર્જન કર્યું છે. કેટલીક બાબતોમાં જીવનના ઘણા ઉતાર ચઢાવનો એકલા સામનો કર્યા પછી પણ તે નબળી નહી પણ વધુ મજબૂતીથી ઉભી જ રહે છે. તેમના સંતાન માટે તે સદાય ખડે પગે હોય છે. દુનિયા માટે તે કોઈ પણ હોય, પણ બાળક માટે તે હમેશા મમતામયી અને દુનિયાથી લડવા તૈયાર રહે છે. અસલ જીવનમાં તેમજ કેટલાક ઉદાહરણ આપી અહીં કેટલાક ઉદાહરણ બતાવીએ. નાના અને મોટા પડદાની આપણી નાયિકાઓ જે પડદાના પાછળ એક સફળ માં પણ છે.

1. સુષ્મિતા સેન-

image source

પૂર્વ મિસ ઈંડિયા અને બ્રહ્માંડની સુંદરી બનેલી સુષ્મિતા સેન ભલે જ અપરિણીત હોય પણ તે ને દીકરીઓની સિંગલ મધર છે અને તેના અસલ જીવનનો આ રોલ તે બખૂબીથી નિભાવી રહે છે. સુષ્મિતાએ તેમની બન્ને દીકરીઓને ઘણા સમય પહેલા દત્તક લીધેલ છે. અને તેના માટે આ બન્ને દીકરીઓ જ તેની પ્રાથમિકતા છે.

2. કરિશ્મા કપૂર-

image source

કરિશ્મા કપૂર તેના સમયની ઉત્તમ અભિનેત્રીઓમાં સામેલ થાય છે. તેના લગ્ન બિઝનેસમેન સંજય કપૂર સાથે થયા હતા. પણ મતભેદના કારણે આ સંબંધ વધુ ટકી શક્યો નહિ. ડિવોર્સ પછીથી જ કરિશ્મા તેના બે બાળકો જેમાં એક દીકરી અને દીકરા છે, જેમની તે એકલી જવાબદાર પાલક છે અને તે તેને આ જવાબદારી યોગ્ય રીતે નિભાવી પણ રહી છે.

3. રવીના ટંડન-

image source

અનિલ થડાનીથી સાથે લગ્ન કર્યા પહેલા રવીનાએ બે દીકરીઓને દત્તક લીધી હતી. લગ્ન પછી તેમના બે બાળકો પણ છે. આ રીતે રવીના આજે 4 બાળકોની માતા છે અને ચારેયનો ઉછેર કરવા. તેને ફિલ્મોથી બ્રેક લઈ લીધું છે.

4. કોંકણા સેન-

image source

બૉલીવુડમાં એક સિંગલ મદરના રૂપમાં કોંકણા ખૂબ ચર્ચામાં રહી હતી. તેને ન માત્ર તેમની ગર્ભાવસ્થાને ખુશીથી જીવ્યું પણ રણવીર શૌરીથી અલગ થયા પછી કામથી બ્રેક લઈને તેણે બાળકના ઉછેરને જ પ્રથમ પ્રાથમિકતા આપી હતી.

5. અમૃતા સિંહ-

image source

સૈફ અલી ખાનની પૂર્વ પત્ની અમૃતા સિંહના બે બાળક છે અને સૈફથી જુદા થયા પછી તેને બન્ને બાળકોનો ઉછેર જાતે જ કર્યો હતો. તેના માટે તેને ફિલ્મોમાંથી બ્રેક લઈ લીધો હતો.

6. બબીતા-

image source

કરિશ્મા અને કરીના કપૂરની બેન બબીતા કપૂરએ પણ તેમની બન્ને દીકરીઓનો ઉછેર એકલા જ હાથે કર્યો હતો. તેના માટે તેમના કામથી પણ દૂરી બનાવી અને દીકરીઓને સારી પરવરિશ આપી.

7. પૂનમ ધીલ્લોન-

image source

પૂર્વ મિસ ઈંડિયા રહી અને તેના જમાનામાં બૉલીવુડની સુંદર અભિનેત્રીમાં સામેલ પૂનમ ઢિલ્લનએ ફિલ્મ નિર્માતા અશોક ઠકેરિયા સાથે લગ્ન કર્યા હતા. જેનાથી તેના બે બાળક છે. પતિ સાથે સંબંધ બગડતા, પછીથી તેણે એકલી એ જ તેમના બાળકોનો ઉછેર કર્યો હતો. જે વખાણ કરવા યોગ્ય છે. તેમજ તેની પુત્રી પલોમા ધિલ્લોન તેની કાર્બન કોપી છે એવું લોકો કહી રહ્યા છે.

8. નીના ગુપ્તા-

image source

બૉલીવુડમાં નીના ગુપ્તાની ઓળખ અભિનયના સિવાય એક સિંગલ મધરના રૂપમાં પણ થાય છે. તેને તેમની દીકરી મસાબાની સારી પરવરિશ કરી છે અને મસાબા ગુપ્તા એક જાણીતી ડિઝાઈનર પણ છે.

9. સારિકા-

image source

કમલ હાસનની પત્ની હોવા સિવાય સારિકાએ તેની દીકરીનો ઉછેર સિંગલ મધર તરીકે જ કર્યો હતો. તેને શ્રુતિની પરવરિશ એકલા જ કરી છે. અને તેના માટે કોઈ પણ રીતના સમજૂતીને તેણે ક્યારેય સ્વીકારી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/bollywood-single-mother/

Post a comment

0 Comments