Subscribe Us

Header Ads

જાણો અમદાવાદના ક્યા 22 વિસ્તારો છે કોરોનાથી વધુ સંક્રમિત, કોર્પોરેશને બહાર પાડી યાદી, તમે પણ આ વિસ્તારમાં પગ મુકતા પહેલા વિચારજો નહિંતર…

ગુજરાતમાં કોરોનાના કેસોમાં રોકેટગતિએ વધારો નોંધાયો છે. તેમાય ખાસ કરીને અમદાવાદમાં સ્થિતિ વધુ વણસી છે. કાલે સામે આવેલા આંકડા ઘણા ચિંતા જનક છે. જેને લઈને તંત્રએ 22 શહેરના 22 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ એરિયા જાહેર કરવાની ફરજ પડી છે. સાઉથ બોપલ બાદ હવે, બોપલ વિસ્તારમાં કોરોના કેસમાં વધારો થયો છે. સફલ 1 અને 2 પરિસર બાદ બોપલ બ્રિજ પાસે આવેલા ઇસ્કોન પ્લેટિનિયમમા કોરોના કેસ વધ્યા છે. જેથી એએમસી દ્વારા ઇસ્કોનના 304 મકાનનોનો માઇક્રો કન્ટેઇમેન્ટમાં સમાવેશ કરાયો છે.

માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં પણ વધારો

image source

તો બીજી તરફ શહેરમાં માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં પણ વધારો થયો છે. છેલ્લા ઘણા મહિના બાદ માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોએ 20થી વધુ આંકડો પાર કર્યો છે. અમદાવાદ શહેરમાં કોરોના કેસોના વિસ્ફોટ બાદ રવિવારે એક જ દિવસમાં શહેરના નવા 22 સ્થળને કોરોના કેસની સંખ્યાના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે. ભૂયંગદેવ સોસાયટીને કોરોના કેસ વધતા આખી સોસાયટીને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવી પડી છે. અગાઉ 10થી 15 વચ્ચે માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર રહેતા હતા. એએમસીએ નવા 22 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરતા ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યુ હોવાની પુષ્ટી થઇ રહી છે.

નવા 22 માઇક્રો કન્ટેઇમેન્ટ વિસ્તારનો ઉમેરો કરાયો

image source

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે એએમસી દ્વારા તબક્કાવાર અનેક પગલા લીધા છે. ત્યારે કોરોના કેસ વધતા ફરી એકવાર એએમસી તંત્ર એક્શનમા આવ્યું છે. અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગૃપ્તાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કમિશનર મુકેશ કુમાર સહિત તમામ વિભાગના ડેપ્યુટી કમિશનર અને વિવિધ અધિકારીઓ વચ્ચે બેઠકમાં કોરોના અંગે સમિક્ષા કરાઇ હતી. જેમા હાલ અમદાવાદ શહેરમાં કુલ 111 માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોન સમાવેશ થાય છે. જે પૈકી આજે ૬ માઇક્રો કન્ટેઇમન્ટ ઝોનને મુક્ત કરાયા હતા. તો નવા 22 માઇક્રો કન્ટેઇમેન્ટ વિસ્તારનો ઉમેરો કરાયો હતો.

ઈસ્કોન પ્લેટિનમમાં આશરે 75 જેટલા કેસ પોઝિટીવ

image source

એએમસી દ્વારા માઇક્રો કન્ટેઇમેન્ટ વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્કીનીગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે સર્વેલન્સમા શંકાસ્પદ વ્યક્તિઓના કોરોના ટેસ્ટ પણ કરવાના આવ્યા છે. અમદાવાદના બોપલમાં 50 ટકા કેસ પોઝિટીવ છે. જેની ખાતરી અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા રવિવારની રાતે આપવામાં આવી છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા સફલ પરિસર 1માં 42 જ્યારે સફલ પરિસર 2માં 37 જેટલા કેસ એક્ટિવ કેસ છે. આમ કુલ મળીને સફલ પરિસરમાં 79 જેટલા કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલાં ઈસ્કોન પ્લેટિનમમાં 1150 જેટલાં મકાન માઈક્રો કન્ટેનમેન્ટમા મુકવામાં આવ્યા છે. જેમાંથી ઈસ્કોન પ્લેટિનમમાં આશરે 75 જેટલા કેસ પોઝિટીવ છે.

સફલ પરિસર 1માં 3 દિવસ પહેલાં 37 જેટલાં કેસ સામે આવ્યા હતા

image source

હાલ ઈસ્કોન પ્લેટિનમમાં K, O,Q,R બ્લોકને કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ અંગે ઈસ્કોન પ્લેટનિમના ચેરમેને જણાવ્યું કે, ઈસ્કોન પ્લેટિનમમાં સૌથી વધુ વેપારી વર્ગ વધારે છે. તેઓ કેસ આવ્યા બાદ સતત ધ્યાન રાખી રહ્યા છે અન્ય કોઈ વ્યક્તિ સંક્રમિત ના થાય. બીજી તરફ સફળ પરિસર 1માં રહેતાં વિવેક ગુપ્તાનું કહેવું છે કે, સફલ પરિસર 1માં 3 દિવસ પહેલાં 37 જેટલાં કેસ સામે આવ્યા હતા. જે તમામ હોમ આઈસોલેટ છે. જયારે સફલ પરિસર 2માં 1 અઠવાડિયા પહેલા 42 જેટલા કેસ આવ્યા છે. જેઓનો આઈસોલેશન પરિયડ થોડા સમયમાં પુરો થશે.

છેલ્લા 24 કલાકમાં 1495 કેસ

image source

રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના કેસ 1500ની આસપાસ નોંધાયા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં કુલ 1495 કેસ નોંધાયા છે. તો 1167 દર્દીઓ રિકવર થયા છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે કુલ 13 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 8, સુરતમાં 2, બનાસકાંઠા, ભાવનગર અને ગાંધીનગરમાં 1-1 દર્દીના મોત થયા છે. તો અત્યારસુધીમાં કુલ 3859 દર્દીઓના મોત થયા છે. તો હાલમાં 93 લોકોની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખીને સારવાર આપવામા આવી રહી છે. હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો 13600 દર્દીઓ હાલમાં સારવાર લઇ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/ahmedabad-2/

Post a comment

0 Comments