દરેક વ્યક્તિ એવું ઈચ્છતો હોય છે કે તે હમેશા યુવાન દેખાય અને તેની ત્વચા બેદાગ અને સુંદર દેખાય પરંતુ આવું થતું નથી અત્યારના પ્રદૂષણના વાતાવરણમાં આપની ત્વચા સુંદર દેખાતી નથી અને તેનાથે આપની ત્વચાનો નિખાર પણ ઘટવા લાગે છે. તેનાથી ત્વચા પર કરચલી પણ પાડવા લાગે છે.

ઘણા બધા પાર્લરમાં જઈને એન્ટી એજિંગ સ્કીન ટ્રીટમેંટ કરાવે છે. પરંતુ તેનાથી વધારે ફેર પડતો નથી તેમાં કેમિકલવાળા પદાર્થ વાપરવાથી ત્વચાને નુકશાન પહોંચે છે. ત્યારે બેદાગ ત્વચા મેળવવા માટે તમારે ઘરેલુ કેટલાક ઉપાયો કરવા જોઈએ તેનાથી તમારી ત્વચાને નુકશાન નહીં થાય અને ત્વચાને લગતી બધી તકલીફ દૂર થશે.
ત્વચાને ટાઈટ કરવા માટે ગુલાબજળ વાપરવું :

ટાઈટ અને નિખારતી ત્વચા મેળવવા માટે તમારે આ વસ્તુનો ઉપયોગ અવશ્યપણે કરવો જોઈએ. તેના માટે તમારે ત્વચા પર અંદરથી ક્લીંજિંગ કરવુ પડે છે અને તેનાથી કોઈ આડઅસર થતી નથી. તેનાથી ત્વચાના છિદ્ર બંધ થાય છે અને ત્વચા પર રહેલી ગંદકી દૂર થાય છે. આનાથી આંખની નીચે સોજો પણ ઓછો થાય છે. તેના માટે એક વાટકામાં બે ચમચી ગુલાબજળ, ગ્લિસરીનના થોડા ટીપાં અને અડધી ચમચી લીંબુનો રસ ભેળવીને તેને કોટન અથવા રૂની મદદથી ચહેરાની ત્વચાને સાફ કરવી. આને રાતે સૂતી વખતે ઉપયોગ કરવો જોઈએ.
લીંબુના રસથી એજિંગના લક્ષણ દૂર થાય છે :

લીંબુમાં વિટામીન સી વધારે માત્રામાં રહેલી હોય છે. તેમાં એન્ટી ઓક્સિડંટ રહેલું હોય છે. તે આપની ત્વચા માટે ખૂબ સારું છે. તે આપની ત્વચા માટે એન્ટી એજિંગ ના રૂપમાં કાર્ય કરે છે તેનાથી ઉમર વધતી દેખાતી નથી. તેનાથી ત્વચા પર રહેલ ડાઘ, ધબ્બા અને કરચલી અને કાળા કુંડાળાં વગેરે દૂર થાય છે. આનાથી ત્વચા બ્લીચ થાય છે. તેનાથી ત્વચાના વાળ ઓછા થાય છે. તેનો રસ કાઢીને તેને ગળા અને ત્વચા પર લગાવો. તેને ૧૫ મિનિટ મારે રાખો અને તે પછી તેને ધોઈ લેવું.
કાકડી અને દહી ત્વચાને એક્સફોલિયેટ કરે છે :

હમેશા યુવાન દેખાવા માટે તમારે એક્સફોલિયેટ કરવાની જરૂર છે. તેમાં આ બંને વસ્તુને ભેળવીને તેને લગાવાથી મરુત ત્વચા દૂર થાય છે. દહીમાં લેકટીક એસિડ રહેલું હોય છે તેનાથી ત્વચા સાફ થાય છે. અડધો કપ દહી અને તેમાં છીણેલી કાકાફી ભેળવી તેને ૨૦ મિનિટ માટે ત્વચા પર લગાવો તેને નવશેકા પાણીથી ધોઈ લેવું.
ત્વચાને મુલાયમ બનાવવા માટે પપૈયું વાપરવું :

આ એક ખૂબ સારું ફળ છે. તેનાથી તમે સ્વસ્થ અને નિખારતી ત્વચા મેળવી શકો છો. તેમાં વિટામિન ઇ વધારે માત્રામાં હોય છે તેનાથી ત્વચા યુવાન અને સ્વસ્થ રહે છે. તેમાં એંજાઈમ રહેલા હોય છે તેનાથી મૃત ત્વચા હટાવીને ત્વચાને મુલાયમ બનાવે છે. તેના ટુકડા કરીને તેને છૂંદીને તેને ચહેરા પર લગાવો અને તે પછી તેને નવશેકા પાણીથી ધોઈ લેવું.
નારિયેલનું દૂધ ત્વચાને મોઈશ્ચરાઇઝ કરે છે :

આપની ત્વચામાં જોઈતા પ્રમાણમાં નમી ન રહે ત્યારે ત્વચા ફિકિ લાગે છે. તેના માટે આનું દૂધ ત્વચાને મોઈશ્ચરાઇઝ કરે છે. તેમાં વિટામિન અને મિનરલ વધારે માત્રામાં હોય છે તેથી ત્વચાને મુલાયમ અને સ્વસ્થ બનાવે છે. કાચા નારિયેળને પીસીને તેને ગાળીને દુધ કાઢી લેવું. તેને ૨૦ મિનિટ માટે ત્વચા પર લગાવો અને તેને હૂંફાળા પાણીથી ધોઈ લો તેનાથી ત્વચા ઓર નિખાર આવશે અને તે મુલાયમ બનશે.
source https://www.jentilal.com/lookingyoung/
0 Comments