Subscribe Us

Header Ads

કપિલ શર્મા શોના એક જ એપિસોડમાં કપિલને એક કરોડની રોકડી થાય છે, બીજા કલાકારો પણ વસુલે છે આટલા

કપિલ શર્મા શોનો હોસ્ટ અને લોકપ્રિય કોમેડિયન કપિલ શર્મા લોકોના દિલ પર રાજ કરે છે. કપિલ શર્મા અને તેની ટીમ તેમની મસ્ત કોમેડી દ્વારા પ્રેક્ષકોને હસાવે છે અને તેનું મનોરંજન કરે છે. કપિલ શર્મા ટીમના તમામ હાસ્ય કલાકારોની મોટી ફેન ફોલોઇંગ છે. પરંતુ શું તમને કપિલ શર્મા અને તેની ટીમને ફી ખબર છે? કપિલ શર્મા, કિકુ શારદા, ભારતી સિંહ, ચંદન, સુમોના, કૃષ્ણા અભિષેક અને અર્ચના પૂરણસિંહ તેમના પાત્ર અને સ્ક્રીનના પુન: પ્રસાર મુજબ એક એપિસોડ માટે ભારે ફી લે છે.

image source

કપિલ શર્મા કે જે ધ કપિલ શર્મા શોને હોસ્ટ કરે છે અને લોકોને તેના વિવિધ પાત્રોથી મનોરંજન આપ્યું હતું, તે શોની પહેલી સીઝનમાં વીકએન્ડ એપિસોડ માટે 60 થી 70 લાખ રૂપિયા લેતો હતો. પરંતુ હવે તે દરેક વીકએન્ડ એપિસોડ માટે એક કરોડ રૂપિયા લે છે. વધતી લોકપ્રિયતા સાથે તેમની ફીમાં પણ 30 ટકાનો વધારો થયો છે. આ આંકડો ઘણા કોમેડી કલાકારો માટે ખુબ ચોંકાવનારો છે.

image source

શોમાં ‘સપના’નું પાત્ર ભજવનારો કૃષ્ણા અભિષેક સપ્તાહના અંતે એપિસોડ દીઠ 10 થી 12 લાખ લે છે. જ્યારે તીતલી યાદવનો રોલ કરનારી અને કપિલ શર્માની નજીકની મિત્ર ભારતી સિંહ પણ શોમાં 10-12 લાખ રૂપિયા લે છે. આ સિવાય કપિલ શર્માના બાળપણના મિત્ર અને શોમાં ચાઇ વાલા ચંદુની ભૂમિકા ભજવનારા ચંદન પ્રભાકર સપ્તાહના એપિસોડ માટે સાત લાખ રૂપિયા લે છે.

આ શોમાં બચા યાદવની ભૂમિકા નિભાવનાર કોમેડિયન અને એક્ટર કિકુ શારદા પ્રત્યેક એપિસોડમાં 5 થી 7 લાખ રૂપિયા લે છે. તે જ સમયે ભૂરીની ભૂમિકા નિભાવનારી સુમોના ચક્રવર્તી, એપિસોડ દીઠ 6 થી 7 લાખ રૂપિયા લે છે. આ શોમાં નવજોત સિંહ સિદ્ધુની જગ્યા લેનારી અભિનેત્રી અને શોના જજ અર્ચના પૂરણસિંઘ એક એપિસોડ માટે 10 લાખ રૂપિયા લે છે. જો કે આ બધા આકંડાઓ સુત્રો દ્વારા જાણવા મળ્યા છે. એનો કોઈ પાક્કો પુરાવો નથી અને આ રકમ વિશે કોઈ પુષ્ટિ પણ થઈ નથી.

લૉકડાઉનના અંદાજે ત્રણ મહિના બાદ ટીવી સિરિયલ્સના શૂટિંગ શરૂ થઈ ગયા હતા. જો કે, શૂટિંગ દરમિયાન પણ કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. આ દરમિયાન કોમેડી કિંગ કપિલ શર્માએ પોતાના શોનું શૂટિંગ શરૂ કર્યું હતું. કપિલ શર્માની સાથે ભારતી સિંહ, સુમોના ચક્રવર્તી સહિત અન્ય ક્રૂ મેમ્બર્સ 125 દિવસ બાદ સેટ પર પરત ફર્યાં હતાં.

image source

કપિલ શર્મા, ભારતી સિંહ તથા અચર્ના પૂરણ સિંહે સોશિયલ મીડિયામાં વીડિયો શૅર કર્યાં હતાં. આ વીડિયોમાં સેટ પર આવતા પહેલાં તમામ લોકો કઈ રીતની સાવધાની રાખે છે, તે બતાવવામાં આવ્યું હતું. ભારતી તથા સુમોના શૂટિંગને લઈ ઘણાં જ ઉત્સાહિત જોવા મળ્યાં હતાં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/kapil-sharma/

Post a comment

0 Comments