મિત્રો, ઠંડીની મૌસમની શરૂઆત થાય એટલે તુરંત જ તેની અસર તમારા વાળ પર થવા લાગે છે. તમારા વાળ એકદમ શુષ્ક અને નિસ્તેજ બની જાય છે. આ સિવાય તમે વાળ સાથે સંકળાયેલી અનેકવિધ સમસ્યાઓનો શિકાર પણ બની શકો છો. જો તમે આ વાળ સાથે સંકળાયેલ સમસ્યાઓથી પીડાવા ના ઈચ્છતા હોવ અને તમારા વાળને સુંદર, સ્વચ્છ અને મજબુત બનાવી રાખવા ઈચ્છતા હોવ તો તેના માટે તમારે તમારા વાળની સાર-સંભાળ રાખવી અત્યંત આવશ્યક છે.

આજે આપણે આ લેખમા અમે તમને અમુક એવા કારગર અને અસરકારક નુસ્ખાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેને અજમાવીને તમે તમારી વાળ સાથે સંકળાયેલ સમસ્યાઓમાંથી સરળતાથી મુક્તિ મેળવી શકો છો. તો ચાલો જાણીએ ક્યા છે આ ઉપાયો.

જો તમે કોપરેલમા કપૂર મિક્સ કરીને તેને તમારા વાળના જડમૂળમા માલિશ કરો તો તેનાથી તમારા વાળમા થતી ખોળાની સમસ્યામાંથી તમે તુરંત જ મુક્તિ મેળવી શકો છો. આ સિવાય વાળમા તમે જે ઓઈલ લગાવતા હોવ તેને ગરમ કરીને આંગળીના ટેરવાથી માથામા લગાવો અને પંદર મિનિટ માટે મસાજ કરો.

ત્યારબાદ ગરમ પાણીમાં ભીંજવેલો ટુવાલ માથા પર બે-ત્રણ મિનિટ લપેટીને માથા પર વીંટાળી દો. ચાર થી પાંચ વખત આ ઉપાય અજમાવવાથી તમારા વાળ મજબૂત અને આકર્ષક બનશે. આ સિવાય જો તમે કોપરેલને થોડુ ગરમ કરીને તેમા એક લસણની કળી અને એક ચમચી તલનુ ઓઈલ મિક્સ કરીને રાખો અને આ તેલ ઠંડુ પડ્યા પછી તમારા માથામા લગાવો તો તેનાથી તમારા વાળને ઠંડક મળી રહે છે અને તમારા વાળ પણ ખરવા લાગે છે.

આ સિવાય જો તમે વધારે પડતા ખીલની સમસ્યાથી પીડાતા હોવ તો લીમડાના પાંદડા લઇને તેને મિકસરમા પીસી લો. ત્યારબાદ તેમા મુલતાની માટી અને ગુલાબજળની પેસ્ટ મિક્સ કરી તેને ચહેરા પર લગાવવુ અને તે સૂકાઇ જાય એટલે નવશેકા પાણીથી ચહેરો ધોઇ લો. આ ઉપાય અજમાવવાથી તમારી ખીલની સમસ્યા તુરંત દૂર થઇ જશે.

આ સિવાય જો તમારી ત્વચા શુષ્ક હોય તો કેળાને છુંદીને તેને તમારા ચહેરા પર લગાવો અને તે સૂકાઇ જાય એટલે તેને પાણીથી યોગ્ય રીતે ધોઇ લો. ત્યારબાદ દિવસમા બે વખત આ ઉપાય અજમાવો. તમારી ત્વચા એકદમ મુલાયમ બની જશે. આ ઉપરાંત જો દિવસમાં એકવાર નાળિયેર પાણીનુ સેવન કરવામા આવે તો તેનાથી ચહેરા પર કુદરતી ચમક જળવાઇ રહે.

આ સિવાય આ ઉપાય અજમાવવાથી ગરમીના સમય દરમિયાન ત્વચાનો નિખાર પણ જળવાઇ રહેશે એટલે કે તમારી ત્વચા કાળી પડશે નહિ. માટે જો તમે પણ ત્વચા પરના ખીલ અને કાળા દાગ-ધબ્બાથી પીડાતા હોવ તો એકવાર આ ઉપાય અવશ્યપણે અજ્માવજો અને જુઓ ફરક.
source https://www.jentilal.com/pimpleandhelthyhair/
0 Comments