Subscribe Us

Header Ads

એક, બે નહિં પણ આટલી એક્ટ્રેસ સાથે અફેર કર્યા પછી પણ 45ની ઉંમરમાં કુંવારા રહી ગયા અક્ષય ખન્ના, કારણ તો જાણો

ડેશીંગ, હેન્ડસમ અને એકટર વિનોદ ખન્નાની જેમ જ એમના દીકરા અક્ષય ખન્ના પણ ન ફક્ત હેન્ડસમ દેખાય છે પણ દરેક ફિલ્મમાં એક્ટિંગ પણ લાજવાબ કરતા રહ્યા. અક્ષય ખન્નાએ ફિલ્મ હિમાલય પુત્રથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. એ પછી તાલ, દિલ ચાહતા હે અને આ અબ લોટ ચલે, બોર્ડર જેવી ફિલ્મોથી એમને એકટર તરીકે નવી ઓળખ મળી. એમની એક્ટિંગને પણ લોકોએ ખૂબ વખાણી.પણ સારી એક્ટિંગ હોવા છતાં અક્ષયનું ન ફક્ત કરિયર ધીમી ગતિથી ચાલ્યું પણ રિલેશનશિપની બાબતમાં પણ એ કાઈ ખાસ લકી ન રહ્યા. કદાચ એ જ કારણ છે કે 45ની ઉંમરમાં પણ હજી સુધી સિંગલ છે અક્ષય કુમાર.

અચાનક ફિલ્મોમાંથી ગાયબ થઈ ગયા અક્ષય.

image source

એક ટાઈમ હતો જ્યારે અક્ષય બોલિવુડના સક્સેસફુલ એકટર હતા. પોતાના ફિલ્મી કરિયરમાં એમને રોમેન્ટિક એકટરથી લઈને વિલન સુધીનો રોલ નિભાવ્યો છે. બોર્ડર, હલચલ, હંગામા, નકાબ, હમરાજ, મોહબ્બત, આપ કિ ખાતીર, દીવાનગી, ગાંધી માય ફાધર અને દહક જેવી ફિલ્મો કરી. પણ પછી અચાનક એ ફિલ્મોમાંથી ગાયબ થઈ ગયા જેનું કારણ કોઈને ખબર ન પડી.કહેવાય છે કે ઉમદા એકટર હોવા છતાં એ ઘણા સમયથી ઇન્ડસ્ટ્રીમાંથી અલગ પડી ગયા છે. છેલ્લીવાર એ સેક્શન 375માં દેખાયા હતા. ખબર નહિ કેમ અક્ષયનો ફિલ્મી સફર એવો નથી રહ્યો જેવો હોવો જોઈએ. હવે એ ફિલ્મોમાં સાઈડ રોલ કરતા જ દેખાય છે

ત્રણ વાર પ્રેમ થયો પણ હજી પણ કુંવારા છે અક્ષય.

image source

અક્ષય 45 વર્ષના થઈ ચૂક્યા છે પણ હજી સુધી એમને લગ્ન નથી કર્યા, ના હવે એમનું કોઈની સાથે નામ જોડાય છે. એવું નથી કે અક્ષયને ક્યારેય કોઈની સાથે પ્રેમ થયો જ નથી. એ એકવાર નહિ પણ ત્રણ વાર પોતાની હિરોઇનની નજીક આવ્યા. દરેક વાર વાત લગ્ન સુધી પહોંચવાની જ હતી પણ દરેક વખતે વાત બનતા બનતા બગડી ગઈ અને એ સિંગલ જ રહી ગયા.

ઐશ્વર્યા રાય સાથે રહી ચૂક્યું છે અફેર.

image source

અક્ષય ખન્નાએ ઐશ્વર્યા સાથે આ અબ લોટ ચલે અને તાલમાં કામ કર્યું હતું. કહેવાય છે કે આ ફિલ્મો દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા હતા. આ અબ લોટ ચલના અમેરિકાના શૂટિંગ દરમિયાન બંનેને લાગવા લાગ્યું કે એ એકબીજાને પ્રેમ કરવા લાગ્યા છે. બંનેના અફેરની ખબરો મીડિયામાં પણ ખૂબ જ ચર્ચામાં રહી. ત્યારે ઐશ્વર્યા ઇન્ડસ્ટ્રીમાં નવી હતી. બંને લગભગ એક વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા પણ ત્યારે ઐશ્વર્યાએ સલમાન ખાન સાથે હમ દિલ દે ચુકે સનમ સાઈન કરી લીધી અને એમની લાઈફમાં સલમાનની એન્ટ્રી થઈ ગઈ અને એશે અક્ષયથી દુર રહેવાનું શરૂ કરી દીધું. આ રીતે ઐશ્વર્યા સાથે અક્ષયના સંબંધ પર બ્રેક લાગી ગઈ.

અક્ષય ખન્ના સાથે તો કરિશ્મા કપૂરના લગ્ન કરવા માંગતા હતા રણધીર કપૂર.

image source

હા એ વાત સાચી છે કે એક એવો મોકો પણ આવ્યો કે કરિશ્મા અને અક્ષય લગ્ન બંધનમાં બંધાવાના હતા. ખુદ રણધીર કપૂર અક્ષય ખન્ના સાથે કરિશ્મા કપૂરના લગ્ન કરાવવા માંગતા હતા. એમને તો વિનોદ ખન્ના પાસે પોતાની દીકરીને સંબંધની વાત પણ કરી હતી. વિનોદ ખન્નાને પણ આ સંબંધ સામે કોઈ વાંધો નહોતો..પણ કરિશ્માની માતા બબીતા પોતાની દીકરીના જલ્દી લગ્ન કરવાના વિરોધમાં હતા. એ સમયે કરિશ્માનું કરિયર એકદમ પિક પર હતું અને બબીતા ઈચ્છતી હતી કે કરિશ્મા એ સમયે ફક્ત કરિયર પર ફોક્સ કરે. એટલે અક્ષય અને કરિશ્માના લગ્ન ન થઈ શક્યા.

રિયા સેન સાથે પણ રહ્યો સંબંધ.

image source

કરિયરના શરૂઆતના દિવસોમાં અક્ષયનો સંબંધ રિયા સેન સાથે પણ રહ્યો. બંનેએ એકબીજાને થોડા વર્ષો સુધી ડેટ પણ કર્યા પણ પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું. ત્યારે રિયાને બ્રેકઅપ વિશે પૂછતાં એમને જણાવ્યું હતું કે એમનામાં એ મેરેજ મટેરિયલ નથી.

એક જ સંબંધમાં જોડાઈ રહેવું અક્ષયને ગમતું નથી..

image source

હા, અક્ષય ખન્નાએ એક ઇન્ટરવ્યૂમાં જાતે એ વાત કહી હતી કે “મને લાંબા સમય સુધી એક જ રિલેશનશિપમાં રહેવું નથી ગમતું. એમને ખુલીને એ વાત કહી હતી કે એમને લગ્નમાં કોઈ જ રસ નથી. લગ્ન વિશે પૂછતાં અક્ષયે કહ્યું હતું કે કોઈપણ જવાબદારી મને ડરાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/akshaykhanna/

Post a comment

0 Comments