Subscribe Us

Header Ads

હજુ નથી ભૂલી શકી અંકિતા સુશાંતને, 3 મહિના પછી કંઇક આ રીતે કર્યો યાદ અને કહ્યું…

સુશાંત માટે ત્રણ મહિના બાદ પણ ન્યાયની લડાઈ ચાલુ જ છે, ભાવિક થઈ અંકિતા બોલી – ‘તમે હંમેશા યાદ આવશો.’

સુશાંતના મૃત્યુને ત્રણ મહીના થઈ ગયા છે, પણ હજુ પણ એક્ટરને ન્યાય નથી મળ્યો. અંકિતાને હજુ સુધી વિશ્વાસ નથી થઈ રહ્યો કે સુશાંત હવે તેમની વચ્ચે નથી રહ્યા. તેણીએ એક ટ્વિટર પોસ્ટમાં માત્ર સુશાંતને યાદ નથી કર્યા પણ તેના માટે ન્યાયની પણ માંગ કરી છે.

પોતાનાઓની યાદો ક્યારેય નથી ભૂલાતી, તમે ખૂબ યાદ આવશો

અંકિતાએ ટ્વિટર પર લખ્યું છે, ‘સમય કેટલો જલદી પસાર થઈ જાય છે. જીવન તેની ઝડપે ચાલતું જાય છે, પણ પોતાના પ્રિયજનોની કેટલીક યાદો ક્યારેય નથી ભૂલાતી. સુશાંત તમે હંમેશા અમારી યાદોમાં અને વિચારોમાં રહેશો. #Justice4SSRIsGlobalDemand#itsalready3monthstoday’

સુશાંત માટે અંકિતાએ ફરી માંગ્યો ન્યાય

સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ ટ્વિટર પર #justice4SSRIsGlobalDemand નામથી એક કેંપેન શરૂ કર્યું છે અને પ્રશ્ન કર્યો છે કે સત્ય બહાર આવવામાં હવે કેટલો સમય લાગશે. આજ કેંપેનને અંકિતા લોખંડે અને અન્ય ઘણા સેલેબ્સે જોઇન કર્યું છે. સુશાંતના ફેન્સ પણ એકધારા એક્ટર માટે ન્યાયની માંગ કરી રહ્યા છે.

સુશાંતને અસિમ પ્રેમ કરે છે અંકિતા

અંકિતા સુશાંતની ખૂબ નજીક હતી. પવિત્ર રિશ્તા ટીવી શો દરમિયાન સુશાંત અને અંકિતા એક-બીજાના પ્રેમમાં પડ્યા હતા અને તેમના સંબંધો લગભગ 6 વર્ષ સુધી ચાલ્યા હતા. પણ ત્યાર બાદ તે બન્નેનો બ્રેકઅપ થઈ ગયો હતો. પણ અંકિતાએ ક્યારેય પોતાની જાતને સુશાંતના કુટુંબથી અલગ નથી સમજી અને આ દુખની ઘડીમાં તેણી અડીખમ રીતે તેમની સાથે ઉભી છે અને સુશાંત માટે સતત ન્યાયની માંગ કરી રહી છે.

સુશાંત માટે ઉભી રહેતાં અંકિતાએ કરવો પડ્યો ઘણા આરોપોનો સામનો

સુશાંત માટે આ લડાઈમાં અંકિતા પર કેટલાએ આરોપ લગાવવામા આવ્યા છે. રિયા ચક્રવર્તીએ તો એટલે સુધી કહ્યું કે અંકિતાના ફ્લેટની ઇએમઆઈ સુશાંત ભરતા હતા. અને એટલું જ નહીં પણ શિબાની દાંડેકરે પણ અંકિતા પર 2 સેકન્ડનો ફેમ મેળવવા માટે રિયાના નામનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. પણ અંકિતા પાછળ ન હટી અને બન્નેને જવાબ આપી દીધો. હવે તો તેમણે પોતાના મિત્ર સુશાંત માટે ન્યાયનું રણશિંગુ ફૂંકી દીધું છે.

સુશાંતના સ્વપ્નને પુરુ કરવા માટે લગાવ્યો છોડ

તાજેતરમાં અંકિતાએ સુશાંતના એક સ્વપ્નને પુરુ કરવામાં પણ મદદ કરી છે. સુશાંતનું સ્વપ્ન 1 હજાર પ્લાન્ટ્સ વાવવાનું હતું. આ સપનાને પુરુ કરવા માટે અંકિતાએ પોતાના ઘરમાંથી શરૂઆત કરી છે અને પ્લાન્ટ્સ વાવ્યા છે. સાથે સાથે તેણીએ સુશાંતના ફેન્સને પણ આમ કરવાની અપીલ કરી છે.

Source: Navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/ankitasushantplant/

Post a comment

0 Comments