Subscribe Us

Header Ads

PSI અનિતા જોશીની આત્મહત્યા મામલે મોટો ઘટસ્ફોટ, આ એક કારણ અને જીવન ટૂંકાવી નાંખ્યું!

થોડા દિવસોથી એક ઘટનાની આખા ગુજરાતમાં ભારે ચર્ચા કરવામાં આવી રહી છે અને આ ઘટના લોકોના પલ્લે ન પડે એવી છે, કારણ કે કોઈ પુરી રીતે સેટ થઈને સારી જિંદગી જીવતા હોય અને પછી આત્મહત્યા કરે તો કોઈને પણ અજીબ લાગે. ત્યારે સુરતના દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલ ફલાસા વાડી પોલીસ કોલોની ખાતે રહેતી મહિલા PSIએ પોતાના જ પોલીસ ક્વાર્ટરસના ઘરમાં આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારબાદ મહિલા PSI અમિતા જોષીનું પોસ્ટમોર્ટમ કરાયું હતું જો કે PSIએ કયા કારણોસર આત્મહત્યા કરી તે હાલ બહાર આવ્યું નથી.

image source

જો હાલમાં જે પ્રમાણે વાતો કરવામાં આવી રહી છે એના વિશે વાત કરીએ તો આ સમગ્ર ઘટનામાં ઘરેલુ કંકાસને લઇને આત્મહત્યા કરી હોવાની ચર્ચા થઇ રહી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને મામલાને ખુબ જ ગંભીર રીતે લીધો છે. સુરતના ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા PSI જોશીએ આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી. પોતાની જ સર્વિસ રિવોલ્વરલથી મહિલા PSIએ ગોળી મારી આપઘાત કર્યો હતો.

image source

હાલમાં શરૂઆતના તબક્કે એવું બહાર આવ્યું છે કે મહિલા PSIએ પતિ-સાસરિયા દ્વારા નોકરી છોડવાના દબાણવશ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત મળતી વિગત અનુસાર સુરતના મહિલા PSI જોશીના આપઘાતની પાછળ સાસરિયા દ્વારા કરવામાં આવતું દબાણ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. જો કે આ સાથે મહિલા PSIના પરિવારે તટસ્થ તપાસની માંગ કરી છે. મહિલા PSI જોશીને પતિ-સાસરિયા તરફથી નોકરી છોડવા માટે વારંવાર દબાણ કરવામાં આવતું. જેમાં પતિ અને સાસરિયા તરફથી કહેવામાં આવતું હતું કે જો તારે તારા પુત્રને મળવું હોય તો નોકરી છોડી દે, જો કે આ બધી માહિતી અંદાજન આધારે કહેવામાં આવી રહી છે. આ વાતોની હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

image source

તો વળી એક એવો પણ એહવાલ સામે આવી રહ્યો છે કે મહિલા PSI જોશીએ આપઘાત કરતાં પહેલા તેમના નણંદ સાથે છેલ્લી વાત કરી હોવાનો ખુલાસો થયો છે. જો કે તેમા સામે આવેલી વિગત મુજબ PSI જોશીએ નણંદને કહ્યું હતું કે મૃત્યું પછી રુપિયા આવે તો પુત્રના નામે FD કરવી તે અંગે વાતચીત થઇ હોવું બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે જે દિવસે તેમણે આત્મહત્યા કરી ત્યારે અનિતા જોશી તે દિવસે પોલીસ સ્ટેશન ફરજ પર ગયા ન હતા અને ઘરે પોતાને ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. જો પ્રાથમિક વિગતમાં જાણવા મળ્યું હતું કે PSI અનિતા જોશી પરણિત છે અને તેને એક બાળક પણ છે.

image soucre

જો આ માહિતીમાં તેમના પતિ વિશે વાત કરીએ તો આ અંગે તેમના પતિનું કહેવું છે કે અમિતાએ એવું કેમ કર્યું ખબર નથી. ગત રોજ પુત્ર સાથે વિડીયો કોલ પર વાત કરી હતી. મારી બાઈક ચાલુ હોવાથી વિડીયો કોલ પર વાત નહિ થઈ. મેં 10 મિનિટ માંગી હતી કે કોલ કરું થોડી વારમાં નેટવર્ક બરાબર નથી. પરંતુ હાલમાં આ મહિલાને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/joshi/

Post a comment

0 Comments