Subscribe Us

Header Ads

પાર્ટી કરવા નીકળેલા 6 મિત્રોના જીવનદિપ એક ભુલના કારણે બુઝાયા, પરિવારોજનોંએ કહેલી આ વાત સાંભળીને તમે પણ રડી પડશો

મધ્ય પ્રદેશના ઈંદોરમાં એક ભીષણ માર્ગ અકસ્માત સોમવારે મોડી રાત્રે થયો હતો. આ અકસ્માકમાં 6 યુવાનોના મોત થયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે કેટલાક મૃતદેહના તો ટુકડા થઈ ગયા હતા. ઘટના ઈંદોરના તલાવલી ચાંદા વિસ્તારમાં થઈ હતી. અહીં રોડ નજીક એક ટેંકર ઊભું હતું જેમાં પાછળથી ધડાકાભેર એક કાર ઘુસી ગઈ હતી. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. જેમાં હાઈસ્પીડ પર કાર ટેંકરની પાછળ ઘુસી જાય છે.

image souycre

કાર કેટલી સ્પીડમાં હશે તે તો કલ્પના પણ કરી શકાય નહીં કારણ કે કારમા સવાર 6 યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. ઘટનામાં મૃત્યુ પામનાર યુવકમાં 23 વર્ષીય છોટૂ, 28 વર્ષીય દેવ, 25 વર્ષીય ગોલુ, 19 વર્ષીય ઋષિ, 23 વર્ષીય સોનુ અને 30 વર્ષીય સુમિતનો સમાવેશ થાય છે. આ યુવાનોમાંથી ચાર તો તેમના ઘરના એકના એક દિકરા હતા. જેમાંથી બે તો સગાભાઈ હતા.

image soucre

આ યુવાનોના પરિવારના સભ્યો તો નિરાંતે ઊંઘી રહ્યા હતા અને કેટલાકને તો જાણ પણ ન હતી કે તેમના સંતાન બહાર ગયા છે અને મોતને ભેટ્યા છે. જ્યારે પોલીસે તેમને જાણ કરી તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

image soucre

અકસ્માતમાં મૃત્યુ પામનાર સુમિત જ્યારે મોડી રાત્રે ઘરે પરત ફર્યો નહીં ત્યારે તેની બહેને તેના મોબાઈલ પર કોલ કર્યો કે ભાઈ ક્યારે ઘરે પરત ફરશે. પરંતુ તે કોલ એમ્યુલન્સવાળાએ રીસીવ કર્યો અને બહેનને જણાવ્યું કે જેનો આ ફોન છે તેને અકસ્માત નડ્યો છે અને તેનું મોત થયું છે. તે કોલેજના પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો અને તે તેના ભાઈને બહાર જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો. જ્યારે પિતાને પુત્રના મોતની જાણ થઈ ત્યારે તેઓ કાનપુર હતા. કાનપુરથી પરત ફરતી વખતે પિતાને પણ અકસ્માત નડ્યો હતો.

image soucre

23 વર્ષીય સોનૂ ઘરનો એકનો એક દીકરો અને 3 બહેનોનો ભાઈ હતો. તે રશિયામાં ડોક્ટરનો અભ્યાસ કરી રહ્યો હતો. પરંતુ કોરોના વાયરસના કારણે હાલ ઈંદોર આવી ગયો હતો. તેના પિતા ઈંદોરમાં કારનો જ વ્યવસાય કરે છે. સોનુ તેના ઘરેથી રાત્રે 8 કલાકથી નીકળી ગયો હતો અને તેના પરિવારને કહ્યું હતું કે તે પાર્ટી કરવા જઈ રહ્યો છે મિત્રો સાથે. તેના ઘરે પણ રાત્રે 1 કલાકે કોલ આવ્યો કે સોનુનું મોત થયું છે.

છોટૂ જેનું નામ ચંદ્રભાણ છે તે પણ મોડી રાત્રે ઘરેથી ચાવી લઈ અને નીકળ્યો હતો. તેના મોટાભાઈને ફોન કરી પોલીસે અકસ્માતની જાણ કરી હતી. તેને પણ પરિવારના સભ્યો કોલ કરતાં રહ્યા પણ તેણે કોલ રિસીવ કર્યો નહીં.

image source

અકસ્માતમાં સૂરજ અને દેવ જે બંને પિતરાઈ ભાઈ છે તેમનું પણ મોત નીપજ્યું હતું. જે કારનો અકસ્માત થયો તે કાર પણ સૂરજના નામે નોંધાયેલી હતી. જો કે આ બંને ભાઈઓના પરિવારને તો ખબર પણ ન હતી કે તે રાત્રે પાર્ટી કરવા બહાર ગયા છે. જ્યારે પોલીસે પરિવારને કોલ કર્યો ત્યારે પણ પરિવારના સભ્યોએ જણાવ્યું કે બાળકો તો ઘરે જ છે અને સૂતા છે. પરંતુ જ્યારે રુમમાં જઈ જોયું તો રુમ ખાલી હતો અને ઘરને બહાર તાળુ માર્યું હતું.

6 યુવાનો ઘરે મિત્રો સાથે પાર્ટી કરવા નીકળ્યા હતા પરંતુ ઓવરસ્પીડ કાર બેકાબૂ થતા અકસ્માત સર્જાયો અને પરિવારને મળ્યા કફનમાં લપેટાયેલા 6 મૃતદેહ.

Let's block ads! (Why?)source https://www.jentilal.com/indoraccident/

Post a comment

0 Comments