Subscribe Us

Header Ads

સામૂહિક દુષ્કર્મ બાદ હાથરસ ગામનો ગ્રાઉન્ડ રિપોર્ટ, આ ગામમાં કોઈ દીકરીઓ આપવા તૈયાર નથી

જેમ દવાઓની પણ સાઈડ ઈફેક્ટ હોય એમ આ દુનિયામાં ઘણી ઘટનાઓની પણ સાઈડ ઈફેક્ટ થતી હોય છે. એવી સાઈડ ઈફેક્ટ કે આખી સિકલ બદલી નાંખે. એવું જ કંઈક થયું હાથરસમાં. આમ તો દલિત યુવતીના મોતનો કેસ હવે સમાચારોમાં નથી રહ્યો પણ આખા ગામના સામાજિક તણાવને ઠેસ પહોંચી છે. પીડિતા અને આરોપીના પરિવારો વચ્ચે જ નહીં પણ ગામના લોકો વચ્ચે અંતર જોવા મળી રહ્યું છે. તો આવો વાત કરીએ કે આખરે શું કારણો જવાબદાર છે આ બધી ઉથલપાથળ પાછળ. જો વાત કરીએ તો યુપીના અલીગઢ-આગરા હાઇવે પર ચંદપાથી અંદાજે 400 મી. આગળ બુલગઢી ગામ તરફ જતા રસ્તાના છેડે મુકાયેલા લોખંડના અંદાજે 100થી વધુ બેરિકેડ મુકેલા છે.

image source

આ બેરિકેડ એવું સુચવી રહ્યાં છે કે હાલમાં દલિત યુવતી સાથે કથિત સામૂહિક દુષ્કર્મ અને પછી સારવાર દરમિયાન તેના મોત બાદ અહીં ઊમટેલા રાજકીય, સામાજિક અને મીડિયા ક્રાઉડને રોકવા કેટલી જબરદસ્ત વ્યવસ્થા કરાઇ હતી? ઝઘડા તો બધા ગામમાં થતા રહેતા હોય છે પણ આ એક ઘટનાએ બૂલગઢની તાસીર બદલી નાખી છે. પાક લેવાઇ ગયો હોવાના કારણે રસ્તામાં દૂર સુધી ખેતરોમાં ક્યાંય લીલોતરી દેખાતી નથી. બુલગઢીની આબોહવા કોઇ સામાન્ય ગામ જેવી જ જણાય છે.

image source

જો ગામના એક વૃદ્ધ રામેશ્વરે જણાવેલી વાત અનુસાર વાત કરીએ તો શિયાળો આવતાં જ ખેતરોમાં અને ભાગોળે સૌ સાથે બેસીને તડકો ખાતા અને સવારથી જ હુક્કો પીતા. કોરોનાનો ડર પણ તેમને સોશિયલ ડિસ્ટન્સિંગ માટે મજબૂર ન કરી શક્યો પણ ઘટના બાદ લોકોનું વર્તન બદલાઇ ગયું છે. પરિસ્તિથિ એવી છે કે, સામા બારણે પણ ખીણ જેવું અંતર અનુભવાય છે. સીબીઆઇ તપાસમાં અને કોર્ટમાં ભલે આ મામલો બે ઘર વચ્ચેના કાનૂની કેસ તરીકે જોવામાં આવે પણ આખા ગામમાં તેની અસર થઈ છે. સપ્ટે.ના છેલ્લા અઠવાડિયામાં ગામના એક અને ઓક્ટોબરમાં બે મળીને ગામના કુલ 3 યુવકના લગ્ન હતા પણ આ કાંડ પછી ત્રણેય લગ્ન ફોક થયા અને તેની અસર હવે ખુબ જ ગંભીર થઈ છે.

image soucre

વધારે વિગતે વાત કરીએ તો કૃષ્ણદત્ત શર્મા સામાજિક કારણોસર આ પરિવારોની ઓળખ છુપાવતાં જણાવે છે કે અગાઉ લૉકડાઉનના કારણે ગામના 3 યુવકના લગ્ન પાછા ઠેલાયા અને હવે ગામની દીકરીના મોત બાદ અલીગઢ અને આગરાથી ત્રણેય સગપણ કન્યાવાળાઓએ તોડી નાખ્યા. તેઓ કહે છે કે આટલી બદનામી પછી આ ગામમાં કોણ દીકરી આપશે? ગામમાં પ્રવેશતાં જ સૌથી પહેલું ઘર મુખ્ય આરોપી સંદીપનું છે. તેના દરવાજેથી એક કિશોરી દરેક વાહનનો અવાજ આવતાં બહાર નજર કરીને જોવે છે.

image soucre

જો ત્યાનાં ભૂગોળ વિશે આગળ વાત કરીએ તો ત્યાંથી રસ્તો ડાબા હાથે વળીને ગામમાં જાય છે અને બીજી તરફ પીડિતાનું ઘર અને ગાય-ભેંસનો વાડો છે. બંનેના ઘર વચ્ચે 6 ફૂટ પહોળો રસ્તો છે. પીડિતાના પરિવારના ગાય-ભેંસના વાડાની વચ્ચોવચ સીઆરપીએફનો એક ટેન્ટ અને વાડાથી ઘરમાં જવાના સાંકડા રસ્તા પર એક મેટલ ડિટેક્ટર લાગેલું છે. બાજુમાં રેતીની બોરીઓના મોરચા પાછળ અને ઘરની છત પર ઇન્સાસ રાઇફલ, એકે-47 અને કાર્બાઇનથી સજ્જ કમાન્ડો તહેનાત છે. 6 નાઇટ વિઝન સીસીટીવી કેમેરા અને એક રેડિયો કોમ્યુનિકેશન ટાવર પણ લગાવાયા છે. ગામમાં કોઇ અજાણી વ્યક્તિ દેખાતાં જ સ્થાનિકોની આંખો પણ સીસીટીવી કેમેરાની જેમ સક્રિય જણાય છે.

image source

આગળની પ્રોસેસ વિશે વાત કરીએ તો કમાન્ડરના આદેશ પર 2 જવાન ટેન્ટમાંથી નીકળે છે અને ટેબલ પર રાખેલા વિઝિટર્સ રજિસ્ટરમાં દરેક મુલાકાતીની વિગત, મોબાઇલ નંબર અને આવવાનું કારણ લખ્યા પછી આગળનું પગલું નક્કી કરે છે. દોઢેક કલાક સુધી રાહ જોયા પછી પીડિતાના પિતા, ભાઇ અને ફોઇ કમાન્ડો સુરક્ષા સાથે મળવા આવે છે. જાતે કંઇ કહેતા નથી, બસ જે પૂછવામાં આવે તેના જવાબ આપે છે.એ જ રીતે પીડિતાના ઘરની વાત કરીએ તો ઘરમાંથી જ્યારે પણ કોઇ અજાણી વ્યક્તિ મળીને બહાર નીકળે ત્યારે આરોપીઓના પુરુષ પરિવારજનો રસ્તા પર બેસેલા દેખાય છે. કોઇને રોકતા નથી પણ રામ-રામ કરીને ધ્યાન ખેંચે છે.

image source

એ જ રીતે જ્યારે આ પરિવારને સવાલો કરવામાં આવે તો શરૂમાં કોઇ વાતનો સીધો જવાબ નથી આપતા પણ થોડી વાર વાતચીતનું સ્તર પારખીને પોતાના તર્ક રજૂ કરે છે. ગામવાસીઓ બંને પક્ષોથી અને મીડિયાથી પણ દૂર છે. 600થી વધુ વસતીવાળા આ ગામમાં 350થી વધુ ઠાકુર, 50 બ્રાહ્મણ અને બાકીના દલિત છે. બાજુમાં પડેલો ખાટલો કદાચ મુલાકાતીઓ માટે જ ખાલી રાખીને મુખ્ય આરોપી સંદીપના પરિવારજનો રસ્તાની એક તરફ નીચે બેઠા હતા.

image source

બીઆઇ તપાસ વિશે જ્યારે પીડિતાના પરિવારને સવાલ કરવામાં આવ્યો ત્યારે જવાબમાં તેના પિતા મૌન તોડતાં કહે છે કે, ‘અબ કા બોલે, અબ બચો કા હૈ? બિટિયા કે સંગ સબ ખતમ હોગો હૈ. ન્યાય મિલૌગો, નહીં મિલૌગો, પર ભરોસો હૈ. બિટિયા તો વાપસ આનો સો રહી. ઉસકા ક્રિયાક્રમ કર દેતે સો મન કો સંતોષ હો જાતો.’ તો આ તરફ આરોપી સંદીપના દાદા રાકેશ સિંહે જણાવ્યું કે, ‘મુલઝિમ કા પક્ષ કૌન સુનૌ? તુમ લોગન ને હમાર છૌરોં કો તો ફાંસી ચઢાનો કા ઇંતજામ કર દિયો. હમારો બિટિયા થી વો પર મરી કૈસે ઇસકી જાંચ હો.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/hathrash/

Post a comment

0 Comments