Subscribe Us

Header Ads

કોરોના રસી: આ લોકોને સૌથી પહેલા અપાશે રસી, વેક્સિનેશન માટે 47,796 સેન્ટર, રસી મૂકવા 15,534 ટીમો તૈયાર

લોકો કોરોના વેક્સિન આપવા ભારત સરકારે ખાસ તૈયારી કરી છે. ભારતમાં કામ કરી રહેલા એક કરોડ હેલ્થકેર વર્કર્સને સૌથી પહેલા આ વેક્સીન આપવામાં આવશે, જેના માટે ડેટા પણ એકઠો કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ એક ખાસ વાત એ પણ છે કે, વેક્સીન આવ્યા બાદ તેની સાથે જોડાયેલી તમામ જાણકારીની અપડેટ પણ લોકોને મળતી રહેશે. જેનાથી ખબર પડશે કે, કેટલા લોકોને આ વેક્સીન મળી છે.

image source

કેટલા લોકોને બાકી છે. જેની વ્યવસ્થા સરકારે કરી છે. તો બીજી તરફ વેક્સિનેશન માટે ગુજરાત સરકાર રાજ્યમાં તમામ રીતે સજ્જ બની છે. પ્રથમ તબક્કે 3.96 લાખ હેલ્થ વર્કર્સને રસી મુકાશે. પછી તબક્કાવાર તમામ નાગરિકોને રસી અપાશે તેવું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે. મતદાન માટેના પોલિંગબૂથની જેમ 47796 વેક્સિનેશન સેન્ટરો તથા વેક્સિન આપવા 15534 કર્મચારીઓની ટીમ બનાવાઇ છે.

33 જિલ્લા અને 48 તાલુકા તથા કોર્પોરેસન કક્ષાએ ટાસ્કફોર્સની રચના

image soucre

આ ટાસ્કફોર્સ પણ તેમના આયોજનો કરી લીધા છે. તેમાં રસી આપવા માટેના સ્થળ અને રસી આપનારાઓની વિગતો અપલોડ કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા રસીકરણના પ્રોગ્રામ માટે કોર્પોરેટ હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ, આયુષ દવાખાનાઓ, ડેન્ટિન્સટ, એલોપથી આયુષ જનરલ પ્રોક્ટિશનર્સની પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. વધુમાં નીતિન પટેલે જણાવ્યું કે, વેક્સિનેશન માટે 33 જિલ્લા, તમામ તાલુકા, 8 મહાનગરપાલિકામાં ટાસ્ક ફોર્સની રચના કરાઇ છે. સૌથી મોટો પ્રશ્ન ઠંડા વાતાવરણમાં વેક્સિન રાખવી જરૂરી છે, જેથી સરકારે 6 ઝોનમાં મોટા કોલ્ડ સ્ટોરેજ ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને રાજકોટમાં રખાયા છે. આ સિવાય 41 જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારમાં પણ કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરી છે.

ગુજરાતમાં 47796 વેક્સિનેશન સેન્ટર પસંદ કરવામાં આવ્યા

image source

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રસીકરણની કામગીરી માટે ગુજરાતમાં 47796 વેક્સિનેશન સેન્ટર પસંદ કરવામાં આવ્યા છે. આ માટે 15534 ટીમો તૈયાર કરવામાં આવી રહી છે. રસી આપવા માટે આરોગ્ય કર્મીઓને તાલીમ પણ આપવામાં આવશે. જે નાગરિકોને રસી આપવાની થશે તેમને અગાઉથી એસએમએસ કરીને જાણ કરવામાં આવશે.તેમને રસી આપવા માટેના સ્થળ અને સમયની તથા તારીખની વિગતો એસએમએસથી મોકલવામાં આવશે. રસીકરણના મોનિટરિંગ માટે નોડલ ઓફિસરત રીકે મિશન ડાયરેક્ટર – એન..એ.એમની નિમણુક કરવામાં આવી છે.

હેલ્થ વર્કર્સ અને 50 વર્ષથી મોટી વયના નાગરિકોને પ્રથમ અપાશે રસી

image source

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગેની માહિતા આપતા જણાવ્યું હતું કે હેલ્થ વર્કર્સ અને 50 વર્ષથી મોટી વયના નાગરિકો પછીના તબક્કામાં કોરોનાની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓને રસી આપવા માટે પસંદ કરવામાં આવશે. ત્યારબાદ સફઆઈ કર્મી, હોમગાર્ડ્સ, અને પોલીસને રસી આપવામાં આવશે. આંગણવાડીના સ્ટાફને તથા 108ની એમ્બ્યુલન્સ સેવા ચલાવતા સ્ટાફને પણ પહેલા કોરોનાની રસી આપવામાં આવશે. બીજા તબક્કામાં 50 વર્ષથી વધુ વયની વ્યક્તિઓને પણ રસી મૂકવામાં આવનાર છે. જેનો ડેટાબેઝ તૈયાર કરવા માટે મતદાર યાદીની મદદ લેવાશે. નીતિન પટેલે કહ્યું કે, મતદાર યાદીનો આધાર લેવા માટે અમે કેન્દ્રિય ચૂંટણી પંચ પાસે મંજૂરી માગી છે.

લોકોને આ રીતે જાણ કરવામાં આવશે

image source

પીએચસી, સીએચસીમાં રેફ્રિજરેટર અને અન્ય સાધનોની વ્યવસ્થા છે. દૂરના વિસ્તારમાં વેક્સિન પહોંચાડવા માટે ભારત સરકાર તરફથી બે નવા વોક-ઇન કૂલર પ્રાપ્ત થશે. 169 આઇસલેન્ડ રેફ્રિજરેટર, 30 ડીપ ફ્રિજ પણ ભારત સરકાર અપાશે. હાલ 150 રેફ્રિજરેટર પ્રાપ્ત થઇ ચૂક્યાં છે. નાગરિકોને કયા તારીખ, સમય અને સ્થળે રસી મૂકાવવા માટે આવવાનું છે, તેની જાણ તેમને એસએમએસ દ્વારા કરાશે. આ માટેની સિસ્ટમ પણ તૈયાર કરવામાં આવી છે.

હજુ રસીના ભાવ અંગે કોઈ માહિતી સામે આવી નથી

image source

મહત્વની વાત છે એ છે કે હજુ રસીના ભાવ અંગે કોઈ માહિતી સામે આવી નથી. આ અંગે નીતિન પટેલે કહ્યું કે રસીનો દર કેટલો હશે, લોકો પાસેથી ચાર્જ લેવાશે કે નહીં? તેનો નિર્ણય લેવાયો નથી. પરંતુ સરકારી કર્મચારીઓ કે જેઓ કોરોના વોરિયર્સ તરીકે સેવા કરે છે, તેમનો ખર્ચ સરકાર ઉઠાવશે. વેક્સિનેશનની કામગીરી રાજ્ય સરકારના બજેટમાંથી કે ખાસ ફંડ ઉભું કરીને પૂર્ણ કરાશે. ગુજરાતમાં ટ્રાયલ વેક્સિન દરમિયાન અત્યાર સુધીમાં કુલ 100 વોલન્ટિયર્સને રસી મૂકાઇ છે. જેમાંના કોઇને પણ કોઇ પ્રકારની આડઅસર થઇ નથી. ફાયઝર કંપનીની રસીના સ્ટોરેજ માટે -70 ડિગ્રી તાપમાન જરૂરી છે, અને ગુજરાત પાસે મહત્તમ -25 ડિગ્રી સુધીના સ્ટોરેજની ક્ષમતા છે. અા અંગેના પ્રશ્નના જવાબમાં નીતિન પટેલે કહ્યું હતું કે, આપણી વ્યવસ્થા, હવામાન પ્રમાણેની રસી આપણે ઉપયોગમાં લઇશું.

ખાસ સોફ્ટવેર બનાવામાં આવ્યુ

image source

ભારતમાં કોરોનાને લઈને કોવિન (Co-WiN) નામાનું એક ખાસ સોફ્ટવેર બનાવામાં આવ્યુ છે. જેમાં કોરોના વેક્સીનના લાભાર્થીઓ, વેક્સીનનો સ્ટોક, સ્ટોરેજ, બાકી રહેલા લાભાર્થીઓ સાથે જોડાયેલી તમામ રિયલ ટાઈમ જાણકારી તેના પર મળી જશે. તેને દરેક એક નિશ્ચિત સમયે અપડેટ કરવામં આવશે.અત્યારે હાલમાં હેલ્થ વર્ક્સના આંકડા એકઠા કરવામાં આવી રહ્યા છે. તો વળી 8 ડિસેમ્બર સુધી એકઠા કરાયેલા આંકડા કોવિન પર અપડેટ કરવામાં આવશે. આ પ્રકારની જાણકારી વડાપ્રધાન મોદીએ હાલમાં મળેલી સર્વપક્ષીય બેઠકમાં પણ આપી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/corona-20/

Post a comment

0 Comments