Subscribe Us

Header Ads

ટીવી જગતમાં સોપો પડી ગયો, ઘરે ઘરે પ્રખ્યાત અભિનેત્રીનું મોત થતાં સેલેબ્રિટી પણ શોકમાં ગરકાવ થયાં

2020નું આ વર્ષ બધા માટે ખુબ ભારે છે અને લોકો પડાપડી મોત પામી રહ્યા છે. કોઈ આત્મહત્યા કરે છે તો કોઈ કોરોનાના કારણે મરી જાય છે. તેમજ કોઈ ગંભીર બિમારીના કારણે નિધન પામી રહ્યા છે. એમાં પણ ટીવી અને ફિલ્મ જગતમાં તો ઘણા સ્ટાર્સ આ દુનિયાને અલવિદા કહીને જતા રહ્યા છે.

image source

ત્યારે હવે વધારે એક કિસ્સો સામે આવ્યો છે. ‘હિંચકી’ ફેમ લીના આચાર્યનું નિધન થયું છે. તે છેલ્લા દોઢ વર્ષથી કિડનીની બિમારીથી પીડાઈ રહી હતી. અહેવાલો અનુસાર માતાએ તેની કિડની પણ તેને દાનમાં આપી હતી. તેમ છતાં તે લાંબા સમય સુધી જીવી શકી નહીં. શનિવારે દિલ્હીની એક હોસ્પિટલમાં તેમનું અવસાન થયું. તમને જણાવી દઈએ કે લીના આચાર્ય વેબ શો ‘ક્લાસ ઓફ 2020’, ટીવી શો ‘શેઠ જી’, ‘આપકે આ જાને સે’ અને ‘મેરી હાનિકારક પત્ની’ માં દેખાઈ છે.

image source

લીનાના સહ-કલાકાર રોહન મેહરાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. રોહને લીનાનો એક ફોટો શેર કર્યો અને લખ્યું, “ભગવાન તમારા આત્માને શાંતિદ આપે, લીના મેમ.” ગયા વર્ષે આ જ સમયે, અમે ક્લાસ ઓફ 2020 માટે શૂટિંગ કરી રહ્યા હતા. આપ ખૂબ યાદ આવશો “

સીરીયલ ‘શેઠ જી’ માં લીનાના ઓનસ્ક્રીન પુત્ર વર્શિપ ખન્નાએ જણાવ્યું હતું કે, ‘અભિનેત્રી દોઢ વર્ષથી કિડનીની સમસ્યાથી પરેશાન હતી. તેની માતાએ થોડા સમય પહેલા તેને તેની કિડની આપી હતી પરંતુ તે બચી શકી ન હતી. વર્ષ 2015થી, હું જાણું છું કે તે બીમાર છે. તે જીવતી હતી અને કિડની પર કામ કરતી હતી. તેને કારણે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અને છેલ્લા ચાર મહિનાથી તેની હાલત વધુ કથળી હતી. તે એક અનુભવી અભિનેત્રી હતી, તે હંમેશા મને યાદ આવશે.

આમ પણ હાલમાં ટીવીના કલાકારોનો સારો સમય નથી ચાલી રહ્યો એવું લાગી રહ્યું છે. કારણ કે બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરનો પુત્ર અને અભિનેતા સિકંદર ખેર હાલમાં ભારે મુંજવણમાં લાગી રહ્યો છે. તેણે સોશિયલ મીડિયાની મદદથી લોકો પાસે કામ માંગ્યું છે. સિકંદરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે કામ માંગ્યું છે. પોસ્ટ પછી એવું કહેવામાં આવે છે કે હવે તેમની પાસે કામ નથી અને કામની જરૂર છે. સિકંદરે તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું કે, મારે કામ જોઈએ છે. હું પણ હસી શકું છું.

image source

સિકંદરે જે ફોટો શેર કર્યો એમાં તે નર્વસ અને દુખી દુખી લાગી રહ્યો છે. તેના કપાળ પર પરસેવો વળી ગયો છે અને મોઢા પર સ્મિત નામની તો વસ્તુ નથી. ઉલ્લેખનીય છે કે હાલમાં જ સિકંદર ખેર ડિઝની પ્લસ હોટ સ્ટારની વેબ સિરીઝ ‘આર્યા’માં જોવા મળ્યો હતો.

image source

તેણે દૌલત નામનું પાત્ર ભજવ્યું હતું. ‘આર્યા’ પછી સિકંદર બીજી સિરીઝ અને એક ફિલ્મમાં જોવા મળવાનો છે. સિકંદર જી-5ની મુમ ભાઈની સિરીઝમાં જોવા મળી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/leena/

Post a comment

0 Comments