Subscribe Us

Header Ads

કોરોનાએ વધુ એક સેલિબ્રીટીનો લીધો ભોગ, સારવાર દરમિયાન ‘યે રિશ્તા..’ની આ અભિનેત્રીનું કોરોનાથી દુખદ અવસાન

સોમવારે સવારે ટીવી ઉદ્યોગને મોટો આંચકો લાગ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી વેન્ટિલેટર પર પોતાની જિંદગી અને મોત વચ્ચે લડી રહેલી અભિનેત્રી દિવ્યા ભટનાગરનું અવસાન થયું હોવાના અહેવાલ છે. ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં ‘ગુલાબો’ નું પાત્ર ભજવનાર દિવ્યા કોરોના વાયરસનો શિકાર બની હતી, ત્યારબાદ તેને ગોરેગાંવની એસઆરવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

સોમવારે સવારે દિવ્યા જિંદગીનો જંગ હારી ગઈ

image source

નોંધનિય છે કે દિવ્યાની હાલત ઘણા સમયથી ગંભીર હતી અને ઓક્સીજન લેવલ પણ ઓછો થઇ ગયેલ હતો જેના કારણે વેન્ટીલેટર રાખવામાં આવેલ હતી. દિવ્યાએ ઘણા દિવસ સુધી મોત સામે જંગ લડી પરંતુ સોમવારે સવારે દિવ્યા આ જંગ હારી ગઈ અને દુનિયાને અલવિદા કરી દીધી. તેમના મોતના સમાચારથી સમગ્ર ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

જિંદગીએ તારા પર ખૂબ અત્યાચાર કર્યા છે

image source

આ સમાચાર વાયુ વેગે ફેલાય ગયા હતા. આ અંગે અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જીએ સોશ્યલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું અને દિવ્યાની મોતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે કોઈ સાથે ન હતું ત્યારે તું સાથે હતી. મને ખબર છે કે જિંદગીએ તારા પર ખૂબ અત્યાચાર કર્યા છે અને તું દર્દમાં હતી પણ હવે તું સારી જગ્યાએ છે જ્યાં દુઃખ દર્દ જેવું કશું જ હોતું નથી. ભગવાન તારી આત્માને શાંતિ આપે અને તું ખૂબ જલ્દી જતી રહી. બીજા પણ ઘણા સ્ટાર્સ અભિનેત્રીના મોત પર દુખ વ્યક્ત કર્યું છે અને તેમના આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી છે.

મિત્રોએ મોતના સમાચારની કરી પુષ્ટી

image source

તમને જણાવી દઈએ કે દેવોલીનાની પોસ્ટ ઉપરાંત દિવ્યા ભટનાગરના દોસ્ત યુવરાજ રઘુવંશીએ એક્ટ્રેસના નિધનના સમાચારને સાચા ગણાવ્યા છે. સ્પોટબોય સાથેની વાતચીતમાં યુવરાજે કહ્યું, ‘દિવ્યાનું સવારે 3 વાગ્યે અવસાન થયું છે. દિવ્યાને 7 હિલ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. રાત્રે અચાનક 2 વાગ્યે, તેમની તબિયત લથડી ગઈ હતી, તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, ત્યારબાદ 3 વાગ્યે ડોક્ટરે કહ્યું કે દિવ્યા હવે આ દુનિયામાં નથી રહી. આ સમાચાર મારા અને દિવ્યાના પરિવાર માટે મોટો આંચકો છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

માતાએ દિવ્યાના જીવનની વેદના જણાવી

image source

તમને જણાવી દઈએ કે ટાઇમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં દિવ્યાની માતાએ અભિનેત્રીના પતિ ગગન ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. માતાએ કહ્યું હતું કે, ‘દિવ્યાનો પતિ ગગન ખોટો માણસ છે. તે અભિનેત્રીને છોડીને ચાલ્યો ગયો અને તેણે અભિનેત્રીના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું પણ નહીં. માતાએ એમ પણ કહ્યું, ‘દિવ્યાએ અમારી જાણ વિના લગ્ન કર્યા હતા. અમે આ લગ્નની વિરુદ્ધ હતા. દિવ્યા પહેલા મીરા રોડ પર મોટા મકાનમાં રહેતી હતી. પરંતુ લગ્ન બાદ તે ઓશિવારામાં એક નાનકડા મકાનમાં રહેવા લાગી. તેનો પતિ પણ ખોટો નિકળ્યો. તેને છોડીને ચાલ્યો ગયો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/corona-21/

Post a comment

0 Comments