Subscribe Us

Header Ads

Bigg Boss 14: કવિતા કૌશિકનું શુદ્ધ હિન્દી સાંભળી ઘરવાળા પેટ પકડીને હસી પડ્યા, VIDEO જોઈને તમે પણ હસી પડશો ખડખડાટ

બિગ બૉસ 14માં આ દિવસોમા અલગ-અલગ ટ્વિસ્ટ અને ટર્ન્સ જોવા મળી રહ્યા છે. શોમા થોડા દિવસો પહેલાં જ કુમાર સાનૂના દિકરા જાન કુમાર સાનુનું એલિમિનેશન થયું અને ગયા સોમવારે બિગ બૉસમાં એક નોમિનેશન ટાસ્ક થયો હતો. જેમાં 6 ઘરવાળા નોમિનેટ થયા હતા. તેમાં એજાજ ખાન, રાહુલ વૈદ્ય, અભિનવ શુક્લા, રુબીના દિલૈક, જૈસ્મિન ભસીન અને પવિત્રા પુનિયા નોમિનેટ થયા હતા. નોમિનેશન બાદ બિગ બૉસે ઘરની હાજર કેપ્ટન કવિતા કૌશિકને એક નોમિનેશનને રિપ્લેસ કરવાનો સ્પેશલ પાવર આપવામાં આવ્યો.

image source

આ પાવરનો ઉપયોગ કરતાં તેણીએ એજાજ ખાનને સુરક્ષિત કરતાં અલી ગોનીને નોમિનેટ કર્યો. આ દરમિયાન કવિતા કૌશિક શુદ્ધ હિન્દી વાત કરતી જોવા મળી અને કવિતાનો આ અવતાર જોઈ ઘરના લોકો હસી હસીને લપોટપોટ થઈ ગયા હતા. શોના મેકર્સે તેનો એક પ્રોમો પણ તૈયાર કર્યો હતો જેમાં કવિતા કૌશીકની શુદ્ધ હિન્દી બોલતી એક ઝલક દર્શકોને બતાવવામાં આવી હતી. જેમાં કવિતા અલી ગોની વિષે વાત કરતી જોવા મળી હતી. જ્યાં ઘરવાળા કવિતાનો આ અંદાજ જોઈને પોતાનું હસવાનું નથી રોકી શકતા.

કવિતાને શુદ્ધ હિન્દી બોલતા જોઈ રુબીના દિલૈક કહે છે કે તે આ બધું નથી સાંભળી શકતી અને એવું કહેતાં તે કિચનમાં જતી રહી હતી. તો બીજી બાજુ અલી પણ ગાર્ડન એરિયામાં જવા લાગ્યો હતો, જેના પર અભિનવ તેને રોકી લે છે. પણ જેવી કવિતા અલીને નોમિનેટ કરીને બહાર આવવા લાગે છે, બધા જ જલદી જલદી બહાર જતા રહે છે. એટલું જ નહીં નિક્કી તંબોલી પણ કવિતા કૌશીનું શુદ્ધ હિન્દી સાંભળીને પોતાનુ હસવાનું નથી રોકી શકતી. તો બીજી બાજુ રુબીનાનુ રિએક્શન પણ જોવા લાયક હોય છે.

image source

બીગ બૉસમાં ભાગ લેનારા કલાકારોના આ રિયાલિટી શોમાં અસલી ચહેરા જોવા મળતા હોય છે. તેઓ વાસ્તવમાં કેટલા મઝાકિયા છે કેટલા ચાલાક છે કેટલા ઉગ્ર છે તે બધું જ તમને આ રિયાલીટી શોમાં જોવા મળી જાય છે.

image source

આ વખતે કુમાર સાનુના દિકરા જાન સાનુએ પણ શોમાં ભાગ લીધો હતો. પણ તેના દ્વારા દર્શકોને પુરતું એન્ટરટેઇનમેન્ટ ન મળતાં તે શોમાંથી આઉટ થઈ ગયો છે. પણ આઉટ થતાંની સાથે તે તેના અને તેના પિતાની વચ્ચેના સંબંધને લઈને ચર્ચામાં આવ્યો છે.

કેવો છે જાન સાનુનો પિતા કુમાર સાનુ સાથેનો સંબંધ

image source

બિગ બૉસ 14માંથી જાન કુમાર સાનુને ઘરમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો. શોમાંથી બહાર નિકળતાં જ જાન કુમારે ઘરમાં હાજર બધા જ કન્ટેસ્ટન્ટને લઈને કેટલાક ખુલાસા કર્યા. તેની સાથે સાથે જાને નેપોટિઝ્મના મુદ્દા પર પણ વાત કરી. શોમાં એક ટાસ્ક દરમિયાન રાહુ વૈદ્યએ જાન કુમાર સાનુને નેપોટિઝમની પ્રોડક્ટ હોવાનો આરોપ લગાવ્યો હતો.

image source

તેણે શોમાં પોતાના માતા પિતા વચ્ચેના સંબંધો વિષે પણ શોમાં વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે તેના પિતા ભલે દેશના જાણિતા સિંગર હોય પણ છેલ્લા 27 વર્ષથી તે પોતાના પિતા કુમાર સાનુના સંપર્કમાં નથી. તે આજે જે પણ છે તે પોતાની માતા રીટાના સાથ અને સપોર્ટના કારણે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/big-boss-2/

Post a comment

0 Comments