Subscribe Us

Header Ads

માસ્ક નહીં પહેરનાર માટે કરવામાં આવી રહી છે આ નવા અને અનોખા દંડની વિચારણા, જેમાં હવે માસ્ક ન પહેર્યું તો જાહેર સ્થળે…

કોરોના વાયરસની મહામારીએ લગભગ આખી દુનિયાને પોતાના ભરડામાં લીધી છે. સંક્રમણને ફેલાતુ અટકાવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન પણ રાખવામાં આવ્યું પણ છેવટે દેશને પુષ્કળ આર્થિક નુકસાન થતાં અને બેરોજગારી વધતાં સરકારને ના છૂટકે લોકડાઉનને ઉઠાવવું પડ્યું પણ ત્યાર બાદ લોકો માટે કેટલીક ફરિજયાત ગાઇડલાઇન્સ પણ સરકાર દ્વારા બહાર પાડવામા આવી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાને ફરજિયાત બનાવવામા આવ્યું છે અને તેમ નહીં કરનાર માટે દંડની જોગવાઈ પણ કરવામા આવી છે તેમ છતાં પણ ઘણા બધા લોકો રસ્તાઓ પર માસ્ક વગર ફરતા જોવા મળી રહ્યા છે.

image source

માસ્ક નહીં પહેરનાર માટે 1000 રૂપિયાનો દંડ તો રાખવામા આવ્યો જ છે પણ હવે દંડને અસરકારક બનાવવા માટે એક નવા દંડની એટલે કે સજાની જોગવાઈ પણ અમલમાં આવી શકે છે. અને તે છે જે વ્યક્તિએ માસ્ક ન પહેર્યો હોય તેમને આખો દિવસ ‘માસ્ક અવશ્ય પહેરો’ના લખાણવાળુ બેનરસ લઈ ઉભા રહેવાની સજા. અને આ રીતે તેવા જ લોકો દ્વારા સમગ્ર શહેરમાં માસ્ક માટેની જાગૃતિ ફેલાવવાની સજા આપવામા આવી શકે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર એવું પણ વિચારી રહી છે કે આવા માસ્ક નહીં પહેરનાર લોકો દ્વારા દિવસમાં જાહેર ચાર રસ્તાઓ પર મફતમાં માસ્ક વહેંચવાની ફરજ પાડવામા આવી શકે છે.

image source

તેના માટે સરકારે આવી દંડીત વય્ક્તિઓને શહેરના પબ્લિક પાર્ક, ચાર રસ્તાઓ, બજારો, શોપિંગ મોલ્સ તેમજ શહેરના વ્યસ્ત ચાર રસ્તાઓ, રેલ્વે સ્ટેશન, બસ ડેપો, જેવા સ્થળોની પસંદગી કરી છે. એટલે કે તે વ્યક્તિને સરકાર ઉપર જણાવેલી જગ્યાઓ પર માસ્ક વહેંચવા તેમજ બેનર લઈને ઉભા રહેવાનું ફરમાન કરી શકે છે. આટલું જ નહીં પણ જો એકની એક વ્યક્તિ બીજી વાર પણ માસ્ક નહીં પહેરેલી પકડાશે તો તેના માટેની સજા ઓર વધારે કડક બનાવવામાં આવી છે. આવી વ્યક્તિને સરકાર જાહેર સ્થળે સફાઈ તેમજ બીજી કોઈ કડક સજા પણ કરવાની વિચારણા કરી રહી છે.

image source

જોકે હાઇ કોર્ટે થોડા સમય પહેલા ગુજરાત સરકારને કહ્યું હતું કે તેઓ માસ્ક નહીં પહેરનાર લોકોને કોવિડ કેર સેન્ટરમા કોરોના દર્દીઓની સેવા કરવાની સજા કરે જે હૂકમને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો હતો. પણ સુપ્રીમ કોર્ટે સરકાર પાસે લોકો માસ્કના નિયમનું ફરજિયાત પાલન કરે તે માટેના અસરકારક ઉપાયો સૂચવવા જણાવ્યું હતું. અને તેના માટે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે માસ્ક નહીં પહેરનાર લોકો માટે હળવી સજાઓની સૂચી તૈયાર કરી છે.

image source

આ સજા અલગ અલગ વયજૂથના પુરુષ તેમજ મહિલાઓને ધ્યાનમાં રાખીને અલગ અલગ રાખવામા આવી શકે છે. હાલના સંજોગોમાં તો માસ્ક નહીં પહેરનાર લોકોને પોલીસ નિયત કરેલો દંડ ફટકારી રહી છે, અને તેના કારણે જનતા ઘણીવાર પોલીસ સાથે સંઘર્ષમાં પણ ઉતરી જાય છે અને વાત મારા-મારી સુધી પહોંચી જાય છે.

image source

હવે સરકાર જ્યારે સજાની આ નવી જોગવાઈ લાવી રહી છે ત્યારે તે વાત તો સાચી જ છે કે તે એક અસરકારક સજા સાબિત થશે કારણ કે લોકોને પોતાનુ અહમ ખૂબ વહાલુ હોય છે અને તેમને જાહેર રસ્તા પર બેનર લઈને ઉભા રહેતા તેમજ માસ્ક વહેંચતા સંકોચ થશે માટે આ સજા અસરકારક સાબિત થઈ શકે તેમ છે. પણ લોકો આ સજાને કેટલી માનશે તે પણ એક પ્રશ્ન છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/not-wear-mask/

Post a comment

0 Comments