Subscribe Us

Header Ads

ઋષિ કપૂરની પ્રાર્થના સભા: આલિયા ભટ્ટથી લઇને કરિશ્મા કપૂર સુધીના આ સેલેબ્સ રહ્યા હાજર, PHOTOS

ઋષિ કપૂરનું 13મું કરવામાં આવ્યું. – આખું એ કપૂર કુટુંબ થયું ભેગું – રણબીર સાથે આલીયા પણ આવી

image source

બોલીવૂડના દીગ્ગજ અભિનેતા ઋષિ કપૂરના મૃત્યુએ સમગ્ર દેશને આઘાતમાં મુકી દીધો હતો. ધીમે ધીમે લોકો તે આઘાતમાંથી બહાર આવી રહ્યા છે અને તેનો પરિવાર પણ મૃત્યુ બાદ તેની પાછળ કરવામાં આવતી દરેક હીન્દુ વિધિ અનુસરી રહ્યા છે. ગઈ કાલે ઋષિ કપૂરના મૃત્યુને 13 દિવસ થઈ ગયા હતા અને તેના 13માની વિધિ પણ કરવામાં આવી હતી. જેમાં આખુંએ કપૂર ખાનદાન આવ્યું હતું.

30મી એપ્રિલના રોજ ઋષિ કપૂરે મુંબઈની એચ એન રિલાયન્સ હોસ્પિટલમાં સવારે 8 વાગીને 45 મિનિટે અંતિમ શ્વાસ લીધો હતો. લોકડાઉનના કારણે ઋષિ કપૂરને હોસ્પિટલમાંથી જ સીધા જ મુંબઈના ચંદનવાડી સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યા હતા. અને તેમના કુટુંબ દ્વારા પણ ફેન્સને અપીલ કરવામાં આવી હતી કે તેમણે શોક વ્યક્ત કરવા ભેગુ ન થવું અને લોકડાઉનનું સંપુર્ણ પાલન કરવું. ત્યાર બાદ 4 મેના રોજ મુંબઈના બાળગંગામાં ઋષિ કપૂરની અસ્થિઓનું વિસર્જન તેમના દીકરાના હાથે કરવામાં આવ્યું હતું જ્યાં પણ ઘણા ઓછા લોકો હાજર રહ્યા હતા.

image source

હવે ગઈ કાલે 13મી મેના રોજ મંગળવાની બપોરે ઋષિ કપૂરના 13માના પ્રસંગે તેમની આત્માની શાંતિ માટે પૂજા કરવામાં આવી હતી. આ પૂજામાં સમગ્ર કપૂર પરિવારના સભ્યો તેમજ કેટલાક બોલીવૂડ કલાકારોએ પણ હાજરી આપી હતી.

લોકડાઉનના કારણે ઘણી ઓછી સંખ્યામાં લોકો આવી શક્યા

સમગ્ર દેશમાં હાલ લોકડાઉન ચાલુ જ હોવાથી ઋષિ કપૂરના મૃત્યુ સમયે તેમજ ગઈ કાલે જ્યારે તેમના 13માની પૂજા રાખવામાં આવી ત્યારે પણ વધારે સંખ્યામાં લોકો હાજરી આપી શક્યા નહોતા. આ પૂજામાં મોટાભાગે કપૂર પરિવારના જ લોકો આવ્યા હતા. જેમાં કરિશ્મા કપૂર, શ્વેતા બચ્ચન નંદા, તેની દીકરી નવ્યા નવેલી નંદા, ઋષી કપૂરની બહેનના દીકરા, અરમાન જૈન, આદર જૈન, અસીના જૈન, તેમજ તેમની બહેન રીમા જૈન, રણધીર કપૂર, બબીતા કપૂર, વિગેરેએ હાજીરી આપી હતી. તેઓ કપૂર હાઉસમાં પ્રવેશતા હોય તેવી એક વિડિયો તેમજ તસ્વીરો સોશિયલ મિડિયા પર હાલ વાયરલ થઈ રહી છે.

રનબીર ગર્લફ્રેન્ડ આલિયા સાથે આવ્યો હતો

રનબીર કપૂરની ખાસ મિત્ર એવી આલિયા ભટ્ટે આ દરમિયાન તેનો ખૂબ સાથ આપ્યો હતો. ઋષી કપૂરના 13મામાં પણ તેણી રનબીર સાથે તેની કારમાં આવી હતી. તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ રનબીર સાથે હોસ્પિટલમાં પણ હાજર હતી. તેમજ ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર વખતે તેમજ બાળગંગામાં જ્યારે તેમના અસ્થી પધરાવવામાં આવ્યા ત્યારે પણ આલિયા રનબીર સાથે એકધારી જોવા મળી હતી. આલિયાએ રનબીરની આ દુઃખદ પળોમાં ખૂબ સાથ આપ્યો છે.

દીકરી રીદ્ધિમાએ 13માંની તસ્વીર શેર કરી

ઋષિ કપૂરના 13માંના અવસર પર તેમની દીકરી રિદ્દિમાએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક તસ્વીર શેર કરી છે. જેમાં રિદ્ધિમા ઋષિ કપૂરની ફોટો ફ્રેમ સાથે ઉભી છે. આ તસ્વીર શેર કરતાં તેણીએ કેપ્શનમાં લખ્યું હતું, ‘તમને હંમેશા પ્રેમ કરતી રહીશ પાપા…’

આ સિવાય બીજી પણ એક તસ્વીર રિદ્ધિમાએ શેર કરી છે જેમાં તેણી પોતાના ભાઈ રનબીર સાથે પિતા ઋષિ કપૂરની તસ્વીર સમક્ષ હાથ જોડી રહેલી જોઈ શકાય છે. આ તસ્વીરને શેર કરતાં રિદ્ધિમાએ લખ્યું છે – તમારો વારસો હંમેશા જીવીત રહેશે… અમે તમને પ્રેમ કરીએ છીએ.

તમને જણાવી દીએ કે રિદ્ધિમાં લોકડાઉનના કારણે પિતાના અંતિમ સંસ્કારમાં આવી શકી નહોતી. કારણ કે તેણી પોતાના સાસરે દીલ્લીમાં હતી. અને બધી એરલાઇન્સ પણ બંધ હતી. માટે તેણીએ છેક દીલ્લીથી મુંબઈ કારમાં આવવું પડ્યું હતું. અને આલિયાએ ફોન દ્વારા રિદ્ધિમાને પિતાના અંતિમ સંસ્કાર બતાવ્યા હતા.

Source : Dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/tervi-of-rishi-kapoor/

Post a comment

0 Comments