Subscribe Us

Header Ads

આ એક્ટરે છુપાઈને વિદેશમાં કર્યા હતા લગ્ન, નામ જાણીને નહીં આવે વિશ્વાસ

બોલિવૂડ એક એવી જગ્યા છે જ્યાં અનેક કલાકારોના રાઝ છુપાયેલા છે. કોઈએ પોતાના સંબંધો છુપાવીને રાખ્યા છે તો કોઈએ લગ્ન. તેનું એક કારણ એવું પણ છે કે કલાકારો પોતાની પર્સનલ લાઈફને લાઈમ લાઈટથી દૂર રાખવા ઈચ્છે છે.

image source

પરંતુ કહેવાય છેને કે તમે જે વાતને છુપાવો તેમાં લોકો વધારે રસ લેતા હોય છે. આવું જ કંઈક બોલિવૂડના સ્ટાર સની દેઓલની સાથે પણ થયું છે. તેમની પત્ની વિશે જાણવા અનેક લોકો ઉત્સુક રહ્યા છે.

image source

1983માં પોતાની કરિયરની શરૂઆત કરનાર બોલિવૂડ સ્ટાર સનીની પહેલી ડેબ્યૂ ફિલ્મનું નામ બેતાબ હતું અને તેમની કો સ્ટાર અમૃતા સિંહ હતી. પછી સાંભળવા મળ્યું કે ફિલ્મ પત્યા બાદ તેમની વચ્ચે અફેર શરૂ થયું હતું. જો કે આ વિશે અમૃતાની માતાને ખ્યાલ આવ્યો તો તેઓએ સનીને વિશે જાણકારી મેળવી. તેઓને ખ્યાલ આવ્યો કે તેમના લગ્ન થઈ ચૂક્યા છે.

image source

1984માં સની દેઓલે પૂજા સાથે લગ્ન કરી લીધા હતા, પૂજા અડધી ભારતીય મૂળની છે અને અડધી બ્રિટિશ. વ્યવસાયે તે એક સારી લેખિકા છે. સનીની એક ફિલ્મ યમલા પગલા દીવાના 2ની સ્ટોરી લાઈન પણ લખી ચૂકી છે. તેમને કેમેરા સામે આવવાનું પસંદ નથી માટે તે લોકો સામે ઓછું આવે છે અને લોકો પણ તેમના વિશે ઘણું ઓછું જાણે છે.

image source

સનીના લગ્ન છુપાવવાનું મોટું કારણ તેમની કરિયર હતું. કેમકે પહેલાં એમ માનવામાં આવતું કે કોઈ પણ એક્ટર કે એક્ટ્રેસના લગ્ન થયા એટલે કે તેની કરિયર નબળી પડી જશે. પરંતુ સનીએ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને સારી રીતે સંભાળી લીધી હતી.

image source

હાલમાં તેમના પરિવારમાં 2 દીકરા કરણ દેઓલ અને રાજવીર દેઓલ છે. કરણ બોલિવૂડમાં પલ પલ દિલ કે પાસ જેવી ફિલ્મથી ડેબ્યૂ કરી ચૂક્યા છે તો રાજવીર બોલિવૂડમાં આવવાની શરૂઆતમાં પણ કરી શક્યા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)



source https://www.jentilal.com/sunny-deol/

Post a comment

0 Comments