Subscribe Us

Header Ads

આંદોલન કરી રહેલા ખેડૂતોનાં સમર્થનમાં આવી રહ્યા છે રમતવીરોથી લઈને બોલિવૂડ સ્ટાર્સ

કૃષિ કાયદાનો વિરોધ કરતા ખેડુતોને હવે દેશભરમાંથી સમર્થન મળી રહ્યું છે. રાજધાની દિલ્હીને અડીને આવેલા વિસ્તારોમાં સેલેબ્સ હવે આંદોલનકારી ખેડૂતો સુધી પહોંચી રહ્યા છે. બીજી તરફ, ફિલ્મ સેલિબ્રિટીએ પણ સોશિયલ મીડિયા પર તેમનું સમર્થન શરૂ કર્યું છે. આ દરમિયાન પ્રિયંકા ચોપરાએ પણ ખેડૂતોને લઈને ટ્વિટ કર્યું છે.

આપણા ખેડુતો ભારતના Food Soldiers

image source

પ્રિયંકા ચોપડાએ દિલજીત દોસાંજ દ્વારા એક ટ્વીટને રીટ્વીટ કરીને લખ્યું છે કે, આપણા ખેડુતો ભારતના Food Soldiers છે. તેમના ભયને દૂર કરવાની જરૂર છે. તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરવાની જરૂર છે. એક સંપન્ન લોકશાહી તરીકે, આપણે ખાતરી કરવી જ જોઇએ કે આ સંકટ જલ્દીથી ઉકેલી શકાય.એક્ટ્રેસની આ ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચૂકી છે. ફેન્સ તેના પર કેટલાંય પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે. હવે કેટલાંક લોકો એવા પણ સામે આવી રહ્યા છે કે પ્રિયંકાના વિચારોથી તો સહમત દેખાઇ રહ્યા છે પરંતુ તેમણે એક્ટ્રેસને આ મુદ્દા પર બોલવાનું યોગ્ય લાગી રહ્યું નથી. હવે કારણ કે એક્ટ્રેસ દેશમાં હાજર નથી એવામાં આ મુદ્દા પર તેનું બોલવું કેટલાંક લોકોને ખટકી રહ્યુપં છે.

પ્રેમની વાતો કરો, કોઈપણ ધર્મ યુદ્ધ નથી શીખવતો

image source

દિલજીત દોસાંઝે કંગના રનૌત સાથે ખેડૂત વિરોધ પ્રદર્શન અંગે લાંબી ચર્ચા કરી હતી. આવી સ્થિતિમાં ઘણા લોકો દિલજીતના સપોર્ટમાં આવ્યા હતા. હવે પ્રિયંકા ચોપરાએ પણ દિલજીત દોસાંઝની ટવિટને રિટવિટ કરીને તેને અને ખેડૂતોને ટેકો આપ્યો છે. ખરેખર, દિલજીતે પોતાની ટવિટમાં લખ્યું હતું, ‘પ્રેમની વાતો કરો. કોઈપણ ધર્મ યુદ્ધ નથી શીખવતો. હિન્દુ, મુસ્લિમ, સિખ, ખ્રિસ્તીઓ, જૈન અને બૌદ્ધ બધા એકબીજાની સાથે છે. ભારત આ જ રીતિને કારણે વિશ્વભરમાં જાણીતું છે. બધા અહીં પ્રેમથી જીવે છે. અહીં દરેક ધર્મનું સન્માન કરવામાં આવે છે.’

દિલજીત દોસાંઝે આ ટવિટમાં સિંધુ બોર્ડરની કેટલીક તસવીરો શેર કરી

image source

દિલજીત દોસાંઝે આ ટવિટમાં સિંધુ બોર્ડરની કેટલીક તસવીરો શેર કરી છે. તાજેતરમાં જ દિલજીત નેશનલ કેપિટલ રિજન (એનસીઆર)માં સિંઘુ બોર્ડર પર જોવા મળ્યો હતો. તેઓ ખેડૂતોના સમર્થન માટે ત્યાં પહોંચ્યો હતા. કંગના રનૌત સાથેના વિવાદ બાદ દિલજીત દોસાંઝની ફેન ફોલોઇંગ અત્યંત વધી ગઈ છે અને આની સાથે દિલજીત હવે ખુલ્લેઆમ ખેડૂતોના સમર્થનમાં ઉભો રહ્યો છે.

કેટલાય સેલેબ્સ ખેડૂતોનું સમર્થન કરી ચુક્યા છે

તમને જણાવી દઈએ કે, બોલિવૂડ અને પંજાબી ફિલ્મોના કેટલાય સેલેબ્સ ખેડૂતોનું સમર્થન કરી ચુક્યા છે.

image source

જેમાં રિતેશ દેશમુખ, સોનૂ સુદ, ગુરદાસ માન, ગિપ્પી ગ્રેવાલ, હની સિંહ, કપિલ શર્મા, સ્વરા ભાસ્કર, વીર દાસ, તાપસી પન્નૂ સહિત કેટલાય સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા ખેડૂતોને આ આંદોલનને સમર્થન કર્યુ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/bollywood-24/

Post a comment

0 Comments