Subscribe Us

Header Ads

ડરના કારણે રાતો-રાત ખાલી થઈ ગયું હતું આ શહેર, કેટલાય વર્ષોથી પડ્યું છે વેરાન

દુનિયામાં એવા ઘણા રહસ્યો છે, જેના વિશે દરેકને ખબર નથી હોતી. આવું જ એક રહસ્ય છે સાયપ્રસના વરોશા શહેરનું, જે એક સમયે લોકોના વસવાટથી હર્યું ભર્યું હતું, પરંતુ હવે આ શહેર નિર્જન બની ગયું છે. વરોશા શહેર વિશ્વના સૌથી મોટા ઘોસ્ટ ટાઉન (ભૂતોનું શહેર) તરીકે પણ ઓળખાય છે. તો આવો જાણીએ કે આખરે એવું તે શું થયું કે આખું ગામા રોતા રાત ખાલી થઈ ગયું.

દુનિયાના સૌથી મોટું ઘોસ્ટ ટાઉન

image source

વરોશા શહેર દુનિયાના સૌથી મોટું ઘોસ્ટ ટાઉન તરીકે માનવામાં આવે છે. ઊંચી ઇમારતો તો બની છે પરંતુ અહીં રહેનારું કોઈ નથી. આ શહેરમાં હોટેલ, રેજીડેંશિયલ ઇમારતોથી લઈને બાર અને રેસ્ટોરન્ટ ખંડેરમાં ફેરવાઈ ગયા છે.

ફોટો લેવાનો પ્રયાસ કરે તો તેની ધરપકડ કરવામાં આવે છે.

image source

ફામગસ્તા પ્રાંતના વરોશામાં નાના વિસ્તારને બાદ કરતાં અહીંના મોટાભાગના દરિયાકિનારા કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ફેન્સીંગમાં કેદ કરાયેલા શહેરમાં પ્રવેશ કરવો તે ખૂબ દૂર છે, જો કોઈ બહારથી કોઈ ફોટો લેવાનો પ્રયાસ કરે તો તેની ધરપકડ કરવામાં આવે છે.

45 વર્ષ પહેલાં આ શહેરની વસ્તી 40,000 ની આસપાસ હતી

તો બીજી તરફ મીડિયા અહેવાલો અનુસાર, 45 વર્ષ પહેલાં આ શહેરની વસ્તી 40,000 ની આસપાસ હતી, પરંતુ 1974માં એક ડરને કારણે આખું શહેર રાતોરાત ખાલી કરાવ્યું હતું. આ શહેરને અડીને આવેલા બાકીના શહેરો દિવસ-રાત રોનક રહે છે, પરંતુ તે સંપૂર્ણ નિર્જન છે.

એક જ રાતમાં આખું શહેર ખાલી થઈ ગયું

image source

હકીકતમાં, જુલાઈ 1974માં તુર્કી સૈન્યએ ગ્રીક રાષ્ટ્રવાદીઓના બળવાના વિરોધમાં સાયપ્રસ પર હુમલો કર્યો હતો, ત્યારબાદ નરસંહારના ડરને કારણે એક જ રાતમાં આખું શહેર ખાલી કરાવ્યું હતું અને અહીં રહેતા લોકોએ નજીકના શહેરોમાં વસવાટ કર્યો હતો.

રોશા શહેર હાલમાં તુર્કી સૈન્યના કબજા હેઠળ

તુર્કીના હુમલાને કારણે સાયપ્રસ બે ભાગમાં વહેચાઈ ગયુ હતું, જેનું નામ તુર્કી સાઈપ્રસ અને ગ્રીસ સાઈપ્રસ છે. વરોશા શહેર હાલમાં તુર્કી સૈન્યના કબજા હેઠળ છે. અહીં ફક્ત તુર્કીની પેટ્રોલિંગ ટીમ જ આવી શકેછે. આ સિવાય અહીં કોઈને પણ આવવાની છૂટ નથી.

રાજસ્થાનમાં પણ આવેલુ છે આવુ જ એક ગામ

image source

રાજસ્થાનના જેસલમેર પાસે આવેલા કુલધરા ગામમાં છેલ્લા ૨૦૦ વર્ષથી કોઇ રહેતું નથી. આ ગામ કેવી રીતે ઉજજડ થયેલું તેનું રહસ્ય આટલા વર્ષો પછી પણ ઉકેલાયું ન હોવાથી ભૂતિયા ગામની ઉપમા મળી છે. હવે હેરિટેજ સાઇટ ગણાતું આ ગામ પ્રવાસન સ્થળ પણ બન્યું છે. આસપાસના સ્થાનિક લોકોનું માનવું છે કે ૨૦૦ વર્ષથી આ ઉજ્જડ ગામમાં કોઇ એક રાત રહી શકયું નથી. જેને પણ રહેવા પ્રયાસ કર્યો તે ગાયબ થઇ જાય છે. એવું માનવામાં આવે છે કે ઇસ ૧૨૯૧માં એક રઇસ પાલીવાલ બ્રાહ્મણએ કુલધરા ગામ વસાવ્યું હતું. કુલધરા આસપાસના ૮૪ ગામોમાં પણ પાલીવાલ બ્રાહ્મણની વસ્તી હતી.

દિવાન સાલમસિંહની નજર પુજારીની દીકરી પર પડી

image source

એક એવી કિવંદતિ પણ છે કે કુલધરા રજવાડાના દિવાન સાલમસિંહની આ ગામના પુજારીની યુવાન દીકરી પર નજર પડી હતી. પ્રેમાંધ દિવાન કોઇ પણ ભોગે તેને મેળવવા ઇચ્છતો હતો. સાલમસિંહે એક વાર તો ધીરજ ગુમાવીને ગામના લોકોને છોકરી સોંપી દેવાની મુદત આપી હતી. જો તેની આ ઇચ્છા નહી સંતોષાય તો લોકોને પરીણામ ભોગવવાની પણ ધમકી આપી હતી. સૌ સ્વમાની લોકોએ સંપે થઇને કુળ દિકરીના આત્મ સન્માન માટે ખોટી માંગણી સામે ઝુકવાના સ્થાને ગામ છોડી દેવાનું પસંદ કર્યુ હતું. એક માન્યતા એવી પણ છે કે રાજા ક્રુર હોવાથી કર ખૂબ માંગતો અને ગુલામની જેમ રાખતો આથી લોકોએ ગામ છોડી દીધું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/ghost/

Post a comment

0 Comments