Subscribe Us

Header Ads

મને પિતા ગુમાવ્યાના દુ:ખથી ઊંઘ નથી આવતી અને ગેમાર તંત્ર બેજવાબદાર તબીબો માટે ગાદલાં પાથરી રહ્યું છે’

થોડા દિવસ પહેલાંની જ વાત છે કે રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી અને લોકો બળીને ભડથું થઈ ગયા હતા. ત્યારે તેના થોડા દિવસ બાદ જ સોશિયલ મીડિયામાં પણ એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો. આ વીડિયોમાં અગ્નિકાંડના તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવે તે પહેલાં જ રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશનના સીન બતાવવામાં આવ્યા છે. જેમાં અગ્નિકાંડના ત્રણેય આરોપી ડૉ. પ્રકાશ મોઢા, ડૉ. વિશાલ મોઢા અને ડૉ. તેજસ કરમટા પોલીસ સ્ટેશનના ડી. સ્ટાફ રૂમમાં રાખવામાં આવેલા સોફામાં આરામ ફરમાવી રહ્યા છે. સાથે જ આરોપીઓ પાસે રાખવામાં આવેલા ટેબલ પર મિનરલ વોટરની બોટલો તેમજ ફ્રૂટ પડ્યાં હોવાનું જોઈ શકાતું હતું. ત્યારે હવે બીજી એક વિપરીત માહિતી સામે આવી રહી છે અને જેમાં પરિવારનો વલોપાત જોવા મળી રહ્યો છે.

image source

આ સમગ્ર કેસ મામલે પરિવારજનોએ તબીબોની ઝાટકણી કાઢી જણાવ્યું હતું કે ડો. પ્રકાશ મોઢા સહિતના તબીબો આ હોસ્પિટલના સંચાલકો હતા અને તેમની બેદરકારીને કારણે અમારાં સ્વજનોએ જીવ ગુમાવવા પડ્યા છે. તબીબો પર ફરિયાદ થઈ અને ધરપકડ પણ થઈ હતી, પરંતુ હવે તેઓ છૂટથી ફરી રહ્યા છે, પોલીસ સ્ટેશનમાં સુવિધાઓ પૂરી પાડી દેવાઈ હતી.

image source

અકસ્માત કહીને જવાબદારીમાંથી છટકી જતાં ડોક્ટરો વિશે વાત કરતાં કેશુભાઈ અકબરીના પુત્ર વિવેક જણાવે છે કે ‘અમે અમારા ઘરનું મોભી અને સ્વજન ગુમાવ્યું છે, જેનું ખૂબ દુ:ખ છે. આ મોત પાછળ જે જવાબદાર છે તેવા તબીબોને જોતાં રોષ પણ એટલો જ આવે છે. જેને સોંપ્યા હતા તેની બેદરકારીને કારણે હવે અમારી વચ્ચે પિતા નથી. કાર્યવાહી માત્ર નામ પૂરતી થઈ અને એમાં પણ તબીબોને આરામથી સુખસુવિધાઓ સાથે રાખવામાં આવતાં અમારી અંદર જે બળતરા છે એની આગમાં ઘી હોમવાનું કામ થયું છે.

image source

આગળ વાત કરતાં વિવેકે કહ્યું કે- હવે તો મને એમ જ લાગે છે કે આ ડોક્ટરો બધી રીતે પૂરા છે, નીચેથી ઉપર સુધી બધે લાગવગ છે, એટલે ક્યાંક ને ક્યાંક લાભ લઈ નીકળી જશે અને અમને હવે ન્યાય નહીં મળે. અમારે તો ફક્ત હવે જીવ જ બાળવાનો. એ જ રીતે નીતિનભાઈ બદાણીના પુત્ર અંકિત જણાવે છે કે ‘મેં પિતા ગુમાવ્યા છે, અમારું છત્ર ગયું છે એનું દુ:ખ સહન જ નથી થતું. હું 24 કલાકમાં માંડ દોઢ કલાક સૂઈ શકું છું. આંખોમાં આંસુ સુકાતાં નથી. તેવામાં જાણવા મળ્યું કે મારા પિતાના મોત માટે જે જવાબદાર છે તેમને પોલીસ સ્ટેશનમાં પણ આરામથી સૂવા માટે ગાદલાં અપાયાં છે.

image source

અંકિત દુખની લાગણી સાથે વાત કરે છે કે જો કોઇ સામાન્ય વ્યક્તિ હોય તો તેમને આવી સુખસુવિધા મળે? ન જ મળે. મારા સ્વજન ગયા છે એટલે જ નહિ, પણ કોઇને પણ સ્વજન ગુમાવવા પડે એ સ્થિતિ વિકટ હોય છે તેથી તે પરિવારને ન્યાય મળવો જોઇએ અને જવાબદારોને સજા આપવી જોઈએ. તબીબો એમ કહે છે કે અમારી પાસે બધાં સાધનો હતાં, આ તો અકસ્માત છે. ત્યારે એ બેદરકાર તબીબોને એટલું કહેવાનું થાય છે કે તમે કોઇ ચેરિટી કરતા ન હતા. પુરેપુરા પૈસા લીધા છે. કોઇ મફતમાં સારવાર કરે અને ખામીવાળા મશીન હોય તો સમજ્યા, તમને ક્યાં ઓછું આપ્યું છે?

image source

કાર્યવાહીની વાત કરવામાં આવે તો ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડ મામલે રાજકોટ તાલુકા પોલીસે રવિવારે ત્રણ નામાંકિત તબીબોની ધરપકડ કરી હતી. જે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તમામ આરોપીઓને જામીન પર મુક્ત કર્યાં હતા. આ કેસમાં પોલીસે આજે સવારે 9:45 વાગ્યાની આસપાસ વધુ બે આરોપીઓ ડૉ. તેજસ મોતિવારસ તેમજ ડૉ. દિગ્વિજયસિંહ જાડેજાની ધરપકડ કરી છે. હવે આ બંને આરોપીઓને રિમાન્ડની માંગણી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અત્યારસુધી રાજકોટ સર્જાયેલ અગ્નિકાંડ મામલે પોલીસે કુલ પાંચ ડૉક્ટરની ધરપકડ કરી છે.

Let's block ads! (Why?)source https://www.jentilal.com/rajkot-3/

Post a comment

0 Comments