ઠંડીના દિવસોમાં બેસ્ટ હોમમેડ ફેસ પેકની શોધમાં હોવ તો એ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી, તમારા કિચનમાં જ એટલા બધા બ્યુટી સિક્રેટસ છે. ઠંડીમાં લગાવો આ 10 હોમમેડ ફેસ પેક, જે મિનિટોમાં નિખારશે તમારી સુંદરતા.

1) 1 ટેબલસ્પૂન લોટમાં થોડી દ્રાક્ષ મસળીને નાખો. આ મિશ્રણને 15 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો. પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. આવું કરવાથી સ્કિન સોફ્ટ બને છે અને કરચલીઓ પણ નથી પડતી.

2) ચંદન પાઉડરમાં 1 1 ટેબલસ્પૂન મિલ્ક પાઉડર, મધ, લીંબુનો રસ અને બદામનું તેલ નાખો. ચહેરા પર લગાવીને 10- 15 મિનિટ સુધી સુકાવા દો, પછી ધોઈ લો. ચહેરો ગ્લો કરવા લાગશે.
3) સંતરાની છાલને તડકામાં સૂકવીને એનો ઝીણો પાઉડર બનાવો. પછી આ પાઉડરમાં એક ટીસ્પૂન દૂધ, થોડી હળદર અને લીંબુનો રસ ભેળવી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવવાથી ચહેરાની રંગત નિખરે છે.

4) મધ, દહીં અને દૂધને મિક્સ કરીને ચહેરા પર લગાવો. 20 મિનિટ પછી ધોઈ લો, સ્કિન સ્વસ્થ અને યુવાન દેખાવા લાગશે.
5) મલાઈમાં ચપટી હળદર અને ઓલિવ ઓઈલના થોડા ટીપાં ભેળવીને ચહેરા પર લગાવો,એનાથી સ્કિનમાં નિખાર આવે છે રુક્ષપણુ દૂર થાય છે.

6) 1 કપ છાશ, અડધું એવોકેદોનું પલ્પ, 2 ટેબલસ્પૂન મધ અને થોડું ઓલિવ ઓઇલ, આ બધું મિક્સ કરીને ચહેરા પર લગાવો. આ સકીને ખૂબ જ સારી રીતે મોઇશ્ચરાઇઝર કરે છે
.7) 1 ટીસપુન ચોખાનો લોટ અને એમાં અડધી ટીસપુન મધ ભેળવો. અડધા કલાક સુધી ચહેરા પર રાખીને ધોઈ નાખો. એનાથી સ્કિનની રુક્ષતા દૂર થશે અને કરચલીઓ પણ નહીં પડે

. 8) બદામને ગરમ પાણીમાં પલાળીને છાલ કાઢી નાંખો. સુકાઈ જાય એટલે એનો પાઉડર બનાવીને રાખી દો અને રોજ બદામના પાઉડરમાં થોડું દૂધ ભેળવુંને ચહેરા પર લગાવો. ડ્રાઈ સ્કિન અને ડાઘા દૂર થઈ જશે.

9) 100 ગ્રામ ઘઉંને એક કપ પાણીમાં રાત્રે પલાળી રાખો. સવારે એને ચહેરા પર સારી રીતે લગાવીને મસાજ કરો. એનાથી ડેડ સ્કિનથી છુટકારો મળે છે અને સ્કિનનો રંગ પણ નિખરે છે

10) મકાઈ, જૂઆરનો લોટ અને મલાઈ એકસરખા પ્રમાણમાં લઈને પેસ્ટ તૈયાર કરો. એને ચહેરા પર લગાવો અને સુકાઈ જાય એટલે ધોઈ લો. આ ફેસપેક ચહેરા પરની ડેડ સ્કિન દૂર કરે છે અને સાથે સંઘે આ પેસ્ટ સ્કિનમાં કસાવ પણ લાવે છે.
source https://www.jentilal.com/homemadefacepack/
0 Comments