વર્ષ 2019ની યુપીએસસી પરીક્ષામાં 28મો રેંક મેળવીને આઈએએસ અધિકારી બનનારી ચંદ્રજ્યોતિ સિંહ હાલ માત્ર 22 વર્ષની જ છે. આટલી ઓછી ઉંમરમાં આટલી મોટી સફળતા મેળવવા પાછળ તે પોતાના પેશન અને પોતાની સ્ટ્રેટેજીને ખાસ માને છે. તો ચાલો જાણીએ ચંદ્રજ્યોતિ સિંહનું સફર અને તેમની સ્ટ્રેટેજી વિષે

ચંદ્રજ્યોતિના માતાપિતા બન્ને આર્મીમાં હતા. તેણીએ પોતાના એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે મારા માતાપિતાએ આર્મિમાં રહીને દેશની સેવા કરી છે. પ્રશાસનિક સેવામાં આવવું પણ દેશની સેવા કરવા જેવું જ મોટું કામ છે. તેણી જણાવે છે કે પેરેન્ટ્સ ભારતના કેટલાએ શહેરોમાં રહ્યા છે, માટે તેમનું બાળપણ અલગ-અલગ શહેરોમાં અભ્યાસ કરીને પસાર થયું છે.

ચંદ્રજ્યોતિને બાળપણમાં જ ક્વિઝિંગ ડિબેટ ખૂબ પસંદ હતા, તેઓ પોતાની શાળામા એક્સ્ટ્રા કરિકુલર એક્ટિવીટીમાં આગળ રહેતા હતા. જ્યારથી તેણીને ભાન આવ્યું છે ત્યારથી તેણીએ હંમેશા આઈએએસ બનવાનું જ સ્વપ્ન જોયું છે જેમાં તેના માતાપિતાએ તેણીનો ખૂબ સહયોગ આપ્યો છે. તેણીએ વર્ષ 2018માં યુનિવર્સિટીના સેંટ સ્ટીફંસ કોલેજમાંથી હિસ્ટ્રી ઓનર્સમાં પેતાનું ગ્રેજ્યુએશન પુરું કર્યું.

2018માં ગ્રેજ્યુએશન પુરું કર્યા બાદ જ તેણીએ આઈએએસની તૈયારી શરૂ કરી દીધી હતી. તેણી કહે છે કે પહેલાં પાંચ મહિનામાં મેં સિલેબસ પુરો કરી લીધો. તેમની સ્ટ્રેટેજીની વાત કરીઓ તો તેમણે બે ભાગમાં તૈયારી શરૂ કરી હતી. પહેલા ભાગમાં જીએસ, બીજા ભાગમાં ઓપ્શનની તૈયારી શરૂ કરી. ત્યાર બાદ રાત્રે ન્યૂઝપેપર વાંચવામાં એક બે કલાક પસાર કરતી. ત્યાર બાદ ઓક્ટોબરની આસપાસ મોક ટેસ્ટ અને ટેસ્ટ સીરીઝ દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી.

ચંદ્રજ્યોતિએ પોતાની તૈયારી સેલ્ફ સ્ટડી દ્વારા કરી છે. તેણી કહે છે કે મેં મારી સ્ટ્રેટેજી અને રિસોર્સ બન્ને જ સિમ્પલ અને લિમિટેડ રાખ્યા. હિસ્ટ્રી તેમનો ઓપ્શનલ વિષય હતો, માટે તેમણે હિસ્ટ્રીની તૈયારી પર ખૂબ ભાર આપ્યો. તેણી દિવસમાં 6-8 કલાક તૈયારી કરતી હતી. ત્યાર બાદ એક્ઝામના થોડા દિવસો પહેલાં તેણી દિવસના 10થી 12 કલાક તૈયારી કરતી.

જો તેમની તૈયારીની વાત કરીએ તો કરન્ટ અફેર્સ માટે તેણીએ ઓનલાઇન સાઇટ્સ અને પુસ્તકો અને ઓનલાઇન રિસોર્સિસની મદદ લીધી. ત્યાર બાદ આંસર રાઇટિંગની પ્રેક્ટિસ શરૂ કરી. તેની સાથેસાથે જ તેણી પોતાની તૈયારીની નોટ્સ બનાવવાનું પણ ક્યારેય નહોતી ચૂકતી. ત્યાર બાદ તેની જ નોટ્સ તે વારંવાર વાંચતી રહેતી.

ચંદ્રજ્યોતિ મૉક ટેસ્ટને ખૂબ જરૂરી માને છે. તેણીનું કહેવું છે કે તમે તેના દ્વારા તમારા મગજને એગ્ઝામ્સ માટે તૈયાર કરી શકો છો. સાથે સાથે પ્રેઝન્સ ઓફ માઇન્ડ પણ ડેવલપ કરી શકો છો. પ્રીલિમ્સ માટે તેમણે ઘણા બધા મોક ટેસ્ટ આપ્યા. તેણી કહે છે કે મેં ઓછામાં ઓછા 50 મોક ટેસ્ટ આપ્યા. ત્યાર બાદ ઇન્ટર્વ્યૂની તૈયારી માટે પણ મેં મોક ટેસ્ટને જરૂરી માન્યું છે.

ચંદ્રજ્યોતિએ પહેલાં બધી જ પરીક્ષાઓની તૈયારી કરી લીધી. પણ પ્રીલિમ્સના બે મહિના પહેલાં તેણીએ માત્ર તેના પર જ ફોકસ કર્યું. ત્યાર બાદ મેન્સ માટે ટેસ્ટ સીરીઝ જોઈન કરી. તેમણે અભ્યાસથી ક્યારેય પોતાની જાતને કંટાળવા નથી દીધી. તેના માટે તેણી પોતાની પર્સનલ લાઇફમાં પોતાને ચાર્જ રાખતી હતી.

ચંદ્ર જ્યોતિ કહે છે કે 15 દિવસમાં એકવાર ફુલ ડે પોતાને અભ્યાસથી દૂર રાખતી હતી. આ દિવસે તેણી મિત્રો સાથે ફિલ્મ જોવા જતી અથવા તો પોતાને ગમતું કોઈ ફીક્શન પુસ્તક વાંચતી હતી. તેણી કહે છે કે પોતાને બ્રેક આપવો પણ ખૂબ જરૂરી છે, નહીંતર તમે તૈયારી દરમિયાન સ્ટ્રેસ્ડ થઈ શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ
source https://www.jentilal.com/chandrajyoti/
0 Comments