Subscribe Us

Header Ads

અમદાવાદના ગોર મહારાજે એક દિવસમાં 3-3 લગ્ન કરાવવાનો લાભ લીધો, જોઈ લો કેવો છે લગ્નનો માહોલ

હાલમાં કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે અને લગ્નની પણ સીઝન ચાલી રહી છે. એ વચ્ચે લગ્નને લઈને નવા નવા નિયમો પણ સરકારે બહાર પાડ્યાં છે અને કોરોનાનું સંક્રમણ અટકે એ મોટા થઈને આ બધા જરૂરી પલગા લીધા છે. ત્યારે અમદાવાદથી એક રિપોર્ટ સામે આવ્યો છે કે સોમવારે અમદાવાદમાં અંદાજે 600થી વધુ લગ્ન યોજાયાં હતાં. નવેમ્બરમાં આ છેલ્લું અક્ષય મુહૂર્ત હોવા ઉપરાંત સોમવારે સૌથી વધુ શુભ ચોઘડિયાં હોવાથી આટલી મોટી સંખ્યામાં લગ્નો યોજાયાં હતાં.

image soucre

હવે જો આગળની તારીખ વિશે વાત કરીએ તો 10 ડિસેમ્બર સુધીમાં માત્ર 4 મુહૂર્ત છે. એ પછી 24 એપ્રિલ સુધી લગ્ન માટે કોઈ શુભ મુહૂર્ત નથી. 24 એપ્રિલે ફરી એકવાર અક્ષય મુહૂર્ત આવે છે. કરફ્યૂને કારણે તમામ લગ્ન દિવસે જ થયાં હતાં. વધારે વિગતે વાત કરીએ તો શહેરના ગોર મંડળના સભ્યોએ આપેલી માહિતી મુજબ, કેટલાક ગોર મહારાજે તો સોમવારે 3થી વધુ લગ્નો કરાવ્યાં હતાં. વધારામાં લગ્નની જે વિધિ સામાન્યપણે 5 કલાક ચાલતી હોય તે માત્ર દોઢ કલાકમાં આટોપી લેવામાં આવી હતી અને 120ને બદલે 80-85 શ્લોકમાં વિધિ પૂરી કરવામાં આવી હતી.

image soucre

તો વળી માહિતી એવી પણ મળી રહી છે કે, કેટલાક યજમાને તો લગ્ન વિધિ ટૂંકામાં પતાવવા ગોર મહારાજને વધુ દક્ષિણા આપી હોવાનું પણ જાણવા મળે છે. એક ગોર પંડિત પ્રકાશ રાવલે કહ્યું- એક દિવસમાં સવારે, બપોરે અને સાંજે એમ 3 લગ્ન વિધિ સંપન્ન કરી. ગોર મહારાજના સહાયકોએ પણ એક જ દિવસમાં 3-3 લગ્ન કરાવવાનો લાભ લીધો. એક લગ્નમાં ગોરને 5 હજારથી 15 હજાર સુધીની દક્ષિણા પ્રાપ્ત થતી હોય છે. દરેક લગ્ન ટૂંકી વિધી સાથે પૂરી કરવાનો ટાર્ગેટ હતો. એ જવ રીતે બીજા પંડિત જયમીને કહ્યું- લગ્ન વિધિ 5 કલાક ચાલતી હોય છે, પરંતુ કોરોના કાળમાં દરેક લગ્નની વિધિ ટૂંકી કરવાના લીધે લગ્ન માત્ર 1.30 કલાકમાં સુધી સંપન્ન થઈ જતા હોય છે.

image soucre

આગળ વાત કરતાં જયમીને કહ્યું કે મેં સોમવારે 3 લગ્ન કરાવ્યા. દરેક લગ્નની અંતિમ 30 મિનિટમાં સહાયક પંડિત બીજા સ્થળે જઈને વરરાજા-કન્યાની પ્રાથમિક વિધિ કરતા હતા. પ્રદીપ મહારાજે પણ આ વિશે વાત કરતાં કહ્યું હતું કે- યજમાન પોતે જ અમને લગ્ન જલદી પૂર્ણ કરવા દબાણ કરતા હોય છે. પહેલા લગ્નમાં 120 શ્લોકો અને 4 મંગલાષ્ટકનો ઉપયોગ થતો, પરંતુ હવે વિધિ 1.30 કલાકની થઈ ગઈ છે, જેમાં માત્ર 80 શ્લોક અને 1 જ મંગલાષ્ટકનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે, મહારાજે 3થી 4 લગ્ન કરાવવાના હોય છે. ડિસેમ્બરના પહેલા 10 દિવસમાં લગ્નનાં માત્ર 4 શુભ મુહૂર્ત છે. એ પછી એપ્રિલના અંત સુધી લગ્ન માટે કોઈ શુભ મુહૂર્ત નથી. 24 એપ્રિલે ફરી એકવાર અક્ષય મુહૂર્ત આવશે જે લગ્ન માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

image soucre

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત બે દિવસમાં સામાન્ય ઘટાડો થયો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1502 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 2,09,780એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 20 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3989એ પહોંચ્યો છે. જ્યારે 1401 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે ઘટી રહ્યો છે અને 90.96 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 65,876 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

image soucre

એ જ રીતે જિસ્લા પ્રમાણે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 291, સુરત કોર્પોરેશન 212, વડોદરા કોર્પોરેશન 147, રાજકોટ કોર્પોરેશન 105, મહેસાણા 70, સુરત 54, વડોદરા 40, રાજકોટ 35, કચ્છ 33, ગાંધીનગર 31, પંચમહાલ 31, બનાસકાંઠા 28, ગાંધીનગર કોર્પોરેશન 28, જામનગર કોર્પોરેશન 27, પાટણ 26, મોરબી 25, મહીસાગર 24, સુરેન્દ્રનગર 23, ખેડા 22, સાબરકાંઠા 22, અમદાવાદ 21, અમરેલી 21, દાહોદ 20, ભરૂચ 19, આણંદ 16, નર્મદા 16, નવસારી 15, જુનાગઢ 13, જુનાગઢ કોર્પોરેશન 12, અરવલ્લી 10, ભાવનગર કોર્પોરેશન 10, ગીર સોમનાથ 10, તાપી 9, બોટાદ 8, જામનગર 8, પોરબંદર 6, દેવભૂમિ દ્વારકા 5, ભાવનગર 4, છોટા ઉદેપુર 3, ડાંગ 2 કેસ સામે આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/ahmedabad-9/

Post a comment

0 Comments