Subscribe Us

Header Ads

માસ્ક ના પહેરનારાઓની હવે ખેર નથી, પોલીસે અપનાવ્યો નવો જ આઈડિયા, હવે જાહેરમાં જ ફોટો પાડીને કરશે…

હાલમાં ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં આજે સામાન્ય ઘટાડો થયો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1477 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 2,11,257એ પહોંચી છે. આવી ભયાનક સ્થિતિમાં પણ માસ્ક વિના ફરતા લોકોને દંડ કરવા માટે હવે નવી પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં પોલીસની એક ખાસ ટીમ સાદા વેશમાં કેમેરા સાથે તહેનાત હશે. જાહેરમાં બેસતા કે ફરતા માસ્ક વિનાના લોકોનો ફોટો પાડીને સ્થળ પર જ તાત્કાલિક અટકાયત કરવામાં આવશે.

image source

જો આ કાયદા વિશે વધારે વાત કરીએ તો સ્પેશિયલ બ્રાન્ચ જેસીપી દ્વારા આ માટે શહેરનાં 50 જેટલા પોલીસ મથકનું એક વ્હોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. આ ટીમ માસ્ક વિનાના લોકોના ફોટા પાડીને સીધા જ વ્હોટ્સએપ ગ્રુપમાં મૂકશે, જેના આધારે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને માસ્ક વિનાની વ્યક્તિને ઝડપી તેની વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધીને કાર્યવાહી કરશે. અમદાવાદમાં સ્પેશિયલ બ્રાંચના એડિશનલ પોલીસ કમિશનર પ્રેમવીર સિંઘે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

image source

આ એક્શન પ્લાનમાં એવું છે કે જાહેરમાં માસ્ક વિના ફરતા લોકોને ઝડપી પાડવા માટે એક ખાસ ટીમ ઊભી કરવામાં આવી છે. આ ટીમ માસ્ક વિનાના લોકોનો ફોટો પાડીને પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા વ્હોટ્સએપ ગ્રુપમાં મૂકશે. ત્યાર બાદ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને માસ્ક વિના જણાયેલી વ્યક્તિ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધીને અટકાયત કરશે.

image source

આ પહેલાં માસ્ક નહીં પહેરનારને દંડની સાથે કોવિડ સેન્ટરમાં સેવા કરવા મોકલવાના નિર્ણય અંગે સરકારે હાઈકોર્ટ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે આ મુદ્દે પ્રેક્ટિકલ અમલ કરવા માટે સરકારે યોગ્ય મિકેનિઝમ ગોઠવવું પડશે. આ સજાને અમલમાં મૂકવી સરકાર માટે પણ કઠિન છે છતાં પણ એક સપ્તાહમાં સ્થિતિ કાબૂમાં આવી જશે એવી શક્યતાઓ હોવાનું સરકારને લાગી રહ્યું છે. તો વળી બીજી તરફ અમદાવાદ શહેરમાં માસ્ક વિના ફરતા લોકોને પકડવા પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન સક્રિય છે.

image source

જો ચોંકાવનારી વાત કરવામાં આવે તો અમદાવાદ પોલીસે આઠ મહિનામાં માસ્ક ન પહેરનારા 2.78 લાખ લોકો સામે કેસ કર્યા છે. જ્યારે તેમની પાસેથી 14.89 લાખનો દંડ વસૂલ્યો છે. આ સાથે જ લોકોને માસ્ક ફરજિયાત પહેરવાના નિયમનું પાલન કરાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા પ્રયાસ કરાઈ રહ્યા છે. જોકે દંડાત્મક કાર્યવાહી છતાં લોકો માસ્ક ન પહેરતા હોવાનું દંડની રકમ અને નોંધાયેલા કેસના આધારે કહી શકાય છે. જો કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 311 જેટલા કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા હતા.

image source

એ જ રીતે છેલ્લા 24 કલાકના બીજી જિલ્લાના આંકડા જોઈએ તો સુરત કોર્પોરેશન 214, વડોદરા કોર્પોરેશન 140, રાજકોટ કોર્પોરેશન 94, મહેસાણા 67, રાજકોટ 66, સુરત 50, ખેડા 48, વડોદરા 41, ગાંધીનગર 34, ગાંધીનગર કોર્પોરેશન 30, જામનગર કોર્પોરેશન 30, બનાસકાંઠા 29, અમરેલી 28, કચ્છ 23, અમદાવાદ 21, મહીસાગર 21, મોરબી 21, પંચમહાલ 21, સાબરકાંઠા 19, દાહોદ 18, આણંદ 16, જુનાગઢ કોર્પોરેશન 15, ભાવનગર કોર્પોરેશન 14, પાટણ 14, ભરૂચ 13, સુરેન્દ્રનગર 12, નર્મદા 11, અરવલ્લી 7, ગીર સોમનાથ 7, જુનાગઢ 7, જામનગર 6, ભાવનગર 5, છોટા ઉદેપુર 5, નવસારી 5, દેવભૂમિ દ્વારકા 4, તાપી 4, બોટાદ 2, પોરબંદર 2, વલસાડ 2 કેસ સામે આવ્યા છે. એ જ રીતે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 15 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4004એ પહોંચ્યો છે. જ્યારે 1547 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે ઘટી રહ્યો છે અને 91.06 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 68,852 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/mask-4/

Post a comment

0 Comments