Subscribe Us

Header Ads

ખેડૂતોના આંદોલન મુદ્દે કંગના અને દિલજીત વચ્ચે થઇ મોટા પાયે બબાલ, જાહેરમાં એવા અપશબ્દો બોલ્યા કે…

હાલમાં જ કંગના રનૌત અને અને સિંગર એક્ટર દિલજીત દોસાંજ વચ્ચે ખેડૂતોના આંદોલન લઈ ધડબડાટી બોલી ગઈ છે. કારણ કે કંગના રનૌતે ખેડૂત આંદોલન પર એક પોસ્ટ કરી હતી. કંગનાએ શાહીન બાગ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનાર બિલકિસ બાનોએ ખેડૂત આંદોલનમાં ભાગ લીધો હોવા અંગે પોસ્ટ કરી હતી.

image source

જો કે, કંગનાએ જે તસવીર શૅર કરી હતી, તે બિલકિલ બાનોની નહોતી અને ત્યારબાદ કંગનાએ આ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી. પરંતુ સોશિયલ મીડિયા પર આ મામલે દિલજીત દોસાંજ સાથે યુદ્ધ શરૂ થયું છે. જેમાં કંગનાએ દિલજીત પર કટાક્ષ કરીને કરણ જોહરનું પણ નામ લીધું છે.

હવે કંગનાએ કરેલું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ સિવાય વાત કરીએ તો કંગનાની આ પોસ્ટ પર પંજાબી કલાકારો આક્રોશમાં છે. સિંગર જસબીર જસ્સી, હિમાંશી ખુરાના બાદ હવે દિલજીત દોસાંજે કંગનાને મણ મણની ચોપડાવી હતી, તો સામે કંગનાએ પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને દિલજીતને ખખડાવી નાખ્યો હતો. એક તબક્કે બંને એકબીજા સામે ગાળાગાળી પર ઊતરી આવ્યાં હતાં. આમ તો કંગના પોતાના સોશિયલ મીડિયામાં અવાર-નવાર બોલિવૂડ સેલેબ્સને આડે હાથ લેતી હોય છે. આ ઉપરાંત તે બેફામ નિવેદનો આપતી હોય છે. આ વાતને ધ્યાનમાં લઈ બોમ્બે હાઈકોર્ટમાં તેના સોશિયલ મીડિયા અકાઉન્ટને સસ્પેન્ડ કરવા માટે અરજી કરવામાં આવી છે. એક્ટ્રેસ બિદિતા બાગે સોશિયલ મીડિયાને ફરિયાદ કરીને કંગનાનું અકાઉન્ટ બંધ કરવામાં આવે તેવી પોસ્ટ કરી હતી.

જો વિસ્તારથી વાત કરીએ તો કંગનાએ એક વૃદ્ધ ખેડૂત દાદીને બિલકિસ બાનો કહીને તેની મજાક ઉડાવી હતી. આ અંગે દિલજીતે લખ્યું હતું કે માણસ એટલો બધો પણ અંધ ન હોવો જોઈએ. દિલ્હીમાં ખેડુતોના વિરોધ પછી કંગનાને એક વૃદ્ધ શીખ મહિલા વિશે ટ્વીટ કરવા બદલ કાનૂની નોટિસ મળી હતી. જે બાદ દિલજીતે સોશિયલ મીડિયા પોસ્ટ કરતી વખતે કંગના પર નિશાન સાધ્યું હતું. હવે બંને વચ્ચે સોશિયલ મીડિયા પણ જંગ શરૂ થઈ ગયો છે. કંગનાએ દિલજીતને જવાબ આપતાં બે ટ્વિટ્સમાં લખ્યું છે, ‘સાંભળો ગિદ્દો, મારા મૌનને મારી નબળાઇ ન માનો, હું જોઈ રહી છું કે તમે કેવી રીતે નિર્દોષ લોકો સામે ખોટું બોલી બોલીને અને તેમનો ઉપયોગ કરીને ભડકાવી રહ્યા છો, જ્યારે શાહીન બાગની જેમ જ આ બધા આંદોલનનું રહસ્ય ખૂલશે ત્યારે હું એક શાનદાર ભાષણ લખીશ અને હું તમારા લોકોનું મોંઢુ કાળુ કરીશ – બબ્બરશેરની.

image soucre

એ સિવાય પણ કંગના એક જગ્યાએથી ભરાઈ શકે છે. કારણ કે આ પહેલાં કંગનાની પોસ્ટના સંદર્ભે પંજા એન્ડ હરિયાણા હાઈકોર્ટ ચંદીગઢના સીનિયર વકીલ તથા એક્ટિવિસ્ટ હાકમ સિંહે એક્ટ્રેસને લીગલ નોટિસ મોકલી હતી. હાકમ સિંહે પોતાની નોટિસમાં કહ્યું હતું કે અભિવ્યક્તિ દરેક વ્યક્તિ વિશેષનો બંધારણીય હક છે.

image soucre

કંગનાએ પોતાની કમેન્ટને કારણે માત્ર દાદી જ નહીં દેશભરની મહિલાઓનું અપમાન કર્યું છે. આથી તમારે માફી માગવી પડશે. હાકમ સિંહે આ નોટિસમાં કંગનાને સાત દિવસની અંદર માફી માગવાનું કહ્યું છે. જો તે આમ નહીં કરે તો તેની પર માનહાનિનો કેસ કરવામાં આવશે. ત્યારે આ કેસ વચ્ચે હવે કંગના પર વધારાની મુસીબત સામે આવી છે.

image soucre

એક બીજી ટ્વિટને રિટ્વીટ કરીને કંગનાએ લખ્યું, ‘ઓ કરણ જોહરના ***, જે દાદી તેની નાગરિકતા માટે શાહીન બાગમાં પ્રદર્શન કરતી હતી તે જ બિલકિસ બાનો દાદીજી ખેડૂતોના એમ.એસ.પી. માટે પણ પ્રદર્શન કરતી જોવા મળી હતી. હું મહિન્દર કૌર જીને ઓળખતી પણ નથી. તમે બધાએ આ શું નાટક શરૂ કર્યું છે? આ બધું તરત ખત્મ કરો. દિલજીત અને કંગના એટલે અટક્યા નહીં, બંનેએ એકબીજા પર ટોણા માર્યા અને એક પછી એક ટ્વિટ કર્યા. ઉલ્લેખનીય છે કે, આ બધી ચર્ચા ખેડૂત આંદોલનમાં આવેલા દાદી વિશે થઈ રહી છે. કંગનાએ જેના વિશે ટ્વિટ કર્યું હતું, પરંતુ ટ્રોલ થયા બાદ કંગનાએ તે ટ્વીટ તરત ડિલીટ કર્યું હતું. આ ટ્વિટ વિશે દિલજીતે ટ્વિટ કર્યું હતું અને બંને વચ્ચે ચર્ચા શરૂ થઈ હતી. હવે આ જંગે વધારે રૂપ ધારણ કર્યું છે. આટલું જ નહીં, કંગનાએ દિલજિત માટે અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/khedut/

Post a comment

0 Comments