તહેવારોની સીઝન ખતમ થયા બાદ પણ મહામારીના સમયમાં પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે મોબાઈલ કંપનીઓ અનેક નીતનવા પ્લાન લાવતી રહે છે. આ કડીમાં હાલમાં ભારતી Airtel તેના નવા 4જી ગ્રાહકો માટે 5 જીબી ડેટા ફ્રીમાં આપવાનો પ્લાન લાવી છે.

ટેલિકોમ કંપની તરફથી મળી રહેલી જાણકારી અનુસાર કંપની તેના નવા ગ્રાહકો 5જીબી ડેટા ફ્રીમાં વાપરી શકે તે માટે કંપની 1 જીબીના 5 કૂપન આપી રહી છે. આ માટે તેઓએ પહેલાં Airtel Thanks App ડાઉનલોડ કરવાની રહેશે. આ સિવાય તમે પહેલી વાર પ્રીપેડ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને Airtel Thanks Appની મદદથી રજિસ્ટર કરી શકો છો.
જાણો ફ્રી ડેટા મેળવવા શું કરવાનું રહેશે

આ ઓફરનો ફાયદો લેવા માટે તમારે Airtel પ્રીપેડ 4જી સબ્સ્ક્રાઈબરે સૌ પહેલાં ગૂગલ પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોરથી Airtel Thanks Appનું અપડેટેડ વર્ઝન ડાઉનલોડ કરવાનું રહેશે.
આ પછી યૂઝરે મોબાઈલ નંબર એક્ટીવેટ થયાના 30 દિવસમાં પોતાના પ્રીપેડ મોબાઈલ નંબરની મદદથી રજિસ્ટર કરવાનું રહેશે.

કંપનીના જણાવ્યા અનુસાર દરેક યૂઝરના એકાઉન્ટમાં તેના રજિસ્ટર થયાના 72 કલાકમાં 1 જીબીના 5 કૂપન આવી જાય છે.
આ રીતે ક્લેમ કરો

Airtelે જણાવ્યું છે કે ક્વોલિફાઈ થયા બાદ જીતનારા યૂઝરને પોતાના કૂપન મળ્યાનો એક મેસેજ મળશે, આમ થયા બાદ યૂઝર્સ Airtel થેન્ક્સ એપના માય કૂપન્સ સેક્શનમાં જઈને પોતાના કૂપન વ્યૂ અથવા ક્લેમ કરી શકે છે.
અહીં ગ્રાહકોએ ધ્યાન રાખવાનું છે કે આ કૂપન ક્રેડિટ થયા ના 90 દિવસમાં 1 જીબીનો કૂપન રીડિમ કરી શકાય છે. આ 3 દિવસ માટે વેલિડ રહેશે અને ત્રીજા દિવસ બાદ તે કૂપન એક્સપાયર થઈ જશે.

આ ઓફફર માટે કેટલાક નિયમો અને શરતો પણ છે. કહેવાયું છે કે આ ઓફરનો ફાયદો એક યૂઝર ફક્ત એક મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ફક્ત 1 વાર માટે જ કરી શકે છે. આ સિવાય Airtelે કન્ફર્મ કર્યું કે જો યુઝર 5 જીબી ડેટા ફ્રી મેળવવા યોગ્ય છે તો તે હાલમાં ચાલી રહેલા 2 જીબીના ફ્રી ડેટા ઓફરથી અલગ રહેશે. જાણકારી માટે જણાવી દઈએ કે Airtel Thanks Appને પહેલી વાર ડાઉનલોડ કરીને રજિસ્ટ્રેશન કરવાથી 2 જીબી ફ્રી ડેટા આપવામાં આવે છે.
—
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ
source https://www.jentilal.com/airtel/
0 Comments