Subscribe Us

Header Ads

ગુજરાતમાં નવા ગાઈડલાઈન જાહેર થતા લગ્નો થયા રદ, અનેક પરિવારો આર્થિક સંકટમાં મુકાયા

ગુજરાત સરકારે લગ્નો અને અન્ય સમારોહમાં 200 વ્યક્તિઓની ઉપસ્થિતિને આપેલી મંજૂરીને લઇને સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરતાં ગુજરાત સરકારે હવે સમગ્ર રાજ્યમાં લગ્ન સમારંભોમાં 200 વ્યક્તિઓની મર્યાદા ઘટાડીને 100 વ્યક્તિઓની કરી નાંખી છે. જ્યારે અન્ય સમારંભો કે અંતિમવિધિમાં માત્ર 50 વ્યક્તિઓ જ ભાગ લઇ શકશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ હોવાને કારણે આ શહેરોમાં કર્ફ્યૂના સમય દરમિયાન કોઇ કાર્યક્રમ યોજી શકાશે નહીં. જેને લઈને અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.

લાખો રૂપિયા એડવાન્સ આપી ચુક્યા છે લોકો

image source

મોટા શહેરોમાં જેમનાં આંગણે લગ્નનો પ્રસંગ હોય તેમણે ચારેક મહિના પહેલાથી પાર્ટી પ્લોટ કે હોલ બુક કરાવી લીધા હોય છે અને તેનાં એડવાન્સ પૈસા ભરી દીધા હોય છે. અગાઉ 2૦૦ લોકોની છૂટ હોવાથી એ ગણતરીએ લગ્નનાં આયોજકોએ આયોજકો કરી હોલ અને પાર્ટી પ્લોટ બુક કર્યા હતા. તો બીજી તરફ વાત કરીએ રાજકોટની તો શહેરમાં લગ્ન સમારોહનાં પેકેજ બે લાખથી માંડી દસ લાખ સુધીનાં છે.

લગ્નો કેન્સલ કરવા પડયા

image source

ઘમા લોકોએ હોલ – પૉટી પ્લોટનાં ભાડા પેટે લાખો રૂપિયા એડવાન્સ આપ્યા હતા હવે સરકારે કોરોનાનું કારણ આપી એકાએક લગ્નનોમાં લોકોની મર્યાદા 5૦ ટકા ઘટાડી નાખતા અનેક પરિવારોને લગ્નો કેન્સલ કરવા પડયા અથવા તો સ્થળો બદલવા પડયા હતા. જેમનાં ઘરે પ્રસંગ હોય તેઓ અન્યો કામને બદલે છેલ્લી ઘડીએ પોલીસની મંજૂરી અને નવા સ્થળ શોધવાનાં કામમાં લાગી ગયા છે. લગ્ન સમારોહ રદ કરનારા કેટલાક આયોજકોએ જણાંવ્યુ હતું કે હોલ – પાર્ટી પ્લોટનાં સંચાલકો ડિપોઝીટની રકમ પાછી આપવા આના કાની કરે છે.

પરિવારો આર્થિક ભીંસમાં મુકાઈ ગયા

image source

એક તો લગ્નનાં ખર્ચા હોય અને માથે આવા લાખોનાં ખર્ચા આવી પડતા અનેક પરિવારો આર્થિક ભીંસમાં મુકાઈ ગયા છે. કેટલાકે તો ઉછીના કે લોન લઈને એડવાન્સ ભર્યા હતા તેઓ હવે કઈ રીતે લગ્નનો પ્રસંગ પુરો કરવો તેની ચિંતામાં મુકાઈ ગયા છે. સરકારનાં અણધડ અને વિચિત્ર નિર્ણયો સામે લોકોમાં રોષ છે. જયાં જરૂર નથી તેવા અંતિમ વિધીમાં 2૦ લોકોની મર્યાદા હતી તે વધારીને 5૦ ની કરી અને લગ્ન આનંદનો અવસર છે ત્યારે તેમાં 2૦૦ ની મર્યાદા હતી તે ઘટાડીને 1૦૦ ની કરી છે. જેને લઈને લોકોએ સરકારના નિર્ણય સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

1700 લગ્નો પર કર્ફ્યૂનું ગ્રહણ લાગી ગયું

image source

તો બીજી તરફ અમદાવાદ શહેરમાં 21 અને 22 નવેમ્બરે કર્ફ્યૂં લદાતા 1700 લગ્નો પર કર્ફ્યૂનું ગ્રહણ લાગી ગયું હતું. વેડિંગ ઇવેન્ટ હવે શરૂ થઈ જતાં જ ફરી કર્ફ્યૂ અને નાઈટ કર્ફ્યૂ આવતા વેડિંગ ઇવેન્ટ વ્યવસાય 8 મહિના બાદ ફરી શરૂ થતાં જ બંધ થઈ ગયો છે. માત્ર એટલું જ નહીં લોકોના ત્યાં મહેમાનો પણ આવી ગયા હતા અને પાર્ટી પ્લોટ બુકિંગ થઈ ગયા હતા. જેને કારણે લગ્ન કરનારા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/marrage/

Post a comment

0 Comments