Subscribe Us

Header Ads

શું તમે પણ 4G ફોન લેવાનું વિચારી રહ્યા છો? તો થોડી વાર રાહ જોજો, વાંચો Reliance Jioનું શું પ્લાન છે આ વિશે

સપ્ટેમ્બર 2020ના TRAI સબ્સ્ક્રિપ્શનનો ડેટા સામે આવી ગયો છે તેના દ્વારા જાણવા મળ્યું છે કે રિલાયન્સ જિયોને દર મહિને નવા યુઝર્સ મળવાના ઓછા થઈ ગયા છે. ટ્રાઈએ જણાવ્યું હતું કે રિલાયંસ જિયોની સરખામણીએ ભારતી એયરટેલને બેગણા સબ્સ્ક્રાઇબર્સ મળ્યા છે. માર્કેટ રિસર્ચ ફર્મ ICICI સિક્યોરિટિઝનું અનુમાન છે કે જિયો પોતાનો લો કોસ્ટ 4જી એન્ડ્રોઇડ સ્માર્ટ ફોન લોન્ચ કરવામાં હવે ઉતાવળ કરશે.

જ્યારથી જીયો ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ્યું છે ત્યારથી બધી જ ટેલિકોમ કંપનીઓ વચ્ચે ગળાકાપ હરિફાઈ થઈ રહી છે. જીયોએ માર્કેટમાં પગ મુકતા જ મોટી મોટી ભારતીય ટેલિકોમ કંપનીના હજારો લાખો ગ્રાહકોને પોતાની પાસે ખેંચી લીધા હતા. પણ હવે કદાચ બની શકે કે ગ્રાહકોને રિયાલન્સના નેટવર્ક, તેની સ્પિડ વિગેરેને લઈને ફરિયાદ થવા લાગી હોય અને તેના ગ્રાહકો ઘટી રહ્યા હોય અથવા તો નવા ગ્રાહકો જોડાવાના ઓછા થઈ ગયા હોય.

image source

તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીના નેતૃત્ત્વવાળી ટેલિકોમ કંપની ગૂગલ સાથે પાર્ટનરશિપમાં 5000 રૂપિયાથી ઓછામાં એડ્રોઇડ ફોન લાવવાની યોજના બનાવી રહી છે. સર્ચ દિગ્ગજ ગૂગલ ડિવાઇઝના સોફ્ટવેયર જ્યારે જિયોએ હાર્ડવેયરની જવાબદારી સંભાળી છે. જો કે હજુ જિયોના આવનારા કોઈ પણ ફોનના સ્પેસિફિકેશન્સ સાથે જોડાયેલી જાણકારી મળી શકી નથી. હવે વિશ્લેષકોએ અનુમાન લગાવ્યું છે કે નવા યુઝર્સ જોડાવામાં આવેલા ઘટાડાના કારણે કંપની જલદી પોતાનો સસ્તો 4જી ફોન લોન્ચ કરશે.

2021ની પહેલા ત્રણ મહિનામાં લોન્ચ થશે જીઓ 4જી એન્ડ્રોઇડ ફોન

image source

સપ્ટેમ્બરમાં એક અહેવાલ મળ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે જિયો અને ગૂગલના સસ્તા 4જી ફોન્સ ડિસેમ્બરમાં લોન્ચ થશે. જોકે, હવે ખબર મળ્યા છે કે સસ્તા ફોન્સ 2021ના પહેલાં ત્રણ મહિનામાં બજારમાં આવશે. પાર્ટનરશિપ હેઠળ ગૂગલ અને જિયો અફોર્ડેબલ 4જી અને 5જી સ્માર્ટફોન્સ ડેવલપ કરવાનું કામ કરી રહ્યા છે.

image source

રિલાયંસ જિયોએ સપ્ટેમ્બરમાં 1.5 મિલિયન નવા સબ્સક્ર્ઇબર્સ જોડ્યા હતા જ્યારે એરટેલે 3.6 મિલિયન નવા સબ્સ્ક્રાઇબર્સ જોડ્યા હતા. જિયોના એક્ટિવ સબ્સક્રાઇબર્સ બેઝ પર્સેંટેજની વાત કરેઓ તો તે પણ ભારતી એરટેલના છે.

image source

ધ્યાન આપવા જેવી વાત એ છે કે જિયોએ માત્ર 5 મહિનામાં જ 100 મિલિયન સબ્સ્ક્રાઇબરનો આંકડો પાર કરી લીધો હતો. જિયોએ ખુલાસો કર્યો હતો કે કંપનીનું લક્ષ 500 મિલિયન સબ્સ્ક્રાઇબર્સની સાથે સૌથી વધારે જલદી લીડિંગ ટેલિકોમ ઓપરેટર બનવાનું છે. કંપની ગયા મહિને સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગઈ છે. જો કે હજુ પણ 500 મિલિયન યુઝરબેસ મેળવવાનું કંપનીનું સ્વપ્ન પુરું થવું મુશ્કેલ જણાઈ રહ્યું છે. આશા સેવાઈ રહી છે કે સસ્તા એડ્રોઇડ 4જી ફોન્સ બજારમાં આવ્યા બાદ જિયો નવા સબ્સક્રાઇબર્સને પણ જોડી લેશે. જોકે, હાલ કોઈ લોન્ચ ડેટ જાહેર કરવામાં આવી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/4g-phone/

Post a comment

0 Comments