Subscribe Us

Header Ads

કોરોના વાયરસને લઈને અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, ફેલાવવાનું અસલી કારણ જાણીને ચોંકી જશો

હાલમાં જો ખાલી ગુજરાતમાં વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં વધુ 1540 નવા કેસો નોંધાયા છે. અને 13 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અને 1427 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. ગત રોજ રાજ્યમાં કોરોનાનાં 1512 કેસો નોંધાયા હતા અને 14 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. આમ રાજ્યમાં કોરોનાનો કુલ આંક 2 લાખ 14 હજાર 309 પર પહોંચ્યો છે. એ જ રીતે ભારતમાં અને એ જ રીતે વિશ્વમાં કોરોના વધી રહ્યો છે. ત્યારે હવે એક વર્ષ બાદ કોરોના વાયરસને લઇને ચીન પર ફરી એકવાર પ્રશ્નો ઊઠી રહ્યા છે. તાજેતરમાં કરવામાં આવેલી એક તપાસમાં ખુલાસો થયો છે કે સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના અધિકારીઓની લાપરવાહીના કારણે દુનિયાભરમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયું.

image soucre

જો વિગતે વાત કરીએ તો આ એજન્સીઓના અધિકારીઓના ભ્રષ્ટાચાર અને પક્ષપાતના કારણે મોટા પ્રમાણમાં ગરબડ થઈ. આ કારણે કોરોના વાયરસના શરૂઆતના પ્રસારને રોકવામાં અડચણ આવી. સમાચાર એજન્સી એસોસિએટ પ્રેસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ખુલાસો થયો છે કે ચીનમાં સીડીસીના અધિકારીઓએ ખાસ કરીને શાંઘાઈની ત્રણ કંપનીઓને ટેસ્ટ કિટ્સની ડિઝાઇન અને વિતરણની સત્તા આપી છે જેમાં અધિકારીઓના વ્યક્તિગત સંબંધ હતા. જો કે, ત્યાં સુધી લોકોએ આ કંપનીઓ વિશે વધુ સાંભળ્યું ન હતું.

image soucre

જો આ તપાસના મુળ વિશે વાત કરીએ તો આ તપાસ આંતરિક દસ્તાવેજો, કરાર, મેસેજ અને ઇ-મેલ્સ તેમજ 40થી વધુ ચિકિત્સકો, સીડીસી કર્મચારીઓ, આરોગ્ય નિષ્ણાતો અને ઉદ્યોગ નિરીક્ષકો પર આધારિત છે. તેમજ આ સિવાય આ મુદ્દા અને વ્યવહારથી વાકેફ બે સૂત્રોના જણાવ્યા મુજબ શાંઘાઈ કંપનીઓ – જીનિયોડીએક્સ બાયોટેક, હ્યુઈરુઇ બાયોટેકનોલોજી અને બાયોજર્મ મેડિકલ ટેકનોલોજીએ માહિતી અને વિતરણ અધિકારો માટે ચાઇના સીડીસીને ચુકવણી કરી. તેમણે પોતાનું નામ જાહેર ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

આગળ વધારે ઉંડાણ પુર્વકની વાત સમજીએ તો સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કિંમત 10 લાખ આરએમબી (1,46,600 ડોલર) હતી. તે સ્પષ્ટ નથી કે પૈસા ચોક્કસ વ્યક્તિઓને ગયા કે કેમ. આ દરમિયાન સીડીસી અને તેની મુખ્ય એજન્સી રાષ્ટ્રીય આરોગ્ય આયોગે અન્ય વૈજ્ઞાનિકો અને સંસ્થાઓને તેમના ઘરની કીટથી વાયરસનું પરીક્ષણ કરતા અટકાવવાનો પ્રયાસ કર્યો.

image soucre

તેમની પધ્ધતિ વિશે વાત કરીએ તો તેમણે દર્દીઓના નમૂનાઓનું નિયંત્રણ લીધું અને કોરોના વાયરસના કેસોની પુષ્ટિ કરવા માટે ટેસ્ટિંગના માપદંડને વધારે જટિલ બનાવ્યા. એવા સમયે જ્યારે વાયરસ ધીમો થઈ શકતો હતો, ખામીયુક્ત તપાસ પદ્ધતિએ વૈજ્ઞાનિકો અને અધિકારીઓને આ કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો હતો તે જોવા માટે રોક્યા. ચીની અધિકારીઓ 5 જાન્યુઆરીથી 17 જાન્યુઆરીની વચ્ચે એક પણ નવો કેસ શોધી શક્યા નથી, જ્યારે સેંકડો લોકોને વુહાનમાં ચેપ લાગ્યો હતો. આ શહેરમાં જ વાયરસ પ્રથમ દેખાયો હતો અને ત્યારપછી કો આખી દુનિયામાં કોરોનાએ તેનુ અસલી સ્વરુપ ધારણ કર્યું હતું.

image siucre

જો છેલ્લા 24 કલાકની ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં 336 કેસ-9નાં મોત, સુરતમાં 246 કેસ-2નાં મોત, રાજકોટમાં 141-1 મોત અને વડોદરામાં 184 કેસ-1 મોત, જામનગરમાં 42 અને ગાંધીનગરમાં 72 કેસ, ભાવનગરમાં 20 અને જૂનાગઢમાં 23 કેસ,મહેસાણામાં 69, પાટણમાં 42, ખેડામાં 39 કેસ, બનાસકાંઠામાં 36, કચ્છમાં 30, મોરબીમાં 29 કેસ, અમરેલીમાં 27, દાહોદમાં 24, ભરૂચમાં 23 કેસ, પંચમહાલમાં 23 અને સાબરકાંઠામાં 22 કેસ, આણંદમાં 20, નર્મદામાં 17, મહિસાગરમાં 16 કેસ, સુરેન્દ્રનગરમાં 15 અને અરવલ્લીમાં 9 કેસ, ગીર સોમનાથમાં 9 અને નવસારીમાં 6 કેસ, વલસાડમાં 6, બોટાદ – દ્વારકામાં 4 – 4 કેસ, પોરબંદરમાં 3, છોટા ઉદેપુરમાં 2, તાપીમાં 1 કેસ સામે આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/corona-17/

Post a comment

0 Comments