Subscribe Us

Header Ads

રાત્રે ઊંઘતા પહેલા 1 ગ્લાસ ગરમ દૂધમાં આ વસ્તુ નાખીને પીવો, ચપટીમાં છૂ થઇ જશે શરીરની આ બધી તકલીફો

મિત્રો, ફાઈબર અને અનેકવિધ પોષકતત્વોથી સજ્જ વરિયાળી એ પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓને દૂર કરવા માટે એક શ્રેષ્ઠ ઔષધી સાબિત થઇ શકે છે. જો દૂધની સાથે તમે વરીયાળીનુ પણ સેવન કરશો તો તમારા સ્વાસ્થ્યને અનેકવિધ ચમત્કારીક લાભ પ્રાપ્ત થઇ રહેશે.

image souctre

આ સિવાય વરિયાળી એ લગભગ દરેક ભારતીય ઘરમા જોવા પણ મળી રહે છે. આપણા આયુર્વેદ શાસ્ત્રમા જઠરાગ્નિની અગ્નિને ઠંડી કરનાર શ્રેષ્ઠ ઔષધ તરીકે વરિયાળીને ગણવામા આવી છે પરંતુ, શુ તમને ખ્યાલ છે કે, દૂધમા વરિયાળી મિક્સ કરીને તેનુ સેવન કરવાથી તમારા લાભ બે ગણા થઈ જાય છે અને અનેકવિધ સમસ્યાઓમા તમને રાહત પણ મળી શકે છે. તો ચાલો જાણીએ કેવી રીતે?

image soucre

વરિયાળીવાળુ દૂધ તૈયાર કરવા માટે એક ગ્લાસ દૂધ ઉકળવા મૂકો. ત્યારબાદ તેમા એક ચમચી જેટલી આખી વરિયાળી અથવા તો તેનો પાવડર ઉમેરી તેને પાંચ મિનિટ ઉકાળો. ત્યારબાદ તેને ગાળીને અથવા વરિયાળી સાથે પી લો. આ ઉપાય અજમાવવાથી તમારુ સ્વાસ્થ્ય હમેંશા સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે.

image source

આ ઉપરાંત જો તમને અપચો, કબજિયાત, પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓ રહેતી હોય તો તેના નિવારણ માટે વરિયાળીવાળુ દૂધ એ શ્રેષ્ઠ ઔષધ તરીકે સાબિત થઇ શકે છે. આ સિવાય તે ગેસ્ટ્રિકની સમસ્યાઓને દૂર કરવા માટે પણ લાભદાયી સાબિત થઇ શકે છે. આ ઉપરાંત જે વ્યક્તિને ભૂખ ના લાગતી હોય કે ભોજન ના ભાવતુ હોય તેણે જમ્યા પહેલા વધુ માત્રામા વરિયાળી ખાવાનુ રાખવુ જોઈએ.

image source

જો તમને ભૂખ યોગ્ય રીતે ના લાગતી હોય તો જમ્યા પછી તમે શેકેલી વરિયાળીનુ સેવન અવશ્યપણે સેવન કરવુ જોઈએ. આ વસ્તુમા તમને વિટામિન-સી, ફાઈબર, પોટેશિયમ, મેગનીઝ, કોપર, ફોલેટ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, લોહતત્વ, વિટામિન બી-૩ વગેરે જેવા પોષકતત્વ મળી રહે છે. તે આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે ખુબ જ સહાયરૂપ સાબિત થઇ શકે છે.

image source

આ ઉપરાંત વરીયાળીમા પુષ્કળ માત્રામા ફાઈબર સમાવિષ્ટ હતુ. તેનુ નિયમિત સેવન કરવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને તમારુ મેટાબોલિઝ્મ પણ તેજ બની રહે છે. આ સિવાય તેના કારણે કેલરી પણ બર્ન થાય છે અને ભૂખ પણ નિયંત્રણમા રહે છે. એક સંશોધન મુજબ જે સ્ત્રીઓ પોતાનુ વજન ઘટાડવા ઈચ્છે છે, તેમણે લંચ પહેલા વરિયાળીવાળા દૂધનુ સેવન અવશ્યપણે કરવુ જોઈએ.

image source

આ સિવાય વરિયાળીમા પુષ્કળ માત્રામા એસેન્સિયલ ઓઈલ સમાવિષ્ટ હોય છે, જે તમારા શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે અને સાથે જ તમારુ બ્લડ પણ સાફ કરે છે. આ ઉપરાંત જે લોકો નિયમિત રાતે વરિયાળીવાળા દૂધનુ સેવન કરે છે, તેમને ક્યારેય પણ ખીલની સમસ્યા થતી નથી અને તેમની સ્કિન પણ બેદાગ બની રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Let's block ads! (Why?)source https://www.jentilal.com/valiyariandmilk/

Post a comment

0 Comments