Subscribe Us

Header Ads

વાહ વાહ: ગુજરાતની આત્મનિર્ભરતા વિશ્વ લેવલે ચર્ચામાં, ગુજરાતમાં અહીં બનશે અસલ ચાઈના જેવી ઈમિટેશન જ્વેલરી

હવે ગુજરાતમાં રોજ કોઈને કોઈ વસ્તુ નવી આવી રહી છે અને વિશ્વ લેવલે હવે ગુજરાતના માર્કેટની નોંધ લેવાઈ રહી છે. ત્યારે એ જ રીતે દરેક ક્ષેત્રમાં હવે ગુજરાતની બોલબાલા થઈ રહી છે અને એ જ અરસામાં હવે રાજકોટે એક કૌવત કરી બતાવ્યું છે કે જેની નોંધ સમગ્ર વિશ્વ લેશે. તો વાત કરીએ તો ઈમિટેશન માર્કેટનું હબ ગણાતા રાજકોટમાં ચીન કરતા સસ્તી કિંમતની અને ફિનિશિંગ વાળી ઈમિટેશન જ્વેલરી બનશે. આ માટે દેશનું સૌ પ્રથમ ખાસ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવશે. જેમાં કારીગરો, વેપારીઓને ટ્રેનિંગ આપવા માટે મુંબઈના ટ્રેનરો ખાસ તાલીમ દેવા માટે આવશે.

image soucre

જો આ સેન્ટર વિશે વધારે વાત કરીએ તો એક લેબ ખોલવામાં આવશે. જેમાં દરેક મશીનરીથી લઈને કમ્પ્યૂટર સહિતની તમામ પ્રકારની સુવિધા હશે. રાજકોટ ઈમિટેશન માર્કેટ એસો.ના પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, ટ્રેનિંગ સેન્ટર બનાવવા માટે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ સેન્ટરનો સહયોગ મળી રહ્યો છે. કોવિડ પછી લોકોનો ચાઈનીઝ પ્રોડક્ટ પરથી ભરોસો ઊઠી રહ્યો છે. જેનો ફાયદો રાજકોટ ઈમિટેશન માર્કેટને મળી રહ્યો છે. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો દિવાળી પછી ગલ્ફ કન્ટ્રીમાંથી ઓર્ડર મળવાના શરૂ થયા છે.

image soucre

જો આ સેન્ટરમાં કામ કરતાં કારીગરની વાત કરવામાં આવે તો અહીંના કારીગરો મહેનતું છે, તેઓ દિવસ રાત કામ કરી શકવાની ક્ષમતા ધરાવે છે. તેમજ કારીગરો કમ્ફર્ટ ઝોનમાં રહીને કામ કરી રહ્યા છે. આગળ વાત કરીએ તો આ વ્યવસાયમાં મહિલાઓનું મોટું યોગદાન છે, દરેકપાસે આવડત અને અનુભવ બન્ને છે.

image soucre

નબળાઈ વિશે વાત કરીએ તો ઉદ્યોગમાં નવી ટેક્નોલોજીનો વપરાશનો અભાવ છે, મજૂર કે માલિક પાસે ટેક્નોલોજીનું કોઈ જ્ઞાન નથી. પરંપરાગત પદ્ધતિથી વ્યવસાય થાય છે, સમયની સાથે થતાં કોઈ બદલાવ ઝડપથી સ્વીકારવામાં આવતો નથી.

image soucre

ઈમિટેશન માર્કેટ એસોશિએશનના પ્રમુખ જિગ્નેશભાઇ શાહ એવું કહે છે કે દેશનું સૌ પ્રથમ ટ્રેનિંગ સેન્ટર ખૂલવાથી પ્રોડક્શન કોસ્ટમાં ઘટાડો આવશે. પરિણામે અંતિમ ગ્રાહક છે તેને સસ્તી કિંમતમાં જ્વેલરી મળશે. ટ્રેનિંગ સિવાયના કલાકો દરમિયાન મશીન પર જોબવર્કની સુવિધા ઉપલબ્ધ થશે.

image soucre

જ્યારે ભવિષ્યમાં રાજકોટના વેપારીઓનું ડેલિગેશન આફ્રિકન દેશોની મુલાકાત લે તેવા પ્રકારનું આયોજન છે. આ માટે ઈન્ડોઆફ્રિકાના ચેમ્બર ઓફ કોમર્સનો સહયોગ મળી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/wah-gujarat/

Post a comment

0 Comments