Subscribe Us

Header Ads

રેલ ભરતીના 2.40 કરોડ અરજકર્તાઓ માટે સારા સમાચાર, પરિક્ષાઓને લઈને જાહેર કરવામાં આવ્યા આ નિર્દેશ, જાણી લો જલદી

ઇન્ડિયન રેલ્વેઝ આઇસોલેટેડ એન્ડ મિનિસ્ટ્રિયલ કેટેગરીઝ અને લેવલ -1 કેટેગરીની પરિક્ષાઓ 2020 બાબતે ભારતીય રેલ્વેમાં નોન-ટેક્નિકલ પેપુલર કેટેગરી, આઇસોલેટેડ એન્ડ મિનિસ્ટ્રિયલ અને લેવલ – 1ની લગભગ 1 લાખ 40 હજાર જગ્યાઓ પર અરજી કરનારા અરજકર્તાઓ માટે સારા સમાચાર છે. ભારતીય રેલ્વે તરફથી આ મોટી પરીક્ષાઓ યોજવા માટે મોટા સ્તર પર તૈયારીઓ શરૂ કરવામા આવી છે. રેલ્વે બોર્ડના અધ્યક્ષ પોતે મુખ્ય કાર્યકારી અધિકારી વિનોદ કુમાર યાદવે ભારતીય રેલ્વેના બધા જ ઝોનના મહાપ્રબંધકોને પત્ર લખીને આ પરીક્ષાઓ વિષે બધી જ વ્યવસ્થાઓ કરવાનું કહ્યું છે.

image source

તમને જણાવી દઈ કે ભારતીય રેલ્વેના આ 1.40 લાખ પદોને ભરવા માટે 2.40 કરોડથી પણ વધારે અરજીઓ પ્રાપ્ત થઈ છે. એટલે કે રેલ્વેના લગભગ 2.40 કરોડ અરજકર્તાઓને ધ્યામાં રાખતા મોટા સ્તર પર આખા દેશમાં પરીક્ષાઓ યોજવામાં આવી છે.

image source

વિનોદ કુમાર યાદવ તરફથી બધા જ ઝોનલ મહાપ્રબંધકોને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે જેમ તમે જાણો છો કે પ્રમુખ આરઆરબી પરીક્ષા એટલે કે કંપ્યુટર આધારિત ટેસ્ટ 15 ડિસેમ્બર, 2020 સુધી વધી શકે છે, જે હેઠળ 1.40 લાખથી વધારે નોટિફાઇડ જગ્યાઓ માટે ત્રણ પ્રમુખ રોજગાર સૂચનાઓ, એટલે કે આઇસોલેટેડ એન્ડ મિનિસ્ટ્રિયલ શ્રેણીઓ, એનટીપીસી અને લેવલ 1 શ્રેણીઓને કવર કરવામાં આવી છે.

image source

રેલ્વે બોર્ડના અધ્યક્ષે પોતાના પત્રમાં આગળ કહ્યું છે કે આ પરીક્ષાઓને યોજવા માટે આરઆરબીને લોજિસ્ટિક સપોર્ટની જરૂર પડશે, જેમાં મોટા લેવલ પર મેનપાવર, વાહનો અને અન્ય બુનિયાદી માળખાનો સમાવેશ થાય છે. ધ્યાન આપવા જેવું છે કે સીબીએસટી કેવિડ – 19 મહામારીના પ્રસારના કારણે બધા જ અનિવાર્ય પ્રોટોકોલનું પાલન કરીને કરવામાં આવશે. ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને પરીક્ષાઓને યોગ્ય રીતે સંચાલિત કરવા માટે આરઆરસીને બધી જ મદદ આપવા માટે બધા જ વિભાગીય પ્રમુખોને નિર્દેશ આપવાં આવ્યા છે.

image source

ઉલ્લેખનીય છે કે રેલ્વેની આ ભર્તીઓમાં કુલ 1,40,640 જગ્યાઓ ભરવા માટે પરીક્ષા યોજવાની મોટા પાયે તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. આ જગ્યાઓ માટે કંપ્યુટર આધારિત ટેસ્ટ કોવિડ-19 મહામારીના કારણે ટાળી દેવામા આવ્યો હતો. રેલ્વે 15 ડિસેમ્બર, 2020થી અધિસૂચિત 1,40,640 જગ્યાઓ માટે કંપ્યુટર આધારિત ટેસ્ટ શરૂ કરશે. જેમાં બિન-ટેકનિકલ લોકપ્રિય શ્રેણી (NTPC) (ગાર્ડ, ક્લાર્ક વિગેરે), આઇસોલેટેડ એન્ડ મિનિસ્ટ્રિયલ અને લેવલ-1ના ટ્રેક મેંટેનર, પોઇન્ટ્સમેન વિગેરેની જગ્યાઓનો સમાવેશ થાય છે.

image source

આજના સમયમાં કોવિડ-19ની મહામારીના કારણે આખાએ દેશને આર્થિક રીતે ભારે ફટકો પડ્યો છે અને લાખો લોકો બેરોજગાર બન્યા છે તેવામાં રેલ્વે દ્વારા હાજરોની સંખ્યામાં ભરતી થવાથી હજારો પરિવારને આર્થિક રાહત મળી શકે તેમ છે. હવે આ પ્રોસેસ જેટલી જલદી થાય તેટલુ જરૂરી છે જેથી કરીને આવેદનકર્તાઓને ઝડપથી નોકરી મળી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/railway/

Post a comment

0 Comments