Subscribe Us

Header Ads

બાઈક સવારો સાવધાન: હવે બાઈકની પાછળ બેસનારે પણ ફરજિયાત પાળવા પડશે આટલા નિયમો

માર્ગ અકસ્માતથી બાઇક સવારોને બચાવવા માટે સરકારે નિયમોમાં અનેક ફેરફારો કર્યા છે. ત્યારે હવે માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આમાં બાઇક સવારની સાથે જે લોકો પાછળ બેસે છે તેઓએ પણ કેટલાક નિયમોનું પાલન કરવું પડશે.

image source

સલામતીને ધ્યાનમાં રાખીને આ નિયમોમાં ફેરફારો કરવામાં આવ્યા છે, અને જો તેનું પાલન કરવામાં નહીં આવે તો તેમને દંડ ભરવો પડી શકે છે. તો ચાલો આપણે કહીએ કે માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયની નવી માર્ગદર્શિકામાં કયા કયા ફેરફારો કરવામાં આવ્યા છે.

image source

બાઇક સવારો માટે બહાર પાડવામાં આવેલી નવી માર્ગદર્શિકા મુજબ બાઇકની પાછળની સીટની બંને બાજુ હેન્ડ હોલ્ડ જરૂરી છે, જે પાછળની સીટની સલામતી માટે ફરજિયાત છે. જે બાઇકની પાછળ બેસે છે તેના માટે બંને બાજુ પેડેસ્ટલ ફરજિયાત બનાવવામાં આવવી જોઈએ. આ સિવાય બાઇકના પાછળના વ્હીલની ડાબી બાજુનો અડધો ભાગ સુરક્ષિત રીતે ઢંકાયેલો હોવો જોઈએ, જેથી પાછળ બેઠેલા લોકોના કપડાં વ્હીલમાં ગુંચવાય ન જાય અને અકસ્માત ટળી શકે.

image source

બાઇકમાં કન્ટેનર મુકવા માટે પણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ હેઠળ જો વાત કરીએ તો કન્ટેનરની લંબાઈ 550 મીમી, પહોળાઈ 510 મીમી અને ઉંચાઇ 500 મીમીથી વધુ ન હોવી જોઈએ. જો કન્ટેનર પાછળની સીટ પર લગાવેલ હોય તો ફક્ત ડ્રાઇવરને જ બાઇક પર બેસવાની મંજૂરી આપવામાં આવશે. બાઇકના ટાયરને લઈને મંત્રાલય દ્વારા ગાઇડલાઈન જાહેર કરવામાં આવી છે. આ અંતર્ગત મહત્તમ 3.5. ટન વજનના વાહનો માટે ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ સૂચવવામાં આવી છે. પ્રેશર મોનિટરિંગ સિસ્ટમમાં સેન્સર દ્વારા ડ્રાઇવરને વાહનના ટાયરમાં હવાની સ્થિતિ વિશે માહિતી મળે છે.

image source

એ સિવાય વાત કરીએ તો ગુજરાતમાં ચાર મોટા શહેરો અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં હેલ્મેટનો નવો કાયદો આવશે. નવો કાયદો 01-06-2021અમલી બનશે. આ માટે વાહન વ્યવહાર કમિશ્નરની કચેરી દ્વારા બે દિવસ પહેલા પોલીસ મહાનિર્દેશક અને ચારેય શહેરોના પોલીસ કમિશ્નરને ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝના S.0. 4252 (E) તા.. 26-11-2020ની નકલ મોકલી આપવામાં આવી છે. જે મુજબ આ હુકમથી ટુ વ્હીલર વાહન ચાલકો માટે હેલ્મેટન સ્ટાન્ડર્ડ માર્ક IS 4151 : 2015 ધરાવતા હોવાની જોગવાઈ કરવામાં આવી છે. આ હુકમનો અમલ 01-06-2021થી કરાવવાનો રહેશે. આ તારીખથી IS 4151 વગરનું હેલ્મેટ માન્ય નહીં ગણાય.

image source

સડક પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયે દેશમાં વધી રહેલી માર્ગ અકસ્માતની ઘટનાઓને ધ્યાને લઈને હવે બાઈક ચલાવવાના નિયમમાં તાજેતરમાં મોટા અને મહત્ત્વના ફેરફાર કર્યા છે. સરકારે બાઈક રાઈડર્સને માર્ગ અકસ્માતમાંથી બચાવવા માટે કેટલાક નવા નિયમ તૈયાર કર્યા છે. આ અંગે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાંસપોર્ટ એન્ડ હાઈવેએ એક ગાઈડલાઈન તૈયાર કરી છે. બાઈક ચાલકની સાથોસાથ પાછળ બેસનારા કેટલાક વ્યકિત માટે પણ નિયમ તૈયાર કરવામાં આવ્યા છે. સુરક્ષાના પગલાંને ધ્યાને લઈને નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જો તેનું પાલન નહીં થાય તો ચલણ કપાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/bike/

Post a comment

0 Comments