Subscribe Us

Header Ads

અમદાવાદ: કર્ફ્યુ લંબાવવાના ડરે ચીજવસ્તુઓ ખરીદવા D-MART થી લઇને અનેક જગ્યાઓ પર લાગી લાંબી લાઇનો, અફવાઓ પર ના આપો ધ્યાન

હાલમાં અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે છતાંય લોકો ગંભીર નથી. શહેરના કાલુપુર શાકમાર્કેટમાં આજે સવારથી જ લોકોની ભીડ એકઠી થઈ હતી. અહીં કોરોનાની ગાઈડલાઈનના સરેઆમ ધજાગરા ઉડ્યા હતાં. આવું એટલા માટે જોવા મળી રહ્યું છે કે અમદાવાદમાં કોરોનાના કેસો વધતાં આજે રાત્રે 9થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. ત્યારે બધાને અપીલ કરવામાં આવી રહી છે કે ખોટું પેનિક ન લો અને અફવાઓ પર ધ્યાન ન આપો.

image source

વિજય રૂપાણીએ એવું પણ કહ્યું કે, રાજ્યમાં લોકડાઉન લગાવવાની વાતને અફવા ગણાવી હતી. અમદાવાદમાં શનિવાર અને રવિવારે કર્ફ્યુ માત્ર તકેદારીના ભાગરૂપે લગાવવામાં આવ્યું છે. વધુમાં સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં લગાવવામાં આવેલા કરફ્યૂ અંગે પણ કહ્યું હતું કે કોરોનાના કેસોમાં મોટો વધારો થતાં શહેરમાં તકેદારીના ભાગરૂપે કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 112 દિવસ પછી 20મી તારીખથી રાતે 9 વાગ્યાથી તા. 23મીને સોમવારે સવારે 6 વાગ્યા સુધી 57 કલાકના કરફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. ત્યારપછી સોમવારથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રોજ કરફ્યૂ ચાલુ રહેશે.

image source

કારણ કે જ્યારથી આવી જાહેરાત થઈ છે ત્યારથી જ લોકો માર્કેટ બંધ થઈ જશે અને શાકભાજી નાના વેપારીઓ સુધી નહીં પહોંચે તેવા ડર સાથે લોકો અને વેપારીઓની શાકમાર્કેટમાં ભીડ જોવા મળી હતી. અહીં સોશિયલ ડિસ્ટન્સ તો દૂરની વાત રહી પણ લોકો ધક્કામુક્કી કરીને આગળ વધી રહ્યાં હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં છે. શહેરમાં કર્ફ્યુ લંબાશે તેવા ડરના કારણે જોધપુર અને શ્યામલ ડી માર્ટ પાસે જીવનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરવા લોકોની લાઈનો લાગી છે. બીજી બાજુ શહેરમાં કર્ફ્યુને લઈને લોકોમાં ડર ફેલાયો છે. સવારથી જ લોકો કરીયાણું સહિતની વસ્તુઓ લેવા માટે નીકળી પડ્યાં છે. અમદાવાદમાં 57 કલાકનો કર્ફ્યુ લાદવામાં આવ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રથમ વખત પોતાની પ્રતિક્રિયા આપી હતી. CM રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાતમાં લોકડાઉનનું કોઇ પ્લાનિંગ નથી. કોરોનાનું સંક્રમણ રાજ્યમાં વધ્યું છે, ગુજરાતમાં લોકડાઉન નહીં થાય, આ વિકેન્ડ કર્ફ્યુ છે.

image source

જે પ્રમાણે સીન જોવા મળ્યા હતા એ પ્રમાણે વાત કરીએ તો, લાલદરવાજા વિસ્તારમાં આવેલા ભદ્ર પાથરણા બજારમાં હજારોની સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા. મીડિયામાં પણ અનેક વાર લોકોની ભીડ અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા અંગેના સમાચાર પ્રસારિત થતા હતા છતાં કોઈપણ કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશન અને કારંજ પોલીસ કરતી ન હતી. એકપણ પોલીસ કેસ કારંજ PI દ્વારા કોઈ પાથરણા કે લોકો સામે કરવામાં આવ્યા ન હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા પણ દબાણ હટાવવામાં આવતું ન હતું.

image source

વધુ એકવાર આવી શાકમાર્કેટમાં ભીડ કોરોના સંક્રમણ ફેલાવવા અને સુપર સ્પ્રેડર માટે જવાબદાર બની શકે છે. દિવાળીના તહેવાર દરમ્યાન પણ આવા મોટા બજારોમાં મોટી ભીડ જામી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસમાં મણિનગર વિસ્તારમાં પ્રખ્યાત પારસી અગિયારી પાસેની પાણીપુરી, કાંકરિયા માસીની પાણીપુરીની દુકાન પર ભીડ ભેગી થતાં બંધ કરાવી દેવામાં આવી છે. એસજી હાઇવે પર વાઈડ એન્ગલ પાસે બર્ગર કિંગમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થતાં તેને સીલ મારવામાં આવી છે.

image source

ઉલ્લેખનીય છે કે, દિવાળી બાદ અમદાવાદમાં કોરોના કેસોનો રાફડો ફાટતાં ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ છે. અને જેના કારણે અમદાવાદમાં ફરી એકવાર કરફ્યૂ લાગુ કરવાની જરૂર પડી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી કરફ્યૂનું એલાન કર્યું છે. અને લોકોને કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે. હવે માહિતી મળી રહી છે કે, શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી સોમવારની સવારે 6 વાગ્યા સુધી એમ સતત 60 કલાક સુધી અમદાવાદમાં કરફ્યૂ રહેશે. અને સોમવારે રાત્રિથી ફરીથી નાઈટ કરફ્યૂ (રાત્રે 9-સવારે6) લાગુ પડશે. એનો મતલબ કે અમદાવાદમાં હવે શનિવાર અને રવિવારે પણ કરફ્યૂ લાગુ પડશે. કરફ્યૂ દરમિયાન દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રહેશે બાકીની તમામ દુકાનો બંધ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/badhubandhkarvanadarth/

Post a comment

0 Comments