Subscribe Us

Header Ads

15 દિવસ પછી હતી દિવ્યા ભટનાગરની પહેલી વેડિંગ એનિવર્સરી, પણ એ પહેલા જ આવી ગયો દુ: ખદ અંત

ટીવી સિરિયલ યે રિશ્તા ક્યાં કહેલાતા હેની અભિનેત્રી દિવ્યા ભટનાગરનું સોમવારે નિધન થઈ ગયું છે. એ કોરોના વાયરસથી સંક્રમિત હતી અને છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં એમની સારવાર ચાલી રહી હતી. પણ એમનું ઓક્સિજન લેવલ ખૂબ જ ઘટી જતાં એમની હાલત વધુ ગંભીર થઈ ગઈ હતી અને એટલે એમને વેન્ટિલેટર પર લેવામાં આવ્યા હતા અને આખરે એમનું નિધન થયું.34 વર્ષીય દિવ્યા ભટનાગરના નિધનથી ટીવી જગતમાં શોકની લહેરખી છવાઈ ગઈ છે. આ જ મહિનામાં એમના લગ્નની પહેલી વર્ષગાંઠ હતી પણ એ પહેલાં જ દિવ્યા દુનિયા છોડીને ચાલી ગઈ.

image source

દિવ્યા ભટનાગરે ગયા વર્ષે પોતાના બોયફ્રેન્ડ ગગન સાથે લગ્ન કર્યા હતા. લાંબા સમય સુધી રિલેશનમાં રહ્યા બાદ બંનેએ સાત ફેરા લીધા હતા. ગગને પોતાને સેલિબ્રિટી મેનેજર ગણાવ્યો હતો. પણ દિવ્યની માતાના કહેવા અનુસાર ગગન ફ્રોડ હતો અને એ દિવ્યાને છોડીને જતો રહ્યો હતો.

image source

દિવ્યાએ પોતાના પરિવારજનોની વિરુદ્ધ જઈને ગગન સાથે લગ્ન કર્યા હતા. એમનો પરિવાર આ લગ્નના સખત વિરોધમાં હતો. અમુક મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ બતાવવામાં આવ્યું છે કે અલગ ધર્મના કારણે દિવ્યાનો પરિવાર આ લગ્નથી ખુશ નહોતો. પણ દિવ્યાએ આ વાતને અવગણી નાખી અને ગુરુદ્વારમાં જઈને બંનેએ લગ્ન કરી લીધા. એ દરમિયાન એમના પરિવારનો કોઈ સભ્ય પણ ત્યાં હાજર નહોતું. એમના ફક્ત એમના નજીકના મિત્રો જ સામેલ થયા હતા.

image source

દિવ્યાની માતાએ એક ઇન્ટરવ્યૂમાં ગગનને જૂઠો અને બેઇમાન કહ્યો હતો. એમને કહ્યું હતું કે ગગન લગ્નના થોડાક જ દિવસમાં દિવ્યાને છોડીને જતો રહ્યો હતો. દિવ્યાની માતાના કહેવા અનુસાર લગ્ન પછી દિવ્યા પતિ સાથે ઓશિવારા વિસ્તારમાં એક નાનકડા ઘરમાં શિફ્ટ થઈ ગઈ હતી. એ પહેલા એ એક મોટા ઘરમાં રહેતી હતી. દિવ્યાએ પોતાના પતિ માટે બધું જ છોડી દીધું હતું.

image source

દિવ્યાની માતાના આરોપ પછી ગગને બધા જ આરોપનો જવાબ આપ્યો હતો. એમને કહ્યું હતું કે દિવ્યાના ઘરના લોકો પહેલેથી જ અમારા લગ્નના વિરોધમાં હતા અને આ જ વિરોધ એ અત્યારે પણ બતાવી રહ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે દિવ્યા ટીવી જગતની એક જાણીતી અભિનેત્રી હતી. એમને સિરિયલ યે રિશ્તા ક્યાં કહેલાતા હે સિવાય ઉદાન, જીત ગઈ તો પિયા મોરે, વિષ જેવી સીરિયલમાં પણ કામ કર્યું હતું. દિવ્યાના નિધન પછી હિના ખાન, હિતેન તેજવાની અને દેવોલીના ભટ્ટાચાર્ય સહિત ઘણા સ્ટાર્સે દુઃખ વ્યક્ત કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/divya-bhatnager-2/

Post a comment

0 Comments